જેવી પાર્ષદી ઘરની બહાર નીકળી તેની પાછળ તેની નાની દીકરી દોડી .મમ્મી હૂઁ અજય સાથે રમવા જાઊ મમ્મીએ ડોકું ધુણાવી હા પાડી.અને હીરલ ઘરની બાજુમાં આવેલા ગેરેજ તરફ દોડી.એ ગેરેજ એટલે અજયનું ઘર.એ એનાં પપ્પા મમ્મી સાથે ત્યાં રહેતો હતો.એ હમેશા હીરલ સાથે રમ્યા કરતો.અને બંને જણાં એકબીજાને ભરપૂર કંપની આપતા જ્યારે એમનાં ઘરે કોઈ ન હોય! હીરલ કહે,’ચાલને આપણે ઘરઘર રમીએ! અજય દોડીને ખાટલા પર બેસી જતો. ‘ચાલ આવીજા. તું મમ્મી ને હૂઁ પપ્પા .આજેતો મારે દહીંવડા ખાવા છે હીરા,મસ્ત બનાવ હોંકે! અને હીરલ કહેતી ‘અજય મને એ નહીં આવડે. ચાલને આપણે હોટેલમાં જઈએ ત્યાં જઈને ખાશું તું દહીંવડા ખાજે હૂઁ તો પાણીપુરી જ ખાઈશ. પછી બંને એ નાનકડી રૂમનાં એક કોર્નરમાં બે નાનાં સ્ટૂલ લઈને બેસી જતાં.’એ દો પ્લેટ લાઓ! દહીવડા ઔર પાણીપુરી!અને બંને પ્રેમથી એકબીજાને ખવડાવતા અને પછી પેટ પકડીને હસતાં . બસ આમ રમતા રમતા ક્યારે મોટા થઈ ગયા,ક્યારે પ્રેમમાં પડી ગયાએમને ખબર પણ ન પડી.હીરલનું નામ એટલેજ આવું પાડ્યું હતું કારણકે તેની આંખોમાં હીરા જેવી ચમક હતી. આમ તો તે ખુબજ શ્યામજ કહેવાય એવી હતી.

પાર્ષદી ગોરી ગોરી ને હીરલ શ્યામ! કોઈ માનેજ નહીં કે આ એની દીકરી છે.કદાચ એટલેજ નાની હીરલ પાર્ષદી સાથેબહુ નીકળતી નહીં. બધેજ લોકો સરખામણી કરીને કઇનીનેકઇ બોલે.પણ એ જીવની મસ્ત હતીએને કોઈ પરવા ન હતી દીલની પણ મસ્ત હતી.ગોળમટોળ કાયા ને ગોળમટોળ આંખો! પણ અજયને તે બહુ ગમતી.એ એને ખૂબજ લાડ લડાવતો. ખૂબજ મજા કરાવતો.એ લોકોનાં જીવનમાં તન અને ધનનું મહત્વ ન હતુ.એમના મન એક થઈ ગયા હતા.ફક્ત પ્રેમનું જસામ્રાજ્ય હતું અને એ બંને પ્રેમનાં મલકનાં રાજા ને રાણી હતા.હજુ તો સોળ વર્ષની થઈ ને હીરલે ઘરમાં કહી દીધું.’ હું તો અજયનેજ પરણવાની છું . ઘરમાં બધા આભાજ થઈ ગયા.’આ શું અત્યારથી પરણવાની વાત?પણ એ લોકોના આશ્ચર્ય વચ્ચે ઘરમાંકેઘરની બહાર , ગલીમાં કે શહેરમાં એ લોકો પ્રેમી યુગલની જેમ જ ફરવા લાગ્યા.બધાએ બહુ સમજાવી પણ માનવા જ તૈયાર નહીં. હીરલ એકનીએક દીકરી પાર્ષદીને દીપકને તો ધ્રાસકો પડ્યો,આ તો ભાગી જશે તો નામબગડશે ચાલો એનાં કરતાંતો હા પાડી દઈએ.

