કેવી રીતે ચુકવીશ પપ્પા

આ હું ઋણ તમારું ?

એક નાનકડા પંખી નેતેની દુનિયા આપી,

ન આપ્યુ બંધન આપ્યો તો માત્ર પ્રેમ તમારો

કેવી રીતે ચુકવીશ પપ્પા

આ હું ઋણ તમારું ?

ચાલતા શીખી ત્યારે આંગણી આપી ગલીઓ બતાવી

પડી ગઇ ત્યારે હાથ આપી ઉભી કરી,

ડગલે ને પગલે પડછાયો બની સાથ આપ્યો,

કેવી રીતે ચુકવીશ પપ્પા

આ હું ઋણ તમારું ?

અંધકારમાં ફસાઇ ત્યારે દીપક બની પ્રકાશ પાથર્યો,

રડતા ચહેરાને સુંદર સ્મિત આપ્યું,

કેવી રીતે ચુકવીશ પપ્પા

આ હું ઋણ તમારું ?

પિતા બની પાલન કર્યું,

ગુરૂ બની જ્ઞાન આપ્યું,

સખા બની સાથ આપ્યો,

તો એક દીકરીને તમે દીકરાનો દરજ્જો આપ્યો,

કેવી રીતે ચુકવીશ પપ્પા

આ હું ઋણ તમારું ?હુ તો મારૂ ઘર છોડીને મારા ઘરે ચાલી પપ્પા,

પાનેતરના પાલવે પપ્પાનો પ્રેમ, માં ની મમતા,

બહેનનું વ્હાલ ને ભાઇનો હેત, બાંધીને ચાલી

હુ તો મારૂ ઘર છોડીને મારા ઘરે ચાલી પપ્પા.

વ્હાલનો દરિયો ભરીને વ્હાલ આપવા ચાલી

હુ તો મારૂ ઘર છોડીને મારા ઘરે ચાલી પપ્પા

નાનકડી દુનિયા છોડીને મારી નાનકડી

દુનિયા વસાવવા ચાલી,

હુ તો મારૂ ઘર છોડીને મારા ઘરે ચાલી પપ્પા.

ઢીંગલા ઢીંગલીને માંડવે બેસાડતી હું,

માંડવે બેસવા ચાલી

હુ તો મારૂ ઘર છોડીને મારા ઘરે ચાલી પપ્પા.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.