ચાલો, આપણે જીવનના જીવાઈ ગયેલા વર્ષો કરતાં શેષ રહેલા વર્ષો પર નજર દોડાવીએ. જે જીવાયું, જે બન્યું તેના લેખ-જોખા મેળવવામાં સમય બરબાદ કર્યા વિના અધૂરા રહી ગયેલા કાર્યોને પુરા કરવા આગળ વધવું.

દરેક વ્યક્તિ પોતાની આવડત , કર્તવ્યનિષ્ઠા અને સાહસવૃત્તિને આધારે સફળતા પામે છે.આપણી સફળતા કે નિષ્ફળતાનો આધાર કેવળ આપણી વિચારધારા કે અભિગમને આધીન છે.

જીવનમાં કૈક નવું કરવા, નવું વિચારવા કે શ્રેષ્ઠ પરિણામ મેળવવા બીજાથી જુદું કરવું પડે. એ માટે સલામત ઝોન માંથી બહાર નીકળવું જ રહ્યું. નવા કાર્ય પ્રત્યેનો ડર અને શંકા વિકાસમાં બાધારૂપ બને છે. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા સાહસ, કઠોર પરિશ્રમ અને હકારાત્મક અભિગમ જરૂરી છે.

બીજાથી આગળ નીકળવા કે પ્રગતિ કરવા નવું વિચારવું જ રહ્યું.ચીલાચાલુ જૂની ચાલ કે કામ કરવાની પદ્ધતિ મનને સંકુચિત અને બંધિયાર બનાવે છે. વાસ્તવમાં સફળતાનો સ્વાદ ચાખતા પહેલા નિષ્ફળ થવાની માનસિક તૈયારી રાખનાર અંતે સફળતાના શિખરો સર કરી જીવનને નવી દિશામાં લઇ જઈ સમાજને પ્રેરણારૂપ બને છે.


ટહુકો :

નવો વિચાર, નવું સાહસ અને દ્રઢ સંકલ્પ,

માણસને સફળતાના શિખરે પહોચાડે છે.

કેતન મોટલા ‘રઘુવંશી’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.