અજય આમતો રૂપાળોં ,તંદુરસ્ત અને સાલસ છોકરો છે.હા બહુ ભણ્યો નથી પણ જોઈ લેશું,સાચવી લેશું.આમ અઢાર વર્ષની હીરલ અને બાવીશ વર્ષનાં અજયનાં વાજતેગાજતે લગ્ન લેવાઈ ગયા.અજયને એના માતપિતા ગરીબ કહેવાય અને હીરલ લોકો સધ્ધર કહેવાય .હીરલનો ભાઈ ખૂબકમાતો અને પપ્પા પણ સારું ભેગું કરી ચૂક્યા હતા.એટલેવાંધોના આવ્યો.હીરલને સારુંએવું કન્યાદાનમાં આપ્યું.અને બંને પક્ષે બધું સાંગોપાંગ ઉતરી ગયું.વર્ષો પર વર્ષો વીતતા ગયા.કોઈને કલ્પનામાં ના આવે એવો બદલાવ અજયમાં જોવા મળ્યો.કોણ જાણે ક્યાંથી એને એક ગુરુ મળી ગયા અને ધીરે ધીરે એ એમનો માનીતો શિષ્ય બની ગયો. S S S સત્યમ શિવમ સુન્દરમ એક સંસ્થા જેમાં યોગા બ્રહ્મ વિદ્યા મેડિટશન આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવતું તે સંસ્થાનો પટ્ટ શિષ્ય અજય હવે નાનો ગુરુ બની ગયો.ધીરે ધીરે એની વાણી જાદુકરવા લાગી.વાણી પર પ્રભુત્વ આવતું ગયું.એનાં ઓજ ને તેજ વધતાં ગયા.એ તો મોટો ગુરુ બની ગયો.એનાં માન પાન વધી ગયા.અને---હીરલ! તમે શું માનો છો?એ પણ હવે હીરામા બની ગયા.ગુરુપત્ની હીરામાનામે જાણીતી થઇ ગઇ. S S S નાં ઘણાં બધા વિદ્યાર્થીઓમાં આ કપલ બહુજ માનીતું થઇ ગયું.લોકો આવીને પ્રશસા કરે એમની વાતો સાંભળે એમને ગુરુ દક્ષિણા આપે,એમને ભેટસોગાદો આપે .એક સમારંભમાં પાર્ષદી અને દીપકે જોયું કે લોકો અજય ગુરુને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે ત્યારે તો મોંમાં આંગળા નખાઈ ગયા!સાલું આ શું?આપણે સત્ય જોઈએ છીએ કેસ્વપ્ન?દીપક કહે, ‘પાર્ષદી મને ચીટીયો ભરને હું જાગું છું કે ઉંઘમાં સ્વપ્ન જોઉં છું.પાર્ષદી કહે હવે ગાંડા થાવ મા! આ આપણી દીકરીએ જુઓ જમાઈને ક્યાંનાં ક્યાં પહોંચાડી દીધા.નસીબ ,ભાગ્ય તોએનાજને!એનાં કુમકુમ પગલાં એ ગેરેજમાં થયાં અને અજયડો અજય ગુરુ બની ગયો.હવે તો સંજોગો પ્રમાણે બધા બદલાઈ ગયાં. હીરાલના ભાઈ જીતેન્દ્રએ પણ બન્નેનેઘરે બોલાવ્યા અને એણે નવું ઘર લીધું હોવાથી જૂનું ઘર હીરામાને નામે કરીને બંનેને ઉપકારમાં દબાવી દીધા.બહુ આનાકાની સાથે એમણે માની લીધું અને એ ઘરમાં રહેવા ગયા.હવે તો હીરામા ખૂબ હોંશિયાર થઇ ગઈ.ગમે એટલા લોકો હોય આશ્રમનુ રસોડું એજ સંભાળે,બધાને જમાડે હેતથી ખવડાવે અને ગુરુજીની પ્રસન્નતા મેળવે.હીરામાનું ફ્રીડ્જ શાકભાજી ફ્રુટ અને ડ્રાયફ્રુટથી ઓવરફ્લોડેડ હોય.ઘરમાં પણ શિષ્યઅને શિષ્યાઓની ચહલપહલ વધી ગઇ.

