સપના એના સાસુ સસરા ને મળવા વલસાડ ગઈ હોય છે. આજે તે પાછી આવવાની છે. સૌરવ એની પત્ની સપના ને સ્ટેશન પર લેવા ગયો હોય છે. ઘરે આવી ને સપના ફ્રેશ થવા ઉપર બેડરૂમ માં જાય છે અને સૌરવ એનું કામ કરતો હોય છે. અચાનક સપના જોર થી બુમ પાડી ને સૌરવ ને બોલાવે છે. સૌરવ ને લાગે છે કે આજે તો ગયા કામ થી.

સૌરવ હંમેશા તેના રૂમ ને ફેલાવી ને રાખતો હતો. એની કોઈ પણ વસ્તુ સરખી નઈ મૂકે. સપના આ વાત પર હંમેશા તેને ખીજવાતી. આજે જતા પેહલા પણ તે હંમેશ ની જેમ જ પોતાનો રૂમ અસ્ત વ્યસ્ત કરી ને ગયો હતો. પણ ઉપર જતા જ સપના એને ખીજવાવા ને બદલે ગળે લાગી જાય છે અને બોલે છે કે થેન્ક ગોડ તને હવે તો મારી વાત સમજાય અને તું બેડરૂમ ને વ્યવસ્થિત રાખતા શીખ્યો. સૌરવ ને એકદમ આશ્રચર્ય થાય છે. તેને લાગે છે સપના મજાક કરે છે. એટલે તે જાતે જ રૂમ માં જાય છે. એ પોતે રૂમ જોઈ ને સ્તબ્ધ થઇ જાય છે.

એ સપના ને કહે છે કે મેં રૂમ સરખો નથી કર્યો. મેં જયારે તને લેવા આવ્યો ત્યારે બેડરૂમ હંમેશા ને જેમ અસ્ત વ્યસ્ત જ રાખી ને આવ્યો હતો તો પછી રૂમ આટલો વ્યસ્થીત કઈ રીતે? સૌરવ દરેક વસ્તુ ધ્યાન થી જોવે છે અને ટિયા ટિયા ની બૂમ પાડતો આખા ઘર માં ફરી વળે છે. એ બોલે છે કે ટિયા મને ખબર છે આ તે જ કર્યું છે. પણ સપના ના પૂછવા પર તે વાત બદલી નાખે છે.

સૌરવ એક મલ્ટી નેશનલ કંપની નો માલીક છે. મુંબઇ માં પોતાનો બંગલો છે. પેહલા પુરા પરિવાર સાથે મુંબઇ માં રહેતો હતો. પણ એના મમ્મી પાપા નું અહીં મન નઈ લગતા તેઓ સૌરવ ના મેરેજ પછી એમના ગામ રહેવા જતા રહ્યા. મહિને એકાદ વાર તે લોકો ગામ જઈ તેના મમ્મી પાપા ને મળી આવતા.

સૌરવ ઓફિસે જાય છે. કાલે એની ખુબ જ ઇમ્પોર્ટન્ટ મીટીંગ છે. અને આજે એનું ફાઇનલ પ્રેસેન્ટેસન કન્ફર્મ કરવાનું હતું. પ્રેસેન્ટેસન જોઈ ને એ ગુસ્સે થાય છે કારણ કે એમાં એકલી ભૂલો જ હતી. હવે આ બધું સૌરવ એ જ સુધારવાનું હતું અને કાલે જો નઈ બતાવે તો એની ડીલ કેન્સલ થઇ જાય એમ હતું.
એ ખુબ જ ટેન્સન માં ઘરે આવે છે અને પ્રેસેન્ટેસન બનાવા લાગી જાય છે. મોડી રાત સુધી એ કોસિસ કરે છે. પણ એને જેવું જોઈએ તેવું પ્રેસેન્ટેસન બનતું નથી. તેની આંખ લાગી જાય છે અને તે સુઈ જાય છે. સવારે ઉઠતા જ એને યાદ આવે છે કે તે પ્રેસેન્ટેસન બનાવ્યા વિના જ સુઈ ગયો હતો. ફટાફટ લેપટોપ ખોલે છે અને જોતા જ એ નવાઈ પામે છે એને જેવું પ્રેસેન્ટેસન જોઈતું હતું તેવું જ એના લેપટોપ માં રેડી હતું. સૌરવ ને પાછી ટિયા ની યાદ આવે છે. અને તે બોલવા લાગે છે આ ટિયા એ બનાવ્યું છે. નક્કી આ ટિયા નું જ કામ છે.

