પળોને કેદ કરી તસવીર બનાવી જાય છે કેમેરો,

કદી ન ભુલાવી શકાય એવી યાદો જન્માવી જાય છે કેમેરો.


આમ તો આ ભાગતી જતી જિંદગીને ઉભું રે’વાનું ક્યાં સ્મરણ જ છે,

એમ છતાં ખુશીઓની બે પળને થોભાવી જાય છે કેમેરો.


પ્રેમિકાની એક ઝલક માટે ભલા કયો આશિક ન તરસતો હોય,

ચોરી-છુપીથી એની મુસ્કાનને કંડારતા આશિકને મલકાવી જાય છે કેમેરો.


દુનિયાની કઇ તાકાત છે એવી જે બાળપણની હઠને મનાવી શકે,

રડતા એ બાળકને પણ પળભરમાં હસાવી જાય છે કેમેરો.


વર્ષો સુધી કઇ રીતે યાદ રે’ત નહી તો જુદા થયેલી પ્રેમિકાનો ચહેરો,

આખરી મુલાકાતને તસવીર રૂપે સજાવવા જો ન હોત આ કેમેરો.


જીવનસંધ્યાએ પહોંચેલા વૃધ્ધની આંખો જ્યારે નિહાળે છે જુની તસવીરો,

ધુંધળી થયેલી એ આંખોને પણ જુવાનીનું જોશ ચડાવી જાય છે કેમેરો.


જીવનભર કેટલીય અણમોલ યાદોનું ભાથું સજાવે છે આ કેમેરો,

વિતેલા દિવસોની એ યાદોને આજે પણ જીવાડી જાય છે આ કેમેરો.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.