આઠ વર્ષ.આજે આઠ વર્ષ નો સમય વીતી ગયો.મારા માટે તો દરેક દિવસ એક વર્ષ સમાન જ વીત્યો છે તારા વગર.
આખું જીવન માત્ર કોઈ વ્યક્તિ ના વિચારો સાથે તો ન જ જીવી શકાય ને? અને જો જીવી શકાતું હોય તો મારામાં તો એટલી હિમ્મત નહતી જ કે હું માત્ર તારા વિચારો સાથે જીવી શકું. તેમ છતાં જોને આટલા વર્ષો હું તારા વિચારો,તારી યાદો,મારી આંખોમાં રોજ રાત્રે આવી જતા તારા સ્વપ્ન અને આપણે સાથે વિતાવેલી સુંદર પળો ના સહારે જ તો જીવી શક્યો છું.અને હા તારી ઝુલ્ફો માંથી આવતી એ મંદ મંદ મહેક,એને તો હું કેવી રીતે ભૂલી શકું? મારા હૃદય માં મેં એને હજી પણ સાચવી ને રાખી છે.અને આજે આટલા વર્ષો પછી પણ હું એ મહેક ને મહેસુસ કરી શકું છું એને અનુભવી શકું છું એને જીવી શકું છું.

તને યાદ છે આપણે પહેલી વાર ક્યારે અને ક્યાં મળ્યા હતા?હા,એકદમ બરાબર,આજ થી દસ વર્ષ પહેલાં.નવરાત્રી ના પેહલા જ દિવસે ગરબે ઘૂમતા ઘૂમતા આપણી નજર મળી હતી.સાચું કહું તો હું બે ઘડી માટે તો હું ગરબા કરવાનું જ ભૂલી ગયો હતો અને ત્યાંજ સ્થિર થઈ ઉભો રહી ગયો હતો.પ્રથમ વાર હું કોઈ ના નયન માં આમ ડૂબી ગયો હતો.અને એ દ્રશ્ય,એ એહસાસ,એ ક્ષણ અને તારા સુંદર નયન માં મારુ આમ ડૂબી જવું એ બધું જ મારા માનસપટ પર એવું તો છપાઈ ગયું કે આજે પણ હું એ પળો ને નિહાળી શકું છું,અનુભવી શકું છું,જીવી શકું છું.

અરે! તું પણ તો સ્થિર થઈ ગઈ હતી ને મને જોઈ ને?હા,મને યાદ છે.આપણી પ્રથમ મુલાકાત ની દરેકે દરેક ક્ષણ યાદ છે મને.હું હજી તો થોડો સ્વસ્થ થાઉં એ પહેલાં તો તું ગાયબ જ થઈ ગઈ હતી.ક્યાં જતી રહી હતી તું હે! ચારે તરફ તને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પરંતુ તું ક્યાંય ન દેખાઈ.હું જાણે કે મારો જીવ જ ન ખોઈ બેઠો હોય એમ તને શોધવા ગાંડા ની જેમ આખા મેદાન માં ભાગી રહ્યો હતો અને અંતે હું સફળ થયો.તું તારી સખીઓ સાથે મેદાન ની બાજુ માં જ ઉભી હતી.તું પણ તો, તને થોડીક જ ક્ષણો પહેલા મળેલી એ બે અજાણી આંખો ને જ શોધતી હતી ને?હું જાણું છું તું મને જ શોધતી હતી.અને જ્યારે એ બે જોડી આંખો ફરી વાર મળી ત્યારે તું કેવી શરમાઈ હતી! સાચું કહું તો મારુ હૃદય એક ક્ષણ માટે તો ધબકારો જ ચુકી ગયું હતું.તારી નજીક આવી તને મળવા આવવાની હિમ્મત તો ન હતી મારામાં પરંતુ તને ખોઈ બેસીશ એ ડર મારી હિમ્મત કરતા વધારે હતો અને એટલે જ મારા પગ તારા તરફ આવવા નીકળી ચુક્યા હતા.ગરબાની આટલી રમઝટ માં પણ હું મારા હૃદય ના એક એક ધબકારા ને મહેસુસ કરી શકતો હતો,તને એમ ધબકતી અનુભવી શકતો હતો અને મનમાં હજારો જવાબો અને સવાલો નો ખેલ ચાલી રહ્યો હતો.હું જેમ જેમ તારા સમીપે આવતો હતો એમ એમ તારા પણ હૃદય ના ધબકાર ચોક્ક્સ વધી ગયા હશે.તે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તારા ચેહરા ના હાવભાવ પરથી તારા હૃદય માં ચાલતા ઘમાસાન ને હું જાણી ગયો હતો.

