એક સરસ મજાનો ગણપતિ બાપા નો ફોટો,

થોડા દિવસ પેહલા મારા વોટ્સઅપ નંબર પર કોઈ અજાણી વ્યક્તિ એ ઍક ગણપતિ બાપા નો પીક મોકલ્યો..!
અનેં હુ વિચારો મા ખોવાઇ ગયો
સયાલિ અને હુ.. વિજય
બાળપણથી એક સાથે રમતા, ખાતા-પીતા, ડબ્બો શેર કરતા...
આજે આવે આનંદ એવો..?પણ હા, આજે ફોટો શેર કરતી વખતે એ જ આનંદ આવે છે..
કેટલું નિર્દોષ અનેં નિખાલસ હોય છે બાળપણ નહીં..!!
સમય પોતાનુ કામ કરે છે રેતી ની જેમ વહી ગયો.
ધીરે ધીરે મોટા થયા..
પરીવારો માં પહેલા થી કજીયા..
એક સમય એવો આવી ગયો કે એનાં પપ્પા એને લઇને અમદાવાદ જતા રહ્યાં..
કોઈ પણ સંપર્ક નહીં, આજ થી 17 વરસ પહેલા કોઈ ખાસ નાનપણ ની મિત્ર થી વિખુટો પડી ગયો હતો.
બહુ સમજ નહોતી અને સમય કેમનો વીતી ગયો ખબર ના પડી.
પણ નાનપણ એવું છે કે તમને તમારી જીંદગીની ફુરસદની પળો માં ફ્લેશ બેક થાય જ..
મને પણ એની યાદ આવતી.
નહોતું વિચાર્યું કે છુટા પડીશુ.. કોણ ચિંતા કરતું હોય બાળપણ માં આવી..?
લગભગ 10-12 વરસ નાં હતાં જ્યારે એને છેલ્લે જોઈ..
મેં પુછ્યું એને ,"ક્યા જાશ લી? "
એણે નિર્દોષભાવે કહ્યુ "મામા નાં ત્યાં ફરવા જવું છુ બકૂ"..!
જલદી આવજે સાથે રમવાનું અનેં ફરવાનું છે વેકેશન માં..આખું વેકેશન સાથે ધમાલ મસ્તી કરીશુ મારા માટે કાંઇક લઇ આવજે..પછી એની રીક્ષા જતી રાહી
મારા મામા નું ઘર પણ અમદાવાદ જ છે . ત્યાં ની હવા ત્યાં નું વાતાવરણ જ એવું છે કે છોડી આવવા નું
મન જ ના થાય પણ ધરતી નો છેડો તૌ ઘર જ ને.!
હુ મામા નાં ઘરે જાવ તો ફક્ત એક અઠવાડિયા માં પાછો આવતો,
પણ આ શું? આટલા બધાં દિવસ હજુ સયાલિ પાછી નહીં આવી.!! શુ થયુ હસે ...!
અમદાવાદ બહુ ગમી ગયું.. મેગા સિટી.. ગાર્ડન.. કાંકરિયા તળાવ....મોટા શહેર ની મોટી વાતું
થોડા દિવસ પછી સ્કૂલ શરુ થવાની હતી.. સયાલિ હજુ પાછી નહીં આવી..એ મારી એક ની એક સાથી દોસ્ત મિત્ર હવે ફરી
નહીં મળે મને એવી ખબર હોત તો જાવા જ ના દેત ને..!!
મેળા મા ફરવા જવાનું અને સાથે રમવાનું બધુ યાદ આવવા લાગ્યું ..એનો રૂમાલ, એનો અડધું રબડ , અડધો ટુકડો પેન્સિલ બધુ સાચવેંલું હતુ . મારી વસ્તુ સાચવી ને પરત આપતી હતી એ, એનાં પાસે થી જ તૌ શીખેલું સાચવવાનું..
શુ ખબર હતી સાચવવા માટે પોતાની રુડી યાદો જ આપશે..
જ્યારે અમદાવાદ જતો તયારે પણ વિચારતો કે," હશે મારી સયાલિ અહિયાં ક્યાંક જ. પણ અમદાવાદ કાઈ નાનું ગામ છે?. કયા ખૂણે બેસી રમતી હશે. નવા શહેર મા નવા મિત્રો પણ બનાવ્યા હશે.."
