એ પળ......

કેટકેટલી તૈયારી કંકોત્રી, વાડી, આમંત્રિતોનું લિસ્ટ પાનેતર,ઘરચોળું,દાગીના, કપડાં આખરે આવ્યો એ દિવસ મંડપમુહૂર્ત, ગ્રહશાંતિ, મોસાળું હસ્તમેળાપ, સત્કારસમારંભ અને એ પળ....... કેટકેટલું વિચાર્યું હતું મનને કઠણ કરવાનું આપીશ હસીને વિદાય ત્યાં તો આવી એ ધીમે પગલે 'મમ્મી' કહેતી વળગી મને એ જ વહાલ, માસૂમિયત આવતી નિશાળેથી દોડીને 'મમ્મી' કહીને વળગતી મને શું કરું બેટા! ક્યાંથી લાવું એ બળ કેમ કરું તને હું અળગી ત્યાં તો સ્પર્શ્યો મારા શિરે એક કંપિત પ્રેમાળ હાથ એ જ વહાલ, હૂંફ ભર્યો જોયું ફરીને માની આંખમાં ત્રીસ વર્ષ પહેલાનું થીજેલું આંસુ સમજાયું સત્ય જીવનનું મળ્યું બળ દીકરીને સાસરે વળાવવાનું !

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.