બે તો પેલાથી જ તે મારી માથે નાખી છે હજી ત્રીજી પણ તે જણી. જો તારે આ ઘરમાં આવુ હોય તો આવ જે પણ આ બોજા ને ક્યાંક મુકી ને આવજે. ટ્રેન કાલુપુર સ્ટેશન એ આવી ને ઉભી રહે છે. એમ મમતા ના મગજમાં ચાલતા વિચારો ની ગાડી પણ ઉભી રહે છે. મમતા ના ખોળામાં એની 6 મહિનાની ધારા મિઠી નીંદર માણી રહી છે. જોતાજ વાલી લાગે એવી હતી ધારા. મમતા સુતેલી ધારાને ખોળામાં થી ઉંચકી અને પોતાના ખભા પર સુવડાવી ટ્રેન માંથી નીચે ઉતરે છે. ટીકીટ બારી પાસે જઈ એ નવસારી ની એક ટિકીટ ખરિદે છે. ટ્રેન આવવાને હજી અડધો કલાક ની વાર હોવાથી એ પ્લ્રેટફોર્મ પર રહેલા બાંકળા પર એવી જગ્યા એ બેસે છે જ્યાંલોકોની અવરજવર ઓછી હોય.

પછી એ ખભા પર સુતેલી પોતાની દિકરી ને વહાલ થી ઉઠાડે છે ધારા પણ મમતા સામે જોઈ મીઠુ હસિ લે છે. મમતા પણ આખી ઝીંદગી નો પ્રેમ આ અડધો કલાક માં જ ધારા પર લુટાવતી હોય એમ દિકરી ને ખુબ લાડ લડાવે છે એની સાથે ખુબ મસ્તી કરે છે. અને જાગતી દિકરીને સુવડાવવા અને એની ભુખ દુર કરવા માટે પોતાની છાતીએ લગાવી અને દુધ પીવડાવે છે. જેમ જેમ ટ્રેન આવવાનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ મમતા વધુ વ્યાકુળ બનતી જાય છે. એકી નજરે એ એની દિકરી સામેજોયાજ કરે છે જાણે આજ પછી એ ક્યારેય એને જોઈ જ ના શકવાની હોય. એટલામાં એની નજર પ્લેટ્ફોર્મ પર રહેલી ઘડીયાળ પર જાય છે. ટ્રેન આવવાને ફક્ત 10 મીનીટ ની જ વાર છે. મમતા પોતાની પાસે રહેલી થેલીમાંથી એક મોટી પ્લાસ્ટીકની થેલી કાઢી કોઈ જોઈ ના જાય એ રિતે મમતા પોતાના ખોળામાં સુતેલી લાડકી દિકરી ને એમાં સુવડાવી થેલી ઉપરથી બંધ કરી દે છે. ત્યાંસુધીમાં ટ્રેનની વ્હીસલસંભળાય છે મમતા એ થેલી ત્યાંજ રહેવા દે છે અને એના પગ પર જાણે 10 મણનો ભાર હોય એમ એ પરાણે પગ ઉપાડતી ઉપાડતી ટ્રેન તરફ જાય છે. અને ટ્રેન ના ડબ્બામાં ચડી જાય છે. મનમાંને મનમાં એ પોતાની દિકરી માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારી દિકરીને કોઈ એવુ હાથ પકડવા વાળુ મળી જાય જે એને આ નર્ક માંથી દુર લઈ જાય. વળી પાછી ટ્રેનની વ્હીસલ સંભળાય છે અને ગાડી નવસારી તરફ રવાના થાય છે. જેમ જેમ ટ્રેન સ્પીડ પકડે છે તેમ તેમ મમતા ના મનના વિચારો પણ ગતિ પકડે છે. ધારા શ્વાસ તો લઈ શકશે ને મે થેલી માં કાણુ તો પાડ્યુ હતુ, કોઈ કુતરુ કે કોઈ બિજૂ જનાવર ખાવાનીવસ્તુ સમજી એ થેલી ફંગોળી દેશે તો?કોઈ મારી રડતી દિકરી નો અવાજ સાંભળી એની મદદ કરશે કે નહી આવા અસંખ્ય વિચારો મમતાને વ્યાકુળ બનાવી જાય છે. અને છેલ્લે મમતા થી રહેવાતુ નથી એ વિચારે છે કે એનો બાપ નહી સાચવે તો હુ સાચવીશ પણ મારી દિકરી ને આમ મરવા માટે નહી મુકુ. અટલુ વિચારી મમતા ચાલતી ટ્રેનમાં થી કુદકો મારી નીચે ઉતરી જાય છે.

બીજા દિવસના વર્તમાન પત્ર માં અંદરના પાને એક ખુણામાં નાનકડી ખબર છપાયેલી હોય છે, “કાલુપુર સ્ટેશને ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતા ગાડીમાં આવી જતા એક અજાણી મહિલાનુ મોત.”

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.