‘નિરાંત’ બંગલા ની મહિલાઓ સૂરજ ઊગતા ની સાથે જ ઉઠી જઈ ને પોત-પોતાનાં કામે વળગે છે. એક મંદિર માં પ્રવેશે છે, બીજી કિચન માં.. એકાદ કલાક માં તો ઘર માં થી જાત જાત ના અવાજો આવવા લાગે છે. એક તરફ કુકર ની સિટી માં વાસણો ના ખખડાટ ડૂબી જાય છે, બીજી બાજુ મોટર થી ઉપર ની ટાંકી માં ચડતું પાણી છલકાઈ જતાં તેમાં થી નીચે પડતાં ધોરિયા નો અવાજ.. ત્યાં જ કયાંક બીજા રૂમ માં બાળક નું રુદન શરૂ થાય છે. બાળક ની મમ્મી કિચન માં થી તેનાં સુધી પહોંચે તે પહેલાં જ ઘર ની અધીષ્ઠાત્રી નો મંદિર માં થી ઘંટડી ના રવ સાથે સ્વર સંભળાય છે: ‘ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... માતા જશોદા કુંવર કાન ઘેર આવ્યા... મોતીડે વધાવ્યા રે....’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.