મૂળ લેખક : એનફ્રેન્ક

મૂળ ભાષા : અંગ્રેજી

અનુવાદ : વિશાલ દોંગા

વહાલી કિટ્ટી,

એવું લાગે છે કે મારી દુનિયા જ જાણે પુરેપુરી બદલાઈ ગઈ છે. જેમ તું પણ અનુભવી શકે છે તેમ માત્ર હું જીવતી જ છું પણ ક્યાં અને કેવી રીતે ? એનો જવાબ એવો જોઈએકે નહિ એ પણ કઈ સમજ માં આવતું નથી. હું જે કહી રહી છું તેમાંથી શાયદ જ તને કૈક સમજ માં આવે તો પણ રવિવારની સાંજ થી હું મારી વાત શરુ કરું છું.

ઘડિયાળ માં ત્રણ વાગ્યા હતા. હેલો જતો રહ્યો હતો પણ એ પાછો આવવાનો હતો ત્યાંજ દરવાજાની ઘંટડી વાગી. હું બાલ્કની માં બેસી તડકા નો આનંદ માણી રહી હતીએટલે મને ઘંટડી નો અવાજ ના આવ્યો. થોડી વાર પછી રસોડા ના દરવાજા પાર માર્ગોટ હતી. એ ખુબ ગુસ્સામાં હતી કે પપ્પાને એ.એસ.એસ.થી નોટિસ મળી છે. મમ્મીમિસ્ટર વેન ડેન ને મળવા માટે ગઈ હતી. મિસ્ટર વેન ડેન પપ્પાના એક કરીબી દોસ્ત અને બિઝનેસ પાર્ટનર છે.

હું અવાક હતી કે નોટિસ?

બધા જાણતા હતા કે આ નોટિસ નો શું મતલબ થાય છે. નાઝીઓ ની યાતના શિવીરો અને ત્યાંની કોટડીઓ નું દ્રશ્ય મારી આંખ સામે ચાલવા લાગ્યું. અમે અમારા પપ્પાનેઆવી રીતે નિયતિ ના ભરોસે કેવી રીતે છોડી શકતા હતા. અમારું દ્રઢપણે કહેવું હતું કે અમે એમને નહિ જવા દઈએ. માર્ગોટ ડ્રોઇંગ રૂમ માં મમ્મી ની રાહ જોઈ રહી હતી. એમિસ્ટર વેન ડેન ને એજ પૂછવા માટે ગઈ હતી કે અમે કાલે જ કોઈ છુપવાની જગ્યા પર જય શકીએ છીએ. વેન ડેન પરિવાર પણ અમારી જોડે જ આવવાનો હતો. બધામળીને કુલ સાત જણ હતા. થોડી વાર માટે મૌન પથરાયું. નીરવ શાંતિ. અમે આગળ કઈ જ બોલી શક્યા નહિ પપ્પા યહૂદી હોસ્પિટલ માં કોઈને જોવા માટે ગયા હતા. મમ્મી ની રાહ, ગરમી અને હવે શું થશે તેની પરિકલ્પના એ જ અમને મૂંગા બનાવી દીધા હતા. ત્યાંતો દરવાજા ની ફરી ઘંટડી વાગી. અત્યારે હેલો જ હશે એવું મારુ માનવુંહતું.

માર્ગોટે મને દરવાજો ખોલતા રોકી પણ એ જરૂરી નહોતું કારણ કે અમે નીચેથી જ મમ્મી અને મિસ્ટર વેન ડેન ને હેલો સાથે વાત કરતા સાંભળી લીધા હતા. પછી બંને અંદરઆવ્યા અને દરવાજો બંધ કર્યો. હવે એવું થયું હતું કે જયારે પણ દરવાજા ની ઘંટડી વાગે ત્યારે મારે અથવા માર્ગોટે ઉંચુ થઇ ને જોવું પડતું કે પપ્પા આવ્યા છે કે નહિ. અમેબીજા કોઈને પણ અંદર આવવા દીધા નહિ. મને અને માર્ગોટ ને બહાર મોકલી દેવાયા હતા કેમકે મમ્મી અને મિસ્ટર વેન ડેન એકાંત માં વાતચીત કરવા માંગતા હતા. પણજયારે હું અને માર્ગોટ બેડરૂમ માં બેઠા બેઠા વાતચીત કરી રહ્યા હતા ત્યારે અમને જાણ થઇ કે આ નોટિસ કે બોલાવો જે કહો તે પપ્પા માટે નહિ પણ મારા માટે હતો. આસદમાં થી હું જોર જોરથી ચીસો પાડવા લાગી. માર્ગોટ સોળ વરસ ની હતી. એતો નક્કી હતું કે અમારી ઉમર ની છોકરીઓ ને તે ત્યાં મોકલવા માંગતા હતા પણ પપ્પા જયારેછુપવાની વાતો કરતા હતા ત્યારે એમને પણ કદાચ એ જ કીધું હશે.

અમારે હવે અજ્ઞાતવાસ કરવાનો હતો. પણ દુવિધા એ હતી કે ક્યાં? કયા શહેરમાં? કોઈ ઘરમાં? અને ક્યારે? આ બધા એવા સવાલો હતા કે જે હું પૂછી પણ નહોતી શકતીપણ મારા મનમાં એ સવાલો નું વંટોળ ચાલ્યું હતું.