હવા મા એ સ્નેહ લાગતો મામા નાં ઘર ની બહાર કોમન પ્લોટ મા બગીચો હતો ત્યાં લપસણી ખાતા ખાતા વિચારતો કે એ પણ મને યાદ કરતી હશે ..? હિંચકા ખાતી વખતે પાછળ થિ એને ધક્કો મારતો ત્યારેએ કહેતી "વિજ્જૂ ધીરે ખવડાવ બકા મને ડર લાગે, હુ પડી જઇશ તો..? "
એ ઉમર મા પણ પૌરુષ ભાવે કહેતો "ચિંતા ના કર સાયૂ, હુ તને પકડી લઇશ ..નહીં પડવા દઉં..!"
આજે હિંચકા ખાતા એ વિચાર આવ્યો " કે જેમ હિંચકો દુર જઇ પરત આવે છે .!
એમ અસલી જીંદગી મા પણ ગયેલાં પાછા ના આવે..??
વખત પોતાનુ કામ કોઈને માટે ના રોકે.. મારા લગન થયાં..
નાની દિકરી આવી.. મન માં થતુ કે સયાલિ ના પણ લગન થઈ ગયા હશે.. બાળકો પણ થયાં હશે..
મે તો કદી એને નહીં જોઈ પણ જેમ હુ મોટો થયો એ પણ થઈ પણ એ જ યાદ છે, પાછા વળી બાય બાય ટાટા કરતી હતી..હજુ કાલ ની તો વાત હતી કે તુ ગઈ હતી.. બસ તુ એટલે અટકી ગઈ, તારી આવતી કાલ ના જ આવી..
દિવસો તૌ આમ જ કપાઈ રહ્યાં હતાં ધીમે ધીમે, પણ અચાનક જ અમુક દિવસ પહેલા બપોરે ગુડ આફ્ટરનૂન સાથે ઍક ફોટો આવ્યો.!
આતુરતા અનેં આશ્ચર્ય વચ્ચે મેં પુછ્યું ...
"કોણ?? માફ કરો મેં તમને નાં ઓળખ્યા"
રીપ્લાય આવ્યો,
"બહુ જલ્દી ભૂલી ગયો કહેતો હતો જલ્દી આવજે લી વેકેશન માં ફરવા જઈશું."
હૈયે હરખ નતો સમાતો , આ એ જ મારી બકૂડ઼િ સાયૂ હતી. શબ્દો નહોતા ઍને કહેવા કે ઍને કેટલો યાદ કરેલો યાર, પણ મે હિમ્મત કરી મીઠી ફરીયાદ કરી.!
"શું કરુ સાયૂ.. તે તો યાદ જ ના કર્યો .! ના કોલ ના મેસેજ , બહુ રાહ દેખાડી, જીંદગી મા આટલું લાંબુ વેકેશન નહીં જોયું અમદાવાદ એટલું બધુ ગમી ગયું તને..."
રીપ્લાય ...
"અમદાવાદ ગમે પણ નડિયાદ જેવું નહીં, જયાં બાળપણ અનેં બાળપણ ના મિત્રો સાથે સમય વીત્યો હોય ઍને કોઈ કેમનું ભુલાવી શકે..? અનેં સાચું કહું તો મને તો નડિયાદ કરતા પણ તું નડિયાદી બહુજ યાદ આવ્યો..!!
હુ પૂછવા જતો હતો હજુ કે.
'તુ ખુશ છે ને..??'
'તારા લગન થયાં કે નહીં.?'
બાળકો થયાં કેવા લાગે એકદમ તારા જેવા હસે ખુબસુરત ..સવાલો નો ઢગલો હતો મારા મન મા
પણ ઍને કીધું અત્યારે કામ મા વ્યસ્ત છું ફુરસદ મા વાત કરીશ. અનેં હા આમાં લાંબુ વેકેશન નહીં લઉ રાતે જ ફોન કરીશ.. કરીશુ નિરાંતે વાતું..!
નાનપણ નાં બધાં સંભારણા ઍક સાથે યાદ આવવા લાગ્યા
મે સપને પણ નહોતું વિચાર્યું કે એ પણ મને આટલો જ યાદ કરતી હશે..
જૂની યાદો .... કેટલી અણમોલ હોય છે..!!
એ દિવસ મારી જીંદગી મા ખૂબ જ ખુશી લાવેલો અનેં એ રાત પહેલી મુલાકાત જેવી જ ખુબસુરત હતી
આ લખતા લખતા હુ almost રડી રહ્યો છું...
કોશિશ કરી છે લખવાની..આપના પ્રતિભાવ ની રાહ જોઇશ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.