ચાલ સખી...મોડુ થાય છે રંગબેરંગી ચણીયાચોળી અને લીલી ચટકદાર ચુંદડી પહેરી ને રીતુ સીમી ને બોલાવતી હતી ચાલ ચાલ...

આજે નવલા નોરતા ની આઠમ ની રાત ના ગરબા છે ગરબે ઘુમી લઇએ અને આમ પણ ગરબા તો હવે માંડ બે કલાક જ રમવા મળે છે..રીતુ ઉતાવળે ઉતાવળે સીમી ને બોલાવતી હતી પણ એની નજર ચકળ વકળ ચારેબાજુ ફરતી હતી જાણે મલય એની આસપાસ મા હોય

અને સીમી ચપ્પલ પહેરતા પહેરતા.. દોડતી આવી એણે પણ આજુબાજુ નજર કરી ને બોલી રહેવા દેજે હો.. ચીબાવલી તારે કેમ ઉતાવળે પાટીઁ પ્લોટ મા જાઉ છે એની મને ખબર છે હો.... અને બેઉ સખીઓ હસી પડી..

. રીક્ષા પકડી ને પાટીઁ પ્લોટ પહોંચી ને રીતુ ચારેકોર નજર ફેરવી ને જોવા લાગી આ માનવ મહેરામણ ના મેળા મા એનો મનગમતો માણીગર ક્યાય નજરે ચડતો નોતો રીતુ આકુળ વ્યાકુળ થઇ ગઇ .સીમી ને બોલાવી આ જો ને સીમી આજે મારે ખાસ મળવુ હતુ મલય ને બે દીવસ પછી તો ગરબા બંધ અને મલય ને મળવા નુ પણ બંધ.. આ નવરાત્રી મા ચાન્સ મળી જાય છે પછી તો કોણ જાણે ક્યારે મળવા નુ થાય મલય નોરતા માટે ખાસ અમેરીકા થી આવ્યો છે .. અને એ... આજે દેખાતો કેમ નથી રોજ તો ગેટ પાસે મને લેવા આવે છે ને આજે...શુ થયુ હશે.. સીમી બોલી મને ખબર છે મલય અમેરીકા થી આવ્યો છે હુ જોઉ છુ છેલ્લા બે વરસ થી મલય નોરતા મા તને મળવા અને તારી હારે ગરબે ઘુમવા આવે છે એટલી ઉતાવળી બાવરી થા મા આ જો તારી પાછળ ઉભો ઉભો ... સીમી એ રીતુ ને પછવાડે કરી અને મન ના માણીગર ને જોતા રીતુ ગાંડીઘેલી થઇ ગઇ...અને મલય નો હાથ પકડે છે ત્યા તો માઇક મા થી ગરબા નો અવાજ આવ્યો (મોર બની થનગાટ કરે મારુ મન મોર બની થનગાટ કરે..).. અને આ લોકગીત સાંભળતા જ રીતુ ગરબે ઘુમવા લાગી પોતા ના મન ના માણીગર મલય સાથે....