સપના ને કઈ સમજ નથી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે. ટિયા છે કોણ? સૌરવ હંમેશા કહે છે કે તેનું કામ ટિયા એ કર્યું છે. પરંતુ ઘર માં એ બંને અને નોકરો સિવાય કોઈ પણ છે જ નઈ. એનું મગજ કામ નથી કરતુ અને એ સૌરવ ના મમ્મી પાપા ને મુંબઈ બોલાવી લે છે. થોડા દિવસ નોર્મલ ચાલે છે પણ અચાનક સૌરવ બીમાર પડી જાય છે. સૌરવ ની મમ્મી અને સપના આખો દિવસ તેની સેવા કરે છે. રાત પડતા સપના કહે છે કે મમ્મી તમે સુઈ જાવ હું જાગુ છું. મમ્મી જતા રહે છે અને સપના સૌરવ ની પાસે બેઠી હોય છે. સૌરવ ને ખુબ જ તાવ હોય છે. સપના તેના માથા પર પાણી ની પટ્ટી મુકતી હોય છે. તેને જોકુ આવી જતા તે પણ ત્યાં જ સુઈ જાય છે.

સવારે મમ્મી આવી ને સપના ને ઉઠાડે છે અને સૌરવ નો તાવ ચેક કરે છે. તાવ એકદમ નોર્મલ હોય છે અને માથા પર ની પટ્ટી જોતા એવું લાગે છે કે કોઈ એ સવાર સુધી તેની પટ્ટી બદલી હોય. પરંતુ સપના અને મમ્મી તો સુઈ ગયેલા તો પટ્ટી કોને બદલી અને પાછું સૌરવ ના મોઢે એ જ નામ ટિયા. નામ સાંભરતા મમ્મી પાપા ચોંકી જાય છે. પણ મમ્મી પાપા કશુ પણ બોલ્યા વગર એમના રૂમ માં જતા રહે છે.

એક વાર સપના મોલ જાય છે. ત્યાં એક છોકરી સાથે અથડાય છે. પાતળી અને લાંબી, ગોરૂ રૂપ, લાંબા વાળ, ગુલાબી હોઠ અને ચેહરા પર એક સ્માઇલ. સપના નો સામાન ઉંચકી ને સપના ને આપે છે અને સોંરી બોલે છે. સપના એના તરફ ખેંચાવ મહેસુસ કરે છે. જાણે એ એના તરફ ખેંચાતી જાય છે. સપના એને કોફી માટે પૂછે છે. એ હા કહે છે અને બંને કેફે માં જાય છે.

'હાઈ, આઈ એમ સપના & યુ?'. મારુ નામ તન્વી. એ પોતાની ઓરખાણ આપે છે. થોડા સમય ની વાતચીત પછી બંને બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. સપના તેને ઘરે આવવાનું કહેતા તન્વી તેને કહે છે કે એક દિવસ જરૂર આવિશ તારી લાઈફ નો એક હિસ્સો બની ને.

સૌરવ અને એના પરિવાર પર આવનારી દરેક મુસીબત જાણે એની જાતે જ દૂર થઇ જતી હોય એવું સપના મહેસુસ કરે છે. કોઈ શક્તિ હંમેશા તેમની રક્ષા કરતી હોય છે. સપના પણ એક ગુડ ન્યૂઝ આપે છે. બધા ની ખુશી નો કોઈ પાર નથી. એમના ઘર માં હવે નવું મહેમાન આવવાનું છે. ધીમે ધીમે સમય પસાર થઇ જાય છે. સાત મહિના પછી ખબર પડે છે કે સપના ના પાપા દુનિયા માં નથી તેઓ ત્યાં જાય છે. મમ્મી પાપા અને સૌરવ આવી જાય છે. સપના ત્યાં રહે છે.

