ટેકનોલોજી આવવાથી માણસ બન્યો વ્યસ્ત,

તેની જીંદગી થઇ ગઈઅસ્તવ્યસ્ત.

સમાંઈ ગયું છે આખું બ્રહ્માંડ ટેકનોલોજીમાં,

સાથે માણસ પણ ખોવાયો છે એ ટેક્નોલોજીનાં બ્રહ્માંડમાં.


વાય છે હવા પશ્ચિમી એટલે માણસ બન્યો જાણે પશ્ચિમી.

નેટવર્ક આવ્યું ૪જી એટલે માણસ બન્યો બિઝી.

''બિઝી'' શબ્દ એ જ જાણે બિઝનેસમેન બનાવ્યો હોય

તેમ વર્કોહોલિક બનવાથી તેની એકલતા ગઈ છીનવાય.


ટેકનોલોજીનાં વાઇફાઇ સાથે,

માણસની જીંદગી પણ થઇ હાઈફાઈ.

સૂટ-બુટ ને હાથમાં લેપટોપ મોબાઈલથી માણસની પડે ઇમ્પ્રેશન

તેના વધુ પડતા ઉપયોગથી તેને આવ્યું ડિપ્રેશન.


ટેક્નોલોજી બની પરમેશ્વર

પ્રાચીન પદ્ધતિ ભુલાય એટલે માણસ બન્યો નશ્વર.

પૈસો કમાવાની ભાગદોડમાં,

રહી ગયો છે એકલો જીવનની હોડમાં.


બની ગયો છે જીવતો રોબોટ જેવો માણસ,

બાહ્ય આનંદ લૂંટવા ટેકનોલોજીનો પૂત બની ગયો છે માણસ.

પત્રની જગ્યા ફેસબુક અને વૉટ્સએપે લીધી છે,

તેમાં હાય- હેલો થી ખબર અંતર પુછાય છે.


તેના રોજ નવાં પ્રોફાઈલની જેમ માણસ બદલાયો છે

બધા પોતાનામાં જ મસ્ત છે એટલે માણસ ક્યાં જઈને ભટકાયો છે

ટેકનોલોજી વિના જેને ચાલ્યુંતેનેમનનરસિંહ મેહતાએ લખ્યું છે તેમ

''સારું થયું ભાગી જંજાળ,સુખે ભજીશું શ્રી ગોપાળ…”

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.