ધીરે ધીરે અજયગુરુની શિષ્યાઓ વધવા લાગી અને પછી તો એની પટ્ટશિષ્યાઓ પણ થવા લાગી.અજય અ હીરામાનો પ્રેમ હજુ એવોજ હતો.અજય એના ઉપર આવતા પ્રેમપત્રો હીરાને બતાવતો,વંચાવતો ને બંનેજણા ખૂબ ખૂબ હસતા. પણ એક વાર હીરા ને અચાનક બેંગકોક જવાનું થયું અને અજયને તિરુપતિ!અજય અર્ચનાને સાથે લઈ ગયો અને હીરાને તિરુપતિ સીધા મળવાનું કહ્યું.અને જ્યારે ત્યાં હોટેલના રૂમમાં અચાનક ગઈ અને એણે પલંગ પર ગુલાબની પાંખડીઓ અને રૂમમાં રંગબેરંગી કેંડલ્સ જોઈ ત્યારે-------અને અર્ચનાને સૂતેલી જોઈ !અજય ત્યાંજ બાજુમાં બેઠેલો જોયો !એ રાત્રે હીરલ ખૂબ રડી ખૂબ રડી.એને યાદ આવ્યું જ્યારે પહેલી વાર એની સાથે અજયે લગ્ન પહેલા સબંધ કર્યો હતોત્યારે બંને વચ્ચે એવી વાત થઈ હતી કે ફિજીકલ રિલેશનથી સબંધ બંધાતા નથી કે તૂટતા પણ નથી મુખ્ય તો ઇમોશન-લાગણી –આત્માનો સબંધ જ પ્રેમ સાચો પ્રેમ કહેવાય.જેથી પહેલેથીજ છૂટ આપી હતી એ એને કાંઇ અસર નહી કરે એમ એ હમેશા કહેતી.અજયે કાન પકડી માફી માંગી અને એને પટાવી લીધી.દિવસો જતાં ગયા ને S S S નાં કેન્દ્રોં વધવા લાગ્યા.મુંબઈનાં તો ચાર ખરાજ એ ઉપરાંત સુરત ,અમદાવાદ,અને બેંગલોરમાં પણ થઈ ગયા.અજયગુરુની તો બોલબાલા હતી.એના મોટા ગુરુને એના પર ખૂબ જ વિશ્વાસ હતો ભરોસો હતો અને કહોને કે એના પર ચાર હાથ હતા.દરેક નવા કેન્દ્રમાં એનેજ મોકલે.બહારગામ જવાનું ઘણી વાર!એટલે અજયની કામલીલા વધતી ગઇ.હીરલ ત્યારે આશ્રમમાં અજયના માતપિતાનું ધ્યાન રાખતી સેવા કરતી.હવેતો ચાર ચાર શિષ્યાઓ સાથે એનું નામ ચર્ચાવા લાગ્યું ,હીરલ બિચારી શું કરે!

અજયનું વર્ચસ્વ વધતું જતું હતું,માફી ને શિક્ષાથી એ હવે પર થઈ ગયો હતો.મોટા ગુરુજી પણ આંખ આડા કાન કરતાં હતા.કારણ એમને અજય વગર ચાલે એમ ન હતું.કેન્દ્ર પ્રચાર માટે પરદેશમાં પણ એનેજ મોકલતા.સંસ્થાનો મોભ કે સ્તંભ એજ હતો.હીરામા અને અજય-પૈસાની રેલમછેલ હતી,ભેટસોગાદોનો પાર નહોતો.વળી ઉપરાઉપરી બહારગામને ફોરેનની ટુરો કરવા મળતી હતી.હીરલને કોઈ વાતની ખામી નહોતી પણ એકજ દુખ હતું એના પ્રેમના ભાગીદાર બહુ વધી ગયા હતા.પાર્ષદી પાસે ક્યારેક રડી લેતી બાકી જાહેરમાં તો હસતાં જ રહેવું પડે.અને આંખો ચોરીને એ બધુ જોતી પણ આંસુ અંદર જ પી લેતી.કારણ અજય એને પટાવી લેતો એને પણ બટકું બટકું પ્રેમ આપતો રહેતો.એક દિવસ અર્ચનાએ આંચકો આપ્યો,’હીરામા તમે અજયને ડાયવોસ આપી દ્યો એટલે અમારો રસ્તો સાફ થાય.અજય ચૂપ જ રહ્યો,જોઈ રહ્યો હીરલ સામે! હીરલ સમજી ગઈઆમાં એની પણ મૂક મરજી છે.અજયે એ રાત્રે એને ખૂબ સમજાવી કે આ થોડો વખત માટે જ છે હમણાં તું હા પાડ અમે રજીસ્ટર મેરેજ કરી લઈએ-હું તારી સાથેજ રહીશ અને તને તો હું છોડવાનો જ નથી હું ક્યાંયે નહીં જાઉંબસ! આપણે લોકોને નહીં કહીએ કે છૂટાછેડા લીધા છે આપણાં બે વચ્ચે જ એ વાત રહેશે.આ અર્ચનાને લીધે!એની મમ્મી માનતી નથી.તું જુએ છેને હમણાં આપણી બંને ફોરેનની ટ્રિપમાં પૈસા એ લોકોએ આપ્યા હતા.હીરલ કઈ જ બોલી ના શકી.અજય એનું ધાર્યું જ કરશે એ સમજી ગઈ હતી એણે ડાયવોસ પેપર પર સાઇન આપી દીધી.ઘરમાં પણ કોઈને કીધું નહીં.મોટા ગુરુજીને ફક્ત ખબર હતી.S S S માં ધીરે ધીરે બધાને ગંધ આવી ગઈ.ઘરમાં ગલીમાં અને આડોશીપાડોશી બધા હવે જોવા લાગ્યા કે અજય અને અર્ચના સાથે ફરે છે,હાથમાં હાથ નાખીને લીલાલ્હેર કરે છે.પણ કોણ બોલે? બધા પાછળ બોલે કે કઈ લાજ શરમ છે!પણ બધા પોતપોતાનાં કામમાં પડ્યા હોય ભૂલી જાય.હવે હીરલ S S S માં કામ નહોતી કરતી. અજય સાથે અર્ચના જ જતી થઈ ગઈ.હનીમૂનથી આવ્યા પછી અર્ચના ઘરમાં પણ સાથેજ રહેવા લાગી.હીરલના ઘરમાં રોજ રોજ્ ઝગડા થવા લાગ્યા.થોડા વખતમાં અર્ચનાને પણ પત્ની તરીકે સમજાઈ ગયું કે આમાં મજા નથી કારણકે હવે અજયગુરુની જિંદગીમાં વૃશાલી આવી છે.