એક મહિના પછી સૌરવ તેને લેવા જાય છે. તેઓ દિવસે વહેલા આવવા નિકરી જાય છે પણ ટ્રાફિક ને લીધે રાત પડી જાય છે. સૌરવ ખુબ સાચવી ને ગાડી ચલાવતો હોય છે. ત્યાં અચાનક કોઈ ટ્રક એમની ગાડી ને ટક્કર મારે છે. ટ્રક ની ટક્કર થી સૌરવ અને સપના આગળ ની તરફ અથડાય છે. સૌરવ ના માથા માંથી લોહી નિકરે છે અને તે ત્યાં જ બેહોશ થઇ જાય છે. સપના ની હાલત પણ એવી જ છે પણ એ થોડી થોડી હોશ માં છે. એમની ગાડી રોડ ની સાઈડ માં આવેલી ખાઈ માં પડવાની હોય છે પણ કોઈ જાણે ગાડી ને ખેંચતુ હોય તેવું સપના ને લાગે છે. થોડીવારે એની આંખ ખુલે છે આછું આછું એને દેખાય છે કે તન્વી ગાડી ચલાવે છે અને સૌરવ અને સપના પાછળ છે. સૌરવ હજુ પણ બેહોશ જ છે.

થોડીવાર વાર માં સૌરવ ના મમ્મી પાપા હોસ્પિટલ પોંહચી જાય છે. સૌરવ નું ઓપરેશન ચાલે છે. પોલીસ એમને પૂછે છે કે તમને કોણે જાણ કરી. સૌરવ ના પાપા કહે છે કે એક છોકરી નો કોલ આવ્યો હતો તેમને જ અમને કીધું એટલે અમે તરત અહીં આવી ગયા. ડૉક્ટર ના કહેવા અનુસાર પણ સપના અને સૌરવ ને હોસ્પિટલ એક છોકરી જ લઇ ને આવી હતી. પણ અત્યારે એ ત્યાં નઈ હતી. પોલીસ એ છોકરી નું સ્કેચ બનાવડાવે છે.

સવાર પડતા સૌરવ ને હોશ આવે છે અને હવે તે ખતરા થી બહાર હતો. મમ્મી પાપા એને મળવા જાય છે. ડૉક્ટર કહે છે કે સપના ને હોશ આવી ગયો છે અને હવે એ લોકો ઓપરેશન ની તૈયારી કરે છે પણ બેબી ના બચવાના ચાંસ ખુબ ઓછા છે. ડૉક્ટર એમની સહી લઇ ને ઓપરેશન ચાલુ કરે છે. સૌરવ ડૉક્ટર ની ના હોવા છતાં બહાર આવવાની જીદ કરે છે. એ ત્રણે બહાર ઉભા રહી પ્રાર્થના કરે છે. ડૉક્ટર આવી ને ગુડ ન્યૂઝ આપે છે કે આવું પોસીબલ નથી પણ બેબી અને સપના બંને સેફ છે. તમે એમને મળી સકો છો.

બધા અંદર જય છે. સૌરવ તેનું નામ ટિયા રાખવાનું અને સપના તેનું નામ તન્વી રાખવાનું વિચારે છે બંને સાથે આ નામ બોલે છે. સપના ના મોઢે તન્વી નામ સાંભરી ને બધા એની બાજુ જોવે છે. સપના એકસિડેન્ટ વારી બધી વાત એમને કહે છે અને તન્વી વિશે પણ બધું જણાવે છે અને પૂછે છે કે તન્વી અત્યાર સુધી તેની સાથે જ હતી. અને બેબી ને પણ પેહલા તન્વી એ જ હાથ માં લીધી હતી.

પોલીસ આવી ને કહે છે કે જે રીતે એકસિડેન્ટ થયો છે. કોઈ નું પણ બચવું મુશ્કેલ છે. તમે બચી ગયા એ એક ચમત્કાર જ છે. સપના બોલે છે કે તન્વી એ જ અમને બચાવ્યા છે. આ સાંભળી પોલીસ એને સ્કેચ બતાવે છે. સપના કહે છે હા આ જ તન્વી છે. આ સાંભળી સૌરવ એ સ્કેચ લઇ લે છે અને જોતા જ એ ત્રણે સ્તબ્ધ થઇ જાય છે. એમની આંખોમાં આંસુ આવી જાય છે.

