મહારાણા પ્રતાપ

ભર બપોરનો એ ઉનાળાનો દી' હતો. જંગલમાં ચારેકોર નીરવ શાંતિ હતી. આ બળતી બપોરના બધા પ્રાણીઓ પોત-પોતાના સ્થાનોએ જઈ કદાચ આરામ કરતા હશે એટલે જ કોઈ ત્યાં દેખાતું ન હતું. પક્ષીઓ પણ પોતાના માળામાં લપાઈને બેઠા હતા. ક્યારેક-ક્યારેક નાના ટાબરિયા પક્ષીઓ ઉડતાં કે કિલ્લોલ કરતા દેખાતા, કદાચ એ પક્કડમપટ્ટી રમતાં હશે.સરસરાહટ અને પર્ણમર્મરના કારણે જંગલની આ શાંતિમાં ભંગ થતો પણ શાંત વાતાવરણમાં કોઈ વીણાનાતાર છેડે ને જે શાંતિમાં ભંગ થાય એવો મધુર ભંગ એ હતો.

આવા ધગધગતા તાપમાં એક વૃક્ષની ઓથે એક નાનકડી દીકરી બેઠી છે. ત્યાં થોડે દૂર અમુક મજબુત બાંધાના યુવાનો શસ્ત્રસજ્જ છે જાણે કોઈ યોદ્ધા હોય તેમ ભાસતા હતા. અમુકેક ઘોડા પણ ત્યાં બાંધેલા છે અને વચ્ચે- વચ્ચે તેમનો હણહણાટ પણ સંભળાય છે. ત્યાંથી જમણી બાજુ એક વિશાળ વૃક્ષ નીચે એક લાકડામાંથી બનાવેલી બેઠક પર એક વ્યક્તિ બેઠો હતો. પડછંદ કાયા, કદાવર શરીર, ચહેરા પર થોડી વધેલી દાઢી અને તેના રૂઆબની ઝલક તેની તલવાર સમી વળાંકવાળી મૂછો જ આપતી હતી. વાળ તેના ગરદન સુધી લંબાયેલા અને જંગલની ધૂળના કારણે થોડા અસ્ત-વ્યસ્ત થવાથી એ જંગલી સિંહની કેશવાળી માફક શોભતા હતા. નીચે સફેદ અચકણ 'ને ઉપર યુદ્ધનો પોશાક ધૂળથી થોડો મેલો થયો હતો અને ક્યાંક ક્યાંક તલવારના ઘા વાગવાથી જીર્ણ પણ થયો હતો. પગમાં બ્યુગલો જેવા આકારની આગળથી વળાંક લેતી મોજડી હતી, ભેટે એક નાનો ભલો ઝૂલતો હતો 'ને બેઠકની લગોલગ સૂર્યના તાપથી જેની ધાર ચમકતી હતી તેવો ૧૦ ફૂટનો ભાલો પડ્યો'તો 'ને તેના પર દેખાતો ઘટ્ટ લાલ રંગ એ વાતની ચાડી ખાતો'તો કે આ કોઈકને વીંધીને આવ્યો છે. ત્યાંજ બાજુમાં થડ પાસે એક શ્વેત ઘોડો બાંધેલો છે જાણે કે દેવતાનો ઘોડો ન હોય! તેના ઊભા રહેવાની અદા પણ બીજા ઘોડાઓથી અલગ તરી આવતી હતી. તેની આંખો તેના માલિક તરફ મંડાયેલી છે અને તેના માલિકની આંખો ! -- એ બેઠેલો વ્યક્તિ ઘણું લડ્યો હોય એવું દેખાતું'તું પણ એની વિશાળ આંખો! એની વિશાળ આંખોમાં મધ્યાહ્નના સૂર્યને પણ આંજી દે એવી ચમક હતી. 'હમણાંજ ભસ્મ કરી નાખું' એવી છટાથી એ કૈક આમતેમ ફરતી હતી 'ને અનેક જવાબો, રણનીતિઓ અને ભવિષ્ય ભાખી રહી હતી.

