પુસ્તક પરિચય-- દેશવિદેશ — રવીન્દ્ર પારેખ, અનુદિત વાર્તાઓનો સંગ્રહ

આ સંગ્રહમાં જુદા-જુદા લેખકોની અલગ-અલગ ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો ગુજરાતી અનુવાદ રવીન્દ્ર પારેખે કર્યો છે. તેમાં કુલ દસ વાર્તાઓ છે.ત્રણ હિન્દી ચાર ઉર્દૂ એક મરાઠી એક રશિયન વાર્તાના અંગ્રેજી અનુવાદ પરથી તો એકઅંગ્રેજી વાર્તાનો અનુવાદ છે. લેખકશ્રી ના જણાવ્યા મુજબ આ સંગ્રહમાં એવી ત્રણ ઉર્દૂ વાર્તાઓનો અનુવાદ છે જેના પર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને એ ત્રણેય વાર્તાઓતેમાં નિર્દોષ ઠરેલી. એ વાર્તાઓ છે સાદત અલી મંટોની ‘ ખોલી નાખ ’, ખ્વાજા અહમદઅબ્બાસની ‘ સરદારજી ’ અને ઈસ્મત ચુગતાઈની ‘ રજાઈ ’.

હું હમણાં બે વર્ષથીજ સાહિત્ય સાથે સંકળાઈ છું આ સંગ્રહ દ્વારા કેટલાક વિદેશી તેમજ પ્રાદેશિક લેખકોની કલમને માણવાનો મોકો મળ્યો. લોકોના મોંએ આમાંથી બે નામ ઘણાં સાંભળેલાસઆદત અલી મંટો અને ઈસ્મત ચુગતાઈ. આ સંગ્રહ દ્વારા એમની વાર્તાઓ પણ માણી. બધી જ વાર્તાઓ ગમી. અહીં મારાગમા-અણગમા સિવાય બીજી કોઇ રીતે વાર્તાઓ મૂલવવાની મારી યોગ્યતા નથી.

આ સંગ્રહની પહેલી વાર્તા છે , ગીતાંજલી શ્રીની ‘ આપણું માણસ ’. આ વાર્તા લંડનનીપૃષ્ઠભૂમિ પર લખાયેલી છે. આ વાર્તામાં લંડનમાં રહેતા ભારતીય પરિવારની રહેણી કરણી , ખાણી પીણી , એક ભારતીય માટે કંઈપણ કરી છુટવાની તેમની ઇચ્છા અને લંડનનાં સ્થળોનો પરિચય મળે છે.

બીજી વાર્તા છે સૂરજ પ્રકાશની ‘ જાદુ ’. જેમાં નાયક પર એકઅત્યંત મધુર અવાજવાળી યુવતીનો રોંગ નંબર લાગે છે અને તે એક વાર નહીં પણ પાંચ પાંચ વાર. ત્યાર પછી તો એ રોંગનંબરવાળી યુવતી સાથે ઔપચારિક વાતો શરુ થાય છે એના અવાજનાજાદુમાં નાયક ખોવાઇ જાય છે. દરરોજ તેનો અવાજ સાંભળવાની નાયકની આદત બની જાય છે અનેતેને પરિણામે નાયકની જે મનોસ્થિતિ થાય છે તેનું આલેખન છે.

‘ પથ્થરરાગ ’ નામની ત્રીજી વાર્તાના લેખક પણ સૂરજ પ્રકાશ જ છે. આ વાર્તામાં એક પ્રાધ્યાપકને તેની શિષ્યા { જે અધૂરો અભ્યાસ છોડીને અચાનક ગુમ થઈ ગઈ હોય છે } એક પત્ર લખે છે. જેમાં અભ્યાસ છોડીને જવાનું કારણ અને તેની અત્યાર સુધીની વિતેલી જિન્દગી વિષે જણાવે છે. પોતાની બહેનનામૃત્યુ પછી તેના નવ અને ત્રણ તેમજ એક નવજાત બાળકનું ધ્યાન રાખવા તેના બનેવી સાથે તેને પરણાવી દેવામાં આવે છે. તે શું અનુભવે છે અને તેનો સંસાર કેવો છે એ વિશેનો ચિતાર એ પત્રમાં છે.

ચોથી વાર્તા છે સાદત અલી મંટોની ‘ નગ્ન ધ્વનિઓ ’. આ વાર્તામાં મજુરવર્ગનાં દંપત્તિઓ ઉનાળામાં મકાનની અગાસી પર એક સાથે નજીક નજીક તંબુ જેવું બાંધી એકાંત મેળવે છે અને વાર્તાનો કુંવારો નાયક પતિ-પત્નીના રાતના સંવાદોથી લગ્ન કરવા પ્રેરાય છે. પરંતુ પોતાના એકાંતી તંબુમાં પત્ની સાથે સહવાસ માણી ન શકતા એની પત્ની તેના વિશે જે વાત ફેલાવે છે તેને કારણે પાગલ થઈ જવા સુધીની નોબત આવે છે. આમાં એ નાયકની મનોસ્થિતિ દર્શાવાઈ છે.

