મૂળ લેખક : શીલ નિગમ

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : પીયૂષ પી. જોટાણિયા

એક દેહ એક પ્રાણ

જાણે એક જ સિક્કાની બે બાજુઓ

સાથે રહેવાં છતાં, એકબીજાથી અજાણ.

ન હું તને સમજી શક્યો, ન તું મને ઓળખી શકી

(અને) આપણે વાંકી-ચૂંકી પગદંડીઓ અને ઊબડ-ખાબડ રસ્તાઓ પર ચાલતાં રહ્યાં,

સાથે રહેવાં છતાં, સાથે રહેવાની ઔપચારિકતા નિભાવતાં રહ્યાં.

જાણીતા હોવા છતાં, રહ્યાં આપણે અજાણ.

જીવનની સોનેરી સાંજ ધૂંધળી થઇ ગઇ,

આપણા સંબંધોની જેમ.

સમયનાં તોફાનમાં ઊડી ગયા જીવનનાં સઘળા પન્ના,

બસ વધ્યું છેલ્લું પાનું, કોરું અને સપાટ.

આવ, બેસ, આપણે ફરી લખીએ આપણી નવી કહાણી,

જેમાં હું સમજી શકું તને અને તું ઓળખી શકે મને.

સમયની થપાટ પણ ન ઊડાવી શકે આપણા સંબંધોની ઓળખાણ.

ફરી એકવાર બની જઇએ આપણે, એક દેહ એક પ્રાણ.

(અને) વહી જાય વેદનાની નદી, પ્રેમનાં અફાટ દરિયામાં.


*****

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.