મેં અને માર્ગોટે અમારી ખુબ જરૂરી ચીજવસ્તુઓ એક થેલા માં ભરવાની શરુ કરી.

સૌથી પહેલા મેં એક ડાયરી મૂકી. ત્યારબાદ મેં કલર,રૂમાલ,ચોપડીઓ,કાંસકો અને કેટલીક જૂની ચિઠ્ઠીઓ થેલામાં મૂકી. અજ્ઞાતવાસ માં જવાના વિચારમાત્ર થી હું એટલીભયભીત હતી કે મેં થેલા માં અજીબોગરીબ ચીજવસ્તુઓ ભરી દીધી. જોકે મને તેનો અફસોસ પણ નથી કેમ કે સ્મૃતિઓ મારા માટે કપડાં થી પણ વધુ મહત્વની હતી. ત્યારપછી અમે મિસ્ટર ક્લીમેનને ફોન કર્યો કે સાંજ સુધીમાં એ અમારા ઘર પર આવી જાય.

મિસ્ટર વેન ડેન જતા રહ્યા જેથી એ મીએપ ને લાવી શકે. મીએપ આવી અને રાતે ફરી આવવાનું કહી ગઈ. એ પોતાની જોડે બુટ,ડ્રેસ,જેકેટ વગેરે જેવા પોશાકો નો થેલોલેતી ગઈ. ફરી પછી ઘરમાં નીરવ શાંતિ સ્થપાઈ ગઈ.અમારા માંથી કોઈને પણ ખાવાની ઈચ્છા ના થઇ. મૌસમ હજુ પણ ગરમ હતો અને બધું જ અમને અજનબી જેવુંલાગી રહ્યું હતું.

અમે અમારી ઉપરનો રૂમ ત્રીસ વરસ ના એક વિધુર મિસ્ટર ગોલ્ડસ્મિડટ ને ભાડે આપી રાખ્યો હતો. એમને સાંજે કોઈ જ કામકાજ નહોતું. છતાં પણ એ દસ વાગ્યા સુધી એત્યાંજ ભટકતો રહ્યો. રાત્રે અગિયાર વાગ્યે મીએપ અને જોન ગિએજ આવ્યા. મીએપ ૧૯૩૩ થી પપ્પાની જ કંપની માં કામ કરી રહી હતી અને પપ્પાનુ ની ઘણી જ સારીમિત્ર હતી. તાના પતિ જોન પણ પપ્પાના ખુબ સારા મિત્ર હતા. ફરી એક વાર બુટ,અન્ડરવેર, ચોપડીઓ મીએપ અને જોન ના થેલાઓ માં ભરવા લાગી હતી. સાડાઅગિયાર વાગે તે પણ જતા રહ્યા.હું ખુબ જ થાકી ગઈ હતી પણ એ પાક્કું હતું કે આ રાત આ પલંગ પર છેલ્લી રાત છે. એટલે હું ગાઢ નિદ્રા માં સારી પડી. મારી ઊંઘ પણસવારે સાડા પાંચ વાગે જયારે માર્ગોટે મને જગાડી ત્યારે ખુલી. સારું હતું કે એ દિવસે ગરમી નહોતી.અમે અમારા શરીર પર એટલા બધા કપડાં રાખી દીધા હતા કે જાણે રાતફ્રીઝ માં કાઢવાની હોય. કારણ માત્ર એ હતું કે અમે અમારી જોડે બની શકે એટલા વધારે કપડાં રાખવા માંગતા હતા. અમે જે પરિસ્થિતિ માં હતા તેમાંતો કોઈ યહૂદી એકસૂટકેસ પણ રાખવાની વિચારી શકે નહિ. ઘરે થી નીકળતા પહેલાજ મારો દમ ઘૂંટવા લાગ્યો હતો પણ એની કોઈને પડી નહોતી કે કોઈ મને પૂછે કે એન કેવું લાગે છે તને?

માર્ગોટે તેના થેલા માં સ્કૂલ ની ચોપડીઓ ભરી હતી. એ પોતાની સાયકલ લેવા ચાલી ગઈ અને પછી મીએપ ની દેખભાળ માં અજ્ઞાતવાસ માટે રવાના થઇ. ગમે તે હોયપણ મારા માટે તો એ અજ્ઞાત જગ્યા જ હતી કારણકે મને હજુ પણ નહોતી ખબર કે અમારે ક્યાં જવાનું છે. સાડા સાત વાગે અમે અમારો પાછળનો દરવાજો બંધ કર્યો. અમેગોલ્ડસ્મીટડ માટે જે નોટ છોડી એ પ્રમાણે બિલાડીઓને પાડોશીઓ ને ત્યાં આપવાની હતી. એ બધા એમની દેખભાળ કરવાના હતા. ઘરમાં રહેલી અસ્તવ્યસ્ત ચીજવસ્તુઓએ દર્શાવતી હતી કે અમે હડબડાહટમાં ઘણું બધું એમ જ છોડી આવ્યા છીએ પણ ઇમ્પ્રેશન મૂકીને જવામાં એમ પણ અમને કોઈ જ રસ નહોતો.અમરે તો બસ ગમે તેમત્યાંથી નીકળી જવાનું હતું અને કોઈ સુરક્ષિત જગ્યા પર પહોંચવાનું હતું એટલે એ બધી વાતો અમારા માટે કોઈ જ મહત્વ નહોતી રાખતી.

બાકીનું કાલે,

તારી પ્રિય એન

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.