પાંચમી છે ‘ ખોલી નાખ ’ નામની વિવાદિત મંટોસાહેબનીવાર્તા. દેશમાં ભાગલા પડ્યા ત્યારના સમયે એક પિતા પોતાની દીકરીને શોધે છે. દીકરીમળતી નથી તેથી પિતાની માનસિક સ્થિતિ કેવી થાય છે અને જ્યારે એ દીકરી મળે છે ત્યારેએની હાલત શું હોય છે તેનું શબ્દિક ચિત્રણ આ વર્તામાં છે.

ત્યારપછીની વાર્તા છે ખ્વાજા અહમદ અબ્બાસની વિવાદિત વાર્તા ‘ સરદારજી ’. આ વાર્તામાંમુસ્લિમ અને શીખ વચ્ચેના સાંપ્રદાયિક ઉપદ્રવની વાત છે. બંને કોમોના બે માનવીઓ આઉપદ્રવ વચ્ચે પણ એકબીજાના પરિવારને પોતાનો જીવ ગુમાવીને બચાવે તેની વાત છે.

આ પછીની વાર્તા ઈસ્મત ચુગતાઈની વિવાદિત વાર્તા ‘ રજાઈ ’ છે. એક પુરુષ વિનાની સ્ત્રી પોતાની ગુલામ સ્ત્રી પાસે પોતાની શારિરીક ઇચ્છાઓની પૂર્તિ કરાવે છે. તે જ ઓરડામાં એક બાળકી રજાઈના આકારો જોઇને ડરે છે. એ બાળકીની નજરથી લેખિકાએ બે સ્ત્રી વચ્ચેના સંબંધની આખી વાતને ઉપસાવી છે.

વિજ્યા રાજ્યાધ્યક્ષની ‘ અપરિચિત ’ આ પછીની આઠમીવાર્તા છે. આ વાર્તામાં વર્ષોના સુખી લગ્નજીવન પછી પણ પોતાનું અસ્તિત્વ શોધતી એકસ્ત્રીની વાત છે. લોકોના પોતાની નજીક આવ્યા પછી દૂર ચાલ્યા જવાના ડરથી ગભરાતી એસ્ત્રીની મનોસ્થિતિ આ વાર્તામાં દર્શાવવામાં આવી છે.

નવમી વાર્તા ‘ સૂરતનું કોફી હાઉસ ’ નામની છે જેના લેખકછે લિઓ ટોલ્સટોય. આ વાર્તામાં અલગ અલગ ધર્મના લોકો કોનો ધર્મ શ્રેષ્ઠ છે એ બાબતમાંલડે છે અને પોતાને સાચા બતાવવા ને બીજાને ખોટા પાડવા એકબીજાના ધર્મને નીચો પાડવાનીકોશીશ કરે છે.

અને છેલ્લી અને દસમી વાર્તા છે ‘ આવતી કાલે હું સાફકરીશ પિત્તળને ’ જેના લેખક છે ઈલેનોર બર્ફોડ. નિવૃત્ત થયેલાપતિની દરેક વાતમાં કંજુસાઈથી ત્રાસીને પોતાના પતિને પત્ની ધિક્કારવા લાગે છે. ત્યાં સુધી કે તે તેના પતિની હત્યા કરી નાંખે છે.. આમ કરવા સુધી તે કઈ કઈ યાતનાઓ માંથી પસાર થાય છે તે વિષયવસ્તુ છે આ વાર્તાનો.

આ બધી વાર્તાઓ મને ગમી પણ વિશેષતઃ તો ' ખોલી નાખ ' વાર્તા વધુ ગમી. દેશના ભાગલા મારા જન્મ પહેલાં થયેલા એટલે એનો બહુ ખ્યાલ નહોતો. એ વાર્તામાં પિતાની એ દીકરી પર તેને મળનારા બધાએ જ અત્યાચાર કર્યા છે અને એ માત્ર બે જ શબ્દો જાણે છે ખોલી નાખ. ને યંત્રવત એ બેભાન પણે સલવારનું નાડું ખોલી નાખે છે. એની ભાળ મળે છે તેના મૃત લાગતા દેહની સરવાર અર્થે ડો. પાસે લવાય છે. ડો.બારી ખોલવાની સૂચના આપે છે ને એ દીકરીનો હાથ તરત યંત્રવત સલવાર પર જાય છે અને પિતા આનંદથી ચિત્કારી ઉઠે છે "જીવે છે જીવે છે.." આમાં એ દીકરી પર શું શું વીત્યું હશે અને પિતાને માટે તો બસ પોતાની દીકરી જીવતી છે એ વાત આનંદની છે.. કેટલી વેદના છૂપાઈ છે એ શબ્દોમાં !! એ સમયે લોકો પર જે વિતેલી તેનો આબેહુબ ચિતાર એ વાર્તામાંથી મળે છે. આમ પણ મંટોસાહેબ હકીકતને શબ્દોમાં ઢાળી વાર્તાઓ લખતા હતા એવું મેં સાંભળ્યું હતું જે આ વાર્તા વાંચવાથી માની પણ લીધું.

મિત્રો આ તો આ વાર્તાઓ વાંચીને મેં અનુભવેલી વાત છે તમારો અનુભવ જુદો પણ હોઈ શકે છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.