બહારથી શાંત પણ અંદર તો ઘમાસાણ કરી રહેલા એ વ્યક્તિના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હતા અનેક વિકલ્પો તેની સામે બળવો કરી રહ્યા હતા --

કોની રક્ષા કરું?- 'પ્રણની કે પ્રાણની?' શું હું કયાંક મારા નિઝી અહંકારને કારણે તો આ નથી કરતો ને? શું મારા કારણે જ મારી પ્રજા પર સતત સંકટ મંડરાય છે? શાક્ષાત વીરરસ કૃષ્ણ પણ પ્રજા માટે રણ છોડીને ભાગ્યા હતા તો શું હું પણ પ્રજા માટે દુશ્મનના શરણે જાઉં? શું તેથી મારી પ્રજાને એક વ્યવસ્થિત અને શાંત જીવન મળશે? રાજાનું કર્તવ્ય જ આખરે પ્રજાની સંભાળ રાખવાનું છે. પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. ક્યાંક મારું નિજ પ્રણ મારા રાજાના કર્તવ્યને આડે તો નથી આવતું ને? ક્યાં સુધી લોકો આમ જીવશે - સતત યુદ્ધ, અશાંતિ 'ને ભયના માહોલમાં? મારે જ નક્કી કંઈક વિચારવું જોઇશે?

'પણ ના!' - બુદ્ધિએ બળવાનો વિરોધ કર્યો. 'ના! ના! આવી શાંતિ તો સ્મશાન શાંતી કે'વાય. અને આ તો એની છલયુક્તિ છે. તે રેશમી ચાદર ઓઢેલા સાપ જેવો છે. ચાદર લેવા જાઓ કે તરત દંશે. આ માત્ર મારા રાજ્યનો પ્રશ્ન નથી, આ તો માતૃભૂમિની રક્ષાની વાત છે. માતૃભૂમિને સ્વતંત્ર કરીને જ જંપીશ.નહિ! નહિ! હું મારા સંકલ્પમાંથી નહિ હટુ.

એમ વિચારતા-વિચારતા, વિકલ્પો સાથે લડતા-લડતા એમની આંખ ત્યાં સામે છાંયડે બેઠેલી તેમની પુત્રી પર સ્થિર થાય છે અને ત્યાં જ સૂર્યને પણ આંજી નાખનાર આંખ ચંદ્રથી પણ શીતળ થઇ જાય છે 'ને મુખ પર સ્મિત છલકાઈ જાય છે. તે પુત્રી એક રોટલો ખાઈ રહી હતી અને હજી તો એ ખાય તે પહેલા ડાબેથી એક જંગલી બિલાડો આવે છે અને તે રોટલો લઇને આંખના પલકારામાં જંગલની ઝાડીઓમાં ખોવાઈ જાય છે.

આમ, અચાનક આ દ્રશ્ય જોઈ તે શાંત બેઠેલ દેખાતો વ્યક્તિ છંછેડાઈ જાય છે 'ને આસન પરથી ઊભો થઇ જાય છે. ત્યાં બાજુમાં રહેલો ભાલો ઉપાડી તે બિલાડા તરફ ઘા ફેંકે છે પણ ઝાડીઓમાં બિલાડો ભાગવામાં સફળ રહે છે. તે વ્યક્તિ ક્રોધથી ધગધગી ઉઠે છે. દુશ્મનોને એકલે હાથે હંફાવનાર, જેની આંખમાં સ્વપ્નમાં પણ આંસુ નથી આવ્યું તેની આંખના ખૂણા, વિધિની આ વક્રતા જોઈ ભીંજાય છે. પણ રાજપૂત ખાનદાની જેના લોહીમાં વહેતી હોય એવી એ દિકરી પિતાજીનો ભાવ કળી જાય છે 'ને પોતાનું દુઃખ મુખ પર વર્તાવા દેતી નથી.

પણ આ બાજુ એ એ વ્યક્તિના મનમાં ફરી સંવાદ ઊભો થયો. વિકલ્પો ફરી તેના મનને વીંટળાઈ ગયા. વિક્લ્પોએ સંકલ્પો પર હુમલો કર્યો અને વિકલ્પો પ્રભાવી થવા લાગ્યા.

'धिक् क्षात्रतेजं!' 'ધિક્કાર! ધિક્કાર છે મને !' મારી નાની પુત્રીને પણ જો હું એક રોટલો ન ખવડાવી શકું તો ધિક્કાર છે મારી બહાદુરીને! એ પ્રણ શું કામનું જે મારી પુત્રીનો પ્રાણ લઇ લે! આ ભાલો શું કામનો જે પ્રજાને સ્વસ્થતા, શાંતિ ન આપી શકે! અરે! સિંહનો આ ઘુર્રાટ શું કામનો જે પરિવારને શાંતીથી રહેવા ઘર ના આપી શકે 'ને એમને આમ જંગલમાં રખડવું પડે!

