તરુણ અવસ્થા ના એ દિવસો કેમેય કરીને ના ભૂલાય કોઇ ને અને હું તો એ દિવસો ક્યારેય નહીં ભૂલી શકું..

બોરસદ મારા મામા નુ ઘર, વેકેશન મા હું ૧૫દિવસ રોકાવું.. બાળપણ થી જ હું મામા ના ઘરે રહેવા જઉ અને એ સિલસિલો તરુણ અવસ્થા સુધી જાળવી રાખ્યો છે. ત્યાં મારી દોસ્તી માનુ સાથે થઈ હતી.. માનુ નુ ઘર અને મામા ના ઘર ની એક જ દિવાલ...

એક વેકેશન દરમિયાન હુ મામા ના ઘરે રહેવા ગઈ હતી…૧૯૮૭ નુ વરસ હશે.. નવમા ધોરણનુ વેકેશન.. આવતા વર્ષે તો આવવા પણ નહીં મળે એમ વિચારી હું વહેલા આવી ગઈ હતી.

એક સાંજે અમે છોકરાઓ મહાદેવ ના મંદિર ની બાજુમાં આવેલા બગીચા માં રમવા માટે ગયા હતાં. રમવા રમવા માં રાત ક્યારે થઈ ખબર જ ના પડી.. આથમણી દિશા મા સૂરજ વિદાય લઈ રહ્યા હતા.. અંધારુ થવાની તૈયારી હતી.. હું ને માનુ રમવા માં ને વાતો કરવામાં ખોવાઈ ગયા હતાં.. મામી એ કહ્યું હતું કે સંધ્યા કાળ પહેલા ઘરે આવી જજો. પરંતુ વાતો મા ધ્યાન જ ના રહ્યું.. બધા છોકરાઓ ચાલ્યા ગયા હતા.. બગીચો ગામ ની ભાગોળે અને એ સમયમાં કોઈ ચોકીદાર પણ ના હોય કે જે અમને ભગાડી મૂકે...

મંદિર ની ઘંટી નો અવાજ સાંભળીને અમારું ધ્યાન વિચલિત થયું...

ઓહો.. માનુ બહુ જ મોડું થઈ ગયું.. મામી બહુ જ ખિજાશે... જલ્દી ચાલ..

હા યાર... મારી મમ્મી પણ ગુસ્સે થશે.. ચાલ...

અમે ઊભા થતાં હતાં ત્યાં એક માજી દુર થી અમારી બાજુ આવતા દેખાયા... નજીક આવી ને પૂછ્યું તમે ક્યાં રહો છો?

અમે કહ્યું, તમારે શું કામ છે?

તો કહે, મારે તમારી ઘરે આવવું છે..

હુ તો ગભરાઈ જ ગઈ!!

કેમ?.. અમારા ઘરે?

અમે તો તમને નથી ઓળખતા...

હા...તો પણ મારે આવવુ છે...

હવે તો હું ને માનુ એકદમ ડરી ગયા.

સંધ્યાકાળ પછી થી સ્મશાન ની પાસે રહેવા ની ભુલ અમને બહુ જ મોંધી પડવાની છે..

હજુ વધુ કંઈ વિચારું ત્યાં તો માજી નુ બિહામણું સ્વરુપ વધારે ડરાવી ગયું .. વાળ છૂટા થઈ ગયા, આંખો બહાર આવવા લાગી, જીભ લબલબ થવા લાગી, નખ લાંબા થઈ ગયા, પગ ઉલ્ટા થઈ ગયા...

હે ભગવાન, મને તો આજે પણ કંપારી છૂટી જાય છે. હું તો બેભાન જ થઈ ગઈ.. મને ખબર જ નહોતી કે પછી શું થયું?

આંખ ખુલી તો હું ઘર માં હતી. મેં મામી ને માનુ વિશે પૂછ્યું તો એમની વાત સાંભળી મારા પગ તળીયે થી જમીન ખસી ગયી.. માનુના શરીર મા એ આત્મા એ કબ્જો જમાવી દીધો હતો.. મામીએ ના પાડી છતાં હુ માનુ ને જોવા ગઈ તો... માનુ નુ શરીર દોરડા થી બંધાયેલું હતું, એના વાળ વિખરાઈ ગયા હતા.. અને આંખો ના ડોળા કાઢી ને એ મારી બાજુ જોઈ રહી હતી જાણે કે હમણાં જ મને ખાઈ જશે... હું દોડી ને ઘરે પાછી આવી ગઈ. પછી મામી એ મને એના ઘરે પાછી ક્યારેય જવા ન દીધી. પણ એની બૂમરાણ, જુદા જુદા પ્રકારના અવાજ મારા કાન ને ચીરી નાખતા હતાં.. હું ઘરે પાછી આવી ગઈ..

પછી તો ૧૦મું ધોરણ હોવાથી મામા ના ઘરે ફરી જવાનું ના થયું. એક વરસ સુધી હું ત્યાં ગઈ નહોતી. પરંતુ માનુ મારા દીમાગ માંથી ક્યારેય ગઈ નહીં...

વેકેશન પડતાં હુ જ્યારે મામા ના ઘરે ગઈ ત્યારે ખબર પડી કે માનુ તો લગભગ ગાંડા જેવી જ થઈ ગઈ છે.. સાંળગપૂર પણ જઈ આવ્યા પણ પરીણામ શૂન્ય...

દીવસે ને દીવસે માનુ કૃશ થતી જતી હતી અને એક દિવસ સવાર માં એના મમ્મી ની ચીસ સંભળાઈ. માનુ નો દેહ પંખા ઉપર લટકતો હતો.. છેવટે એ આત્મા એનો જીવ લઈ ને જ ગયો...

હું ખૂબ રડી! મારી ખાસ સહેલી હવે મારી સાથે નથી... હું આવી વાતો ખાલી વાર્તા જ હોય છે એમ માનતી હતી પણ સ્વાનુભવે મને બધું માનતી કરી દીધી...

મારા જીવનનો એ ગોઝારો દિવસ હું આજ સુધી ભૂલી નથી શકી..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.