આજકાલ એ વૃશાલિનાં પાશમાં જોવા મળે છે.ધીરે ધીરે બીજી બે ઉપ પત્નીઓ જેવી જ અજયની જિંદગીમાં સામેલ થઈ ગઈ.ચાર ચાર બધીએ વારા રાખવા મંડી અને બધી સાથે ઝગડે ય ખરી.હીરામાએ શારીરિક સબંધ તો તોડી નાખ્યો હતો પણ લોકલાજે ,મમ્મીપપ્પાની આબરૂ ન બગડે એટલે છુટાછેડા જાહેર ના કર્યા અને અજયને ઘરમાં સાથે રાખ્યો.સાથે સાથે એની બેત્રણ સખીઓને પણ સંઘરતી હતી અને પાળતી હતી.વારા પ્રમાણેસ્તો! અજયની મારઝૂડ પણ ઘણી વાર આ બધામાં સહન કરતી હતી.પણ આ બધુ પ્રેમને માટે !અજય એને પ્રેમ તો આપતો જ હતો એની સાથે સમય ક્યારેક વીતાવતો હતો.ક્યારેક બહારગામ પણ બધાની સાથે પણ લઈ જતો,પછી તો બહારગામના પણ વારા રાખી લીધા.ગજબ પુરુષ હતો.બધાને પ્રેમ આપતો,મીઠી મીઠી વાતો કરતો અને કોઈ પણ જાતનો ક્ષોભ નહીં.શરમ નહીં .હીરલને કહેતો હું પ્રેમ ઉપર અભ્યાસ કરું છુ પ્રયોગો કરું છુ કે સાચો પ્રેમ કયાઁ મળે કેવી રીતે મળે અને એમાથી શાંતિ સુખ અને આત્માને પરમાત્માનું મિલન કેવી રીતે થાય.હા! વળી હીરલને એમ પણ કહેતોકે તું મને સાથ આપ,તને હું તો કદી નહીં છોડું. આ બધી તો તિતલીઓ છે તું તો મારી ખાસ છે ,પટ્ટરાણી છે તારા વગર હું નહિ જીવી શકું.હીરલને તો છૂટકો જ નહોતો.અજય વગરની જિંદગી એ કલ્પી પણ શકતી નહોતી.એ ભણેલી નહોતી,રૂપાળી નહોતી,વળી એને પણ સુખસાયેબી માણી હતી અને જલસા કર્યા હતા. સેવા સાથે મેવા ખાવાની ટેવ એને પણ પડી ગઈ હતી. હવે અજયને છોડે તો એના જેવો બીજો એને ક્યાંથી મળવાનો! જેની પાસે પૈસા હોય સત્તા હોય અને પ્રેમ પણ હોય!એટલે આમજ દિવસો વિતતા ગયા.એવામાં અજયને S S S માથી પાણીચું મળી ગયું ,એ અને અર્ચના પૂના રહેવા ગયા.એમનાં ઝગડા ચાલુ થઈ ગયા.થોડા સમયમાં અર્ચના અજયને છોડીને ચાલી ગઈ.હીરલને સંતોષ થયો.એને થયું કે ભગવાનને ઘેર દેર છે અંધેર નથી. હવે એને આશા જાગી થયું કે હવે આ બીજી બધી તિતલીઓ પણ ધીરે ધીરે આમજ ઊડીએચએએસ જશે હું જ રહીશ મારા અજયની એકનીએક રાણી-ખબર નથી એની ઇચ્છા પૂરી થશે કે નહિ?પણ આ પુરુષ નામે ભમરો ખરેખર જિંદગી ભર આમજ ભમતો રહેશે તો કેટકેટલા જન્માંતરનાં ચક્કર મારશે? એ તો ગુરુ છે એને તો ખબર હશે જ ને? આ પ્રેમગુરુ નો અંત કોઈ લખી જણાવશો? આ વાર્તાનો અંત છે પણ થોડી રાહ જોઈ શકશો ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.