એકાંત


અભાવ તારો શૂન્ય કરે આખાયે ઉપવનમાં;

મહેકમાં પણ ફામ થઇ ગયો કષ્ટદાયી એકાંત.


રખડતો ભટકતો મનનાં વન વગડામાં;

ખુદમાં પણ બેધ્યાન થઇ ગયો એકાંત.


સાગરના તટ પર, હલેશા હૃદયના જોતાં જોતાં;

ઉછળતા એ મોજામાં, ક્ષાર થઇ ગયો એકાંત.


આભ અપ્રમાણ, નજર શોધે એનો વ્યાસ;

ડહોળી આંખો પાછળ કેદ થઇ ગયો એકાંત.


કલરવ કરતા પરોઢમાં, કર્ણ શોધે ધ્વનીનાં તાર;

નિ:સંગીત ઘટમાં, નાદ થઇ ગયો એકાંત.


શિવાલયનાં ઘંટારવમાં, એક ધરું હું તારું ધ્યાન;

બંદગી કરતાં કરતાં ખુદાની, હું તારો થઇ ગયો એકાંત.


વર્ણમાળાનાં અક્ષરમાં, અર્થ મળે ના પુસ્તકમાં;

શબ્દનાં મહીસાગરમાં, નિરર્થ રહી ગયો એકાંત.


'યોગ'

યોગેશ જેઠવા

રાજકોટ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.