જો માત્ર મારી અક્કડ તોડવાથી અને શરણાગતિ સ્વીકારવાથી પ્રજા સુખી થતી હોય તો એમાં ખોટું શું છે? જ્યારે અનેક રાજાઓ તેની શરણાગતિ સ્વીકારીને પોતાની પ્રજાને શાંતી આપે છે ત્યારે શું મારે પણ તેમ ન કરવું ઘટે? આખરે પ્રજાનું સુખ જ રાજાનું સુખ છે. જો શરણાગતિમાં જ મારી પ્રજાનું ભલું હોય તો મારે વિચારવું જોઈએ. દ્રોણ પણ પોતાના પુત્રને દૂધ મળે એટલે કૌરવોના આશ્રયે ગયા જ હતા ને!

અને ત્યાં જ કોઈકનો પગરવ તેનો આ સંવાદ ભંગ કરે છે અને તેનો હાથ ભાલો પકડે છે. ચતુર ઘોડો પણ સ્હેજ સાબદો થઇ ગયો, સૈનિકો તીર કામઠા લઇ ગોઠવાયા અને એક-બે સૈનિકો અવાજની દિશા તરફ્ તલવાર લઇ આગળ વધ્યા. આ ભર બપોરે આ જંગલમાં કાં તો કોઈ જંગલી જનાવર હોય કાંતો દુશ્મન. બધા હથિયાર સાથે તૈયાર હતા.

સિપાહી: "કોણ છે ત્યાં ઝાડીઓમાં? ખબરદાર જો આગળ આવવાની કોશિશ કરી છે તો. જેણે પોતાની સ્ત્રીને સફેદ વસ્ત્ર પહેરાવવા હોય તે જ આગળ આવે."

અજાણ: ભાયા! મેં તો સામાન્ય ઇન્સાન હું, બાજુ કે ગાંવ સે હું. આ જંગલના રસ્તે બીજા ગામ જાઉં છું.

સિપાહી: ઠીક છે, આવી જાઓ.

તે અજાણ યુવાન સાથે ગરદન સુધી ઘૂમટો તાણેલી એક સ્ત્રી હતી.

પછી પેલો કદાવર વ્યક્તિ તેમને બોલાવે છે.

કદાવર: એ કોણ સે? (પેલી સ્ત્રી તરફ ઈશારો કરીને)

અજાણ: મારી જોરુ સે બાપ!

કદાવર: થારો દેશ કયો હે? અને અભી કિધર જાતો હે?

અજાણ: ભાયા! ઉદયપુર દેશ સે હું.

અને આટલું બોલ્યો ત્યાં કડક 'ને તણાયેલી તે કદાવર વ્યક્તિના ચહેરા પરની રેખાઓ થોડી નરમ થઇ.

અજાણ: ભાયા! મ્હારો રાણા મ્હારે લિયે, પ્રજાકે લિયે ખુબ લડતો સે. દિન-રાત બસ હમહી કી ચિંતા મેં જલતો હે. રાણા હોવે હે પર કભી રાજસુખ ના ભોગતો હે. જંગલ મેં રહેતો સે ને મ્હારી ખાતીર લડતો સે. જો થે ચાહે તો દુસરે રાણાઓ કી તરહ રાજ, સુખ, પેસો સબ પા સકતો હે, પણ દુશ્મન સારો ના હે. થે માતૃભૂમિ કો બંદી બનતો હેને મ્હારો રાણો માતૃભૂમિ ખાતીર, ધર્મરક્ષા ખાતીર દિન-રાત યુદ્ધ se કરતો હે, કષ્ટ સહેતો હે. મ્હારા રાણા હમારી ખાતીર તેના પરિવારની પરવા પણ ના કરે. ઈસલીયે મ્હેણે ઔર મ્હારી જોરુને તય કિયો હે કિ જબતક મ્હારો રાણો માતૃભૂમિ કી ખાતીર, હમારી ખાતીર લડતો હે ઔર જબતક માતૃભૂમિ સ્વતંત્ર નહિ હોતી તબ તક મ્હે ઔર મ્હારી જોરુ ગૃહસ્થાશ્રમ કા સુખ છોડેંગે. ઇસી ખાતીર મ્હે મ્હારી જોરુ કો ઉસકે પિતા કે ઘર પહોંચાને જાતો હું. મ્હારે રાણાએ માતૃભૂમિ કો આઝાદ કરાને કે લિયે પ્રણ લિયા હે વૈસે મૈને ભી યે પ્રણ લિયા હે. મ્હેને મ્હારે રાણાકો તો દેખા નહિ પર મન સે તો ઉસ ભાગવાન કી મૈ રોઝ પૂજા કરતો હું.