સીમી જોઇ રહી ને બોલી આ જોડી ને કોઇ ની નજર નો લાગે.. રીતુ રુડી રુપાળી રાધા જેવી અને મલય શ્યામ ... પણ જોડી બહુ સુંદર લાગે છે જાણે( રાધા કૃષ્ણ ની જોડી ).અને સીમી એની બહેનપણીઓ સાથે ગરબા રમવા મા મશગુલ થઇ ગઇ પણ થોડી થોડી વારે સીમી રીતુ ની સામે નજર કરી લેતી પણ રીતુ અને મલય ને તો જાણે પોતાના બે સીવાય પાટીઁપ્લોટ મા કોઇ છે જ નહી એવીરીતે એકબીજા મા ખોવાઇ ગયા હતા બેઉ ની આંખો મા એકબીજા ના ચહેરા જોઇ ને પ્રેમ મા ભાન ભુલી ગયા હતા પાગલ બની ગયા હતા.. સીમી વીચારતી કાશ મારા જીવન મા પણ મલય જેવો હેન્ડસમ છોકરો આવી જાય.. રાત ના બાર વાગી ગયા.. સીમી ની બહેનપણીઓ ઘરે જવા નીકળવા લાગી સીમી... રીતુ ની પાસે આવી અને બોલી હાલ માવડી હવે ઘરે પણ રીતુ તો મલય નો હાથ છોડવા તૈયાર નોતી રીતુ બોલી હવે બે દીવસ જ બાકી છે મલય તો પાછો અમેરીકા ભાગી જશે ત્યા તો વચમા જ મલય બોલ્યો તુ અત્યારે ઘરે જા મોડુ થઇ ગયુ છે કાલે આપણે નીરાતે મળીશુ..સીમી તો રીતુ ને રીતસર ની ખેચી ને લઇ ગઇ અને રીક્ષા મા બેસાડી દીધી. સીમી બોલી.. ધીરજ રાખ મલય તારો જ છે ને તારો જ રહેશે.. અને નવરાત્રી પુરી થતા દશેરા ના દીવસે મલય ઉપડી ગયો અમેરીકા .. રીતુ તો જાણે એના શરીર મા થી પ્રાણ જતા રહ્યા હોય એમ નીજીઁવ જેવી થઇ ગઇ એના મમ્મી શુશીલા બેન દીકરી ના હાલચાલ જોઇ સમજી ગયા કે રીતુ ને કોઇ છોકરા સાથે પ્રેમ થઇ ગયો લાગે છે રીતુ ના લક્ષણ એવા છે અને શુશીલાબેન સીમી ની પાસે વાત નો તાગ મેળવવા સીમી ના ઘરે આવ્યા થોડીઘણી તો એમને ગંધ આવી ગઇ હતી કે દાળ મા કાઇ કાળુ છે.. સીમી સાથે કોલેજ ની વાતો કરી ને પુછ્યુ કે રીતુ ને થયુ છે શુ જ્યાર થી નવરાત્રી પુરી થઇ છે ત્યાર થી જીવ વગર ની થઇ ગઇ છે નથી બરાબર ખાતી પીતી કે નથી વાતો કરતી ઘર મા ફુદરડી ની જેમ ફરનારી દીકરી ને શુ થયુ છે આ છેલ્લા બે વરસ ની નવરાત્રી થી રીતુ ની આ હાલત છે નોરતા પત્યા પછી...સૂનમુન થઇ જાય છે એને શુ થયુ છે એની તને ખબર છે ,સીમી મુંજાણી શુ કહેવુ આન્ટી ને , આન્ટી હુ પાણી લઇ આવુ તમારી માટે (છટકવા નો રસ્તો) શુશીલા બહેને સીમી નો હાથ પકડી ને સીમી ને બેસાડી દીધી અને પાછુ પુછ્યુ તને કાઇ ખબર છે સીમી એ કહ્યુ હા આન્ટી રીતુ ને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે એનુ નામ મલય છે અમેરીકા રહે છે ને નવરાત્રી મા અહીયા ગરબા રમવા આવે છે બે વરસ થી રીતુ સાથે પ્રેમ નો સંબંધ છે શુશીલાબેન બોલ્યા મલય? નામ તો કાઇક જાણીતુ લાગે છે હા... યાદ આવ્યુ . સીમી બોલી આન્ટી કઇરીતે જાણીતુ છે શુશીલાબેને વાત કરી કે રીતુ જ્યારે જન્મી ત્યારે મલય નામ નો