અને એ ક્ષણ આવી ગઈ.હું તારી સામે હતો અને તું મારી સામે.સાચું કહું તો વાત ની શરૂઆત કેવી રીતે કરવી હું એ જ અસમંજસ માં હતો અને ત્યાંજ તે મૌન તોડ્યું હતું. આહાહા! આટલો સુંદર કંઠ! કોઈ આટલું સુંદર કેવી રીતે બોલી શકે?

'હું પ્રીતિ' તમે કહ્યું હતું.
'હું આદિત્ય' કેટલીય હિમ્મત ભેગી કરી ને હું બોલી શક્યો હતો. સાચું કહું તો તારો મધુર સ્વર સાંભળી ને હું એક ક્ષણ માટે તો મારું નામ જ ભૂલી ગયો હતો!
અને પછી આપણી વાતો નો સિલસિલો ચાલુ થયો અને બે વર્ષ સુધી અકબંધ રહ્યો.એ બે વર્ષ નો સમય મારા જીવન નો સહુ થી સુંદર અને શ્રેષ્ઠ સમય હતો.હું ખુદને તારા થકી જ તો ઓળખી શક્યો હતો.તારા માટે તો મેં કેટ કેટલીય કવિતાઓ અને શાયરી લખી હતી.અને એ બધી જ કવિતા માં એક વસ્તુ હતી જે અકબંધ હતી,આજે પણ છે અને આગળ પણ રહેશે જ.હા એ તું જ છે.અને તું જ રહીશ હંમેશ માટે.

તું વિચારતી હશે કે આજે હું કેમ આવી રીતે વર્તન કરું છું?કેમ આમ આટલા વર્ષો ની યાદો ને આમ યાદ કરી રહ્યો છું?તો સંભાળ,આજે આપણી મુલાકાત ને દસ વર્ષ પૂર્ણ થયા.હા આજે પેહલો ગરબો છે.અને છેલ્લા આઠ વર્ષ થી દરેક નવરાત્રી માં તને શોધવા હું આવી જાઉં છું ગરબે ઘુમવા.અને દરેક નયન માં એ નયન ને શોધવાનો પ્રયત્ન કરું છું જે મને ડુબાડી ગયા હતા,ખુદમાં.

મારી આંખો ની સામે થયેલો તારો અકસ્માત,તારું આમ લોહી થી તરબતર હોવું,મારુ હોશ ખોઈ બેસવું,તને પોતાના હાથ માં લઇ પાગલો ની જેમ ભાગવું,તને દવાખાને લઇ જવું અને એ,એ તારા દ્વારા બોલાયેલ છેલ્લા શબ્દો"આદિત્ય,હું તને ખૂબ જ પ્રેમ કરું છું.તારા સાથે વિતાવેલ એક એક પળ મારા જીવન ની શ્રેષ્ઠ પળો હતી.મનો મન મારી ઈચ્છા હતી કે મારા છેલ્લા શ્વાસ હું તારા આલિંગન માં જ લઉં અને જો આજે મારી આ ઈચ્છા પણ પૂરી થઇ.આદિત્ય હું તને છોડી ને નહી પરંતુ મારા માં તને સમાવી ને લઇ જઇ રહી છું.મને માફ કરજે આદિત્ય જીવન ભર સાથે રહેવાના સમ હું પુરી ન કરી શકી પરંતુ તને જ્યારે પણ મળવાની ઈચ્છા થાય તારા હૃદય પર હાથ મૂકી ને મને યાદ કરજે તું મને તારી આસપાસ જ અનુભવીશ.હું હમેશા તારી સાથે જ હોઈશ. હું ખરેખર ખુબ જ ખુશનસીબ છું કે મને તું મળ્યો.આદિત્ય..."તું હજીયે કંઈક કેહવા માંગતી હતી,કંઈક હતું જે હજી તારા મન માં હતું,પરંતુ તારા શ્વાસ હવે નહતા રહ્યા,તારું હૃદય શાંત થઈ ગયું હતું.પ્રીતિ,તું મને છોડીને ચાલી ગઈ હતી.
પ્રીતિ,હું હજી પણ એ દ્રશ્ય યાદ કરીને ધ્રુજી ઉઠું છું.તારું એ છેલ્લું પ્રેમ ભર્યું ચુબન,તારું એ છેલ્લું આલિંગન,તારી ઝુલ્ફો માંથી આવી રહેલી એ મંદ મંદ મહેક,તારા એ છેલ્લા શબ્દો,મારા આ હાથો માં લીધેલો એ તારો છેલ્લો શ્વાસ અને...બસ હવે વધુ નહીં લખી શકું.મારી આંખો માં થી વહેતી અશ્રુ ધારા બધું ધૂંધળું કરી રહી છે.પરંતુ એ ધૂંધળા દ્રશ્ય માં પણ તું મને સાફ સાફ દેખાઈ રહી છે..પ્રીતિ મારે પણ તને એક વાત કેહવી છે..
"પ્રીતિ હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું"

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.