અજાણ:(કદાવર વ્યક્તિ તરફ નઝર કરીને) ભાયા! થારી પહેચાન તો દિયો.

ત્યાં એક સૈનિક વચ્ચે બોલવા જાય છે 'ને પેલો કદાવર વ્યક્તિ તેને રોકે છે.

કદાવર: મ્હે તો દુસરે દેશ સે હું ઔર કુછ દોસ્તો કે સાથ ઘૂમને આયા હું. ઠીક હે ભાયા !

અને એ નવપરણિત જોડું તો ગયું, પણ તે યુવાનના શબ્દો આ પેલાના મનમાં રહી ગયા. તેના જ પડઘા પડતા હતા તેના મન પર વારે-વારે. શરુ થયું ફરી મનોમંથન. વિકલ્પો અને ભાવનાઓથી ઘવાયેલા સંકલ્પો ફરી ઉભા થયા અને વિકલ્પોનો છેદ ઉડાડવા લાગ્યા ---

' क्षतात् त्रायते इति क्षत्रिय ', ' स्वधर्मे निधनं श्रेय: पराधर्मो भयावहः ', રાજાને પરિવાર હોતો જ નથી, પ્રજા એ જ તેનો પરિવાર. અને વળી પ્રણ માટે જ તો રામ પણ કઠોર બનીને વનમાં ચાલ્યા ગયા હતા.

' ગુલામ બનકર તો અન્ય પ્રાણીઓકી ભાંતિ ભયભીત હી રહેંગે, अभय તો સિર્ફ શેર હોતા હે. માતૃભૂમિ કી રક્ષા હી ધર્મ હે. ભીખ મેં મિલી સોને કી નગરી સે તો અચ્છી યે પત્તો કી નગરી હે.

" માતૃભૂમિ ની આઝાદી "

હવે આ માત્ર મારું જ પ્રણ નથી પણ મારી પ્રજાનું પણ પ્રણ છે. જો હું અકબરની ગુલામી કરું તો તો મારી પ્રજાનુ પણ પ્રણ ટૂટે અને એ હું જીવીશ ત્યાં સુધી થવા નહિ દઉં.

અને મનમાં સંકલ્પોના, નિશ્ચયના પડઘા પડ્યા....

" ઉદયપુર એ માતૃભૂમિની રક્ષા કરતું હતું, કરે છે 'ને કરતું રહેશે. માતૃભૂમિ અને ધર્મની રક્ષા માટે રાણો સ્વતંત્રતાના હવનમાં આહુતિ બનીને હોમાઈ જશે."

"અકબર! તું કિતના ભી મહાન હો જાયેગા, કિતને ભી રાજ જીતેગા પર ઈતિહાસ ગવાહ હોગા કી થા ઇક શેર મેવાડ કા, જો શેર કી ભાંતિ અકેલા ઘૂમતા થા ઔર ઘુર્રાતા ભી થા. યાદ રખ, તું જબ-જબ બાદલ બનકર ગરજેગા ઔર મુજ પર અધિકાર જમાને આયેગા તો સામને સે મેરી દહાડ આયેગી ઔર યાદ રખ! તું કભી ન મુજ તક પહોંચ પાયેગા. બસ! બાદલો કી તરહ રો દેગા.

ચાહે કિતને હી રાજમુકુટ હોંગે તેરે ચરણોમેં, લેકિન રાજપૂતાનાસે એક કમ હી આયેગા ઔર યાદ રખના જબ-જબ ઇસ માતૃભૂમિ કે સંતાન વો એક મુકુટ કો યાદ કરેંગે, ઉનકા સર ફક્ર સે ઊંચા હો જાયેગા. "

શું કહેવાની જરૂર છે કે આ કોણ છે?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.