એક છોકરો પણ જનમ્યો હતો મલય અને રીતુ એક જ હોસ્પીટલ મા એક કલાક ના અંતરે જનમ્યા હતા( હવે એજ મલય હશે કે નહી એતો ભગવાન જાણે...) મલય ની મમ્મી માલતી સાથે આંખ ની ઓળખાણ હતી ગભઁ શ્રીમંત પરીવાર માલતી અને માલતી પણ મને ઓળખતી અમેપણ સુખી ઘર ના રુટીન ચેક અપ માટે હોસ્પીટલ મા વારેઘડીએ મળવા નુ થાતુ એમા થી ફ્રેન્ડશીપ થઇ ગઇ એટલે બન્ને ના જન્મ પહેલા અમે બોલી કરી હતી કે તારે દીકરી ને મારે દીકરો આવશે તો આપણે સંબંધી ,વેવાણો બનશુ અને હકીકત મા મારે રીતુ અને એને મલય... રીતુ ગોરી અને મલય શ્યામ હોસ્પીટલ મા જ રાધા કૃષ્ણ ની જોડી તરીકે ઓળખાવા લાગ્યા હતા...અને હોસ્પીટાલ મા થી છુટ્ટા પડી ને થોડો વખત તો અમે એકબીજા ના ઘરે છોકરાઓ ને રમાડવા લઇ જતા બગીચા મા લઇ જતા અને લગભગ બેઉ સાતેક વષઁ ના થયા હશે અને અચાનક એક દીવસ માલતી નો મને ફોન આવ્યો કે શુશીલા અમે અમેરીકા સેટલ થઇએ છીએ આપણે બેઉ એ જે એકબીજા ને કોલ આપ્યા છે એને તોડી નાખીએ કારણ મલય અત્યારે તો નાનો છે પણ પછી અમેરીકા જેવા છુટછાટ વાળા શહેર મા કદાચ બદલાઇ જાય ત્યા ના રંગે રંગાઇ જાય અને ઇન્ડીયા ની છોકરી ગમે કે નહી એના કરતા તુ પણ છુટ્ટી અને હુ પણ છુટ્ટી... અને મે પણ કોઇ વીરોધ વગર હા પાડી દીધી કારણ માલતી ની વાત મા દમ હતો..અને અમે છુટ્ટા પડ્યા પછી તો અમે મુંબઇ થી અમદાવાદ સેટ થયા રીતુ તો બાળપણ નો ભેરુ મલય ને સાવ ભુલી ગઇ.. હુ પણ માલતી સાથે ની વાતો... સાવ સપના ની જેમ ભુલી ગઇ..રીતુ મોટી થઈ કોલેજ મા આવી ગઇ અને એ અરસા મા એની કોલેજ ને નાટક ના સ્ટેજ શો માટે અમેરીકા ની કોલેજ નુ નીમંત્રણ મળ્યુ.. અને રીતુ નાટક ની મુખ્ય નાયીકા હતી...કદાચ... હવે મને એમ લાગે છે કે ત્યા એને મલય મળ્યો હોવો જોઇએ અને ભગવાને સજેઁલી જોડી પાછી ત્યા મળી હોવી જોઇએ.. ચાલ હવે હુ જાઉ છુ પણ તુ રીતુ ને કાઇ કહેતી નહી આપણે પણ ..અજાણ્યા રહી ને નાટક જોઇએ... પણ સીમી તુ હવે વાતવાત મા મલય નો ફોન નંબર લઇ લેજે રીતુ પાસે થી. પછી આપણે જોઇએ હુ પણ રીતુ ના પપ્પા ને વાત કરુ.. થોડા દીવસ પછી શુશીલાબહેન ને સીમી નો ફોન આવ્યો આન્ટી કેમ છો મજામા મે તમારુ કામ પતાવી દીધુ છે રીતુ પાસે થી મલય નો નંબર લઇ ને મલય ને ફોન કયૉ હતો કે મારે અમેરીકા મા વસતા આપણી નાગર નાત ના ગુજરાતીઓ નુ લીસ્ટ જોઇએ છે ત્યા તો મલય વચ્ચે જ બોલી ઉઠ્યો તુ મારી મમ્મી માલતીબહેન નો ફોન નંબર લઇ લે બધી જ માહીતી હોશે હોશે આપશે અમેરીકા મા મમ્મી નાગર નાત ના પ્રેસીડન્ટ છે અને આન્ટી માલતીબેન નામ સાંભળતા હુ ઉછળી પડી.. કે આ તો એ જ મલય છે આન્ટી હુ બહુ જ ખુશ છુ કે રીતુ ને એનો બાળપણ નો જોડીદાર મળી જાશે અને અત્યાર નો પ્રેમી પણ.. કેવુ કોઇન્સીડન્સ... તો શુશીલાબેન બોલ્યા હરખફદુડી હવે જલ્દી થી મને ઇ ફોન નંબર આપ હુ પણ ચેક કરુ કે આ ઇ જ માલતી છે અને શુશીલાબેને ફોન લગાડ્યો.. માલતીબેને ઉપાડ્યો તો ખરા પણ એમની ગુજરાતી ભાષા બદલાઇ ગઇ હતી પણ હોશીયાર શુશીલાબેન અવાજ પારખી ગયા અને માલતીબેન ને જુની વાત યાદ કરાવી ને મલય રીતુ ના મેળાપ ની વાતો કરી માલતીબેન તો જાણે ..સ્તબ્ધ થઇ ગયા ખોવાઇ ગયા જુની વાતો મા શુ ખરેખર ભગવાને આ જોડી જનમતા ની સાથે બનાવી લીધી હશે જેનો આટલા વષૉ પછી મેળાપ થયો માલતી એ કહ્યુ હવે તુ મારુ નાટક જો કેવીરીતે હુ મલય ને લઇ ને ઇંન્ડીયા આવુ છુ અને માલતીબહેને મલય ને કહ્યુ મારી એક બહેનપણી ની છોકરી નુ માગુ આવ્યુ છે અને આપણે ઇન્ડીયા જવાનુ છે મલય ના ના કરતો રહ્યો ને માલતી બહેન એને લઇ ને અમદાવાદ એરપોટઁ ઉપર મલય ને લઇ ને ઉતયૉ મલય તો ખુશ ખુશાલ થાતો પુછી લેતો ... હે . મમ્મી અમદાવાદ મા ક્યા રહે છે તમારી બહેનપણી...અને મન મા ને મન મા વીચારતો કે (મમ્મી ને પટાવી લઇશ રીતુ માટે ) માલતીબહેન હસવા નુ રોકી ને બોલ્યા બેટા મને શુ ખબર કેટલા વરસે તો હુ ઇન્ડીયા આવી છુ... એરપોટઁ થી ટેક્સી ઉપડી અને આગળ આગળ જતા રસ્તાઓ ના નામ મલય બોલતો મમ્મી આતો કરસનપોળ અને આ જો હુ નવરાત્રી મા ગરબા રમવા આવુ છુ ને એ પાટીઁ પ્લોટ માલતી બહેન બોલ્યા તુ તો તારા ફ્રેન્ડ ની સાથે ઇંન્ડીયા ગરબા રમવા આવતો હતો ને તો તારો ફ્રેન્ડ ક્યા રહે છે... અમદાવાદ મા... તારી યાદશક્તી તો બહુ સારી છે મલય... અને વાતોવાતો મા ટેક્સી રીતુ ના ઘર આગળ ઉભી રહી મલય તો ઉછળી પડ્યો મમ્મી આ છે તમારી બહેનપણી નુ ઘર ... શુશીલાબહેન દરવાજે આગ્તાસ્વાગતા કરવા ઉભા જ હતા દરવાજા ની પાછળ રીતુ લપાઇ ને ઉભી હતી અને દરવાજે મલય ને જોતા આશ્ચયઁ થી એની આંખ મોટી થઇ ગઇ હતી રીતુ ને પણ શુશીલા બહેને કહ્યુ હતુ કે( મારી બહેનપણી એના દીકરા ને લઇ ને તને જોવા આવે છે) રીતુ તો દરવાજા ની બહાર આવી ને મમ્મી ને ભેટી પડી મમ્મી નવરાત્રી મા હુ આ મલય સાથે જ ગરબા રમુ છુ તને કેવી રીતે ખબર પડી કે હુ અને મલય.... હા...શુશીલાબહેન બોલ્યા આ લોકો ને ઘર ની અંદર તો આવવા દે પછી અમે તમને વાત કરીએ અને ઘર ની અંદર આવી ને માલતી બહેને મલય ને વષૉ જુની વાત કરી અને શુશીલાબહેને રીતુ ને વાત કરી કે તમારી જોડી તો ભગવાને તમારા જનમતા ની સાથે હોસ્પીટલ મા જ બનાવી લીધી હતી તે જોજન દુરી મા રહેતા હોવા છતા તમારો બેઉ નો મેળાપ થયો આનુ નામ કહેવાય કે (રબ ને બના દી જોડી)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.