સપના હવે ચુપ નથી રહી સકતી તે પૂછે છે હવે મારે સચ્ચાઈ જાણવી છે. ટિયા કોણ છે? તમારો એની સાથે શું સંબંધ છે? સૌરવ જણાવે છે કે એ તન્વી જ છે પણ સૌરવ તેને પ્રેમ થી ટિયા બોલાવતો હતો. ટિયા એની મોટી બહેન હતી. ટિયા મમ્મી પાપા અને સૌરવ ને ખુબ જ પ્રેમ કરતી હતી. સૌરવ તો એની જાન હતો. આ કંપની, ઘર બધું ટિયા એ પોતાની મહેનત થી બનાવ્યું હતું. બધા ખુબ જ ખુશ હતા ટિયા ની કામયાબી થી. ખુબ જ નાની ઉંમરે ટિયા એ કામયાબી હાંસિલ કરી હતી. ટિયા કંપની તો સંભારતી સાથે પરિવાર ને પણ સમય આપતી. એક દિવસ ટિયા ઘર માં જણાવે છે કે તે એક છોકરા ને પ્રેમ કરે છે. તેનું નામ પ્રતીક છે. મમ્મી પાપા તેને અપનાવી લે છે અને બંને ના મેરેજ કરાવી દે છે. અને બધા સાથે આ જ ઘર માં રહે છે. પણ એમને ક્યાં ખબર હતી કે તે ટિયા ને નહિ ટિયા ના પૈસા ને પ્રેમ કરતો હતો.

મેરેજ પછી થોડા સમય માં જ ટિયા ને આ વાત ની ખબર પડી જાય છે. પણ એ કશુ બોલતી નથી અને સૌરવ ને એની કંપની માં જોબ પર રાખી ને બધું શીખવવા લાગે છે. પ્રતીક અને એનો પરિવાર ટિયા સાથે મારપીટ કરે છે અને કંપની અને ઘર પ્રતીક ના નામ પર કરવાનું કહે છે. ટિયા આ બધું તેના પરિવાર થી છુપાવે છે. ટિયા બધું સહન કરી લે છે પણ આ બધું પ્રતીક ના નામ પર કરવા રાજી થતી થતી. પ્રતીક ને તેનો એક વકીલ ફ્રેન્ડ સલાહ આપે છે કે જો ટિયા આ દુનિયા ને હંમેશા માટે છોડી દે તો આ બધી પ્રોપર્ટી પ્રતીક ના નામ પર થઇ જશે.

એક વાર સૌરવ અને તેના મમ્મી પાપા બહાર જતા એ લોકો ટિયા ને બાલકની માંથી ધક્કો મારી દે છે અને ટિયા ત્યાં જ મૃત્યુ પામે છે. પોલીસ સુસાઇડ કેસ માની ફાઇલ બંધ કરી દે છે. પણ સૌરવ માનવ તૈયાર નથી. બધી વિધિ પતિ જતા પ્રતીક અને તેનો પરિવાર પ્રોપર્ટી પર હક જતાવે છે અને સૌરવ અને એના મમ્મી પાપા ને બહાર કાઢી મૂકે છે. ત્યારે જ વકીલ આવે છે અને કહે છે કે ટિયા એ પહેલે થી જ એક વીલ બનાવી છે અને એમાં બધું જ સૌરવ ના નામે કરી દીધું છે. પ્રતીક નો દાવ ઉલટો પડે છે તેથી તે ટિયા ને કોસતો તેના પરિવાર સાથે ત્યાં થી નિકરી જાય છે.

પ્રતીક ના આ વર્તન થી સૌરવ ને યકિન થાય છે કે આ પ્રતીક એ જ કર્યું છે તે ટિયા ના એક ફ્રેન્ડ કે જે સીબીઆઇ ઓફિસર હોય છે તેમને કેસ સોંપી દે છે. અને પ્રતીક અને તેના પરિવાર ની સચ્ચાઈ સામે આવી જાય છે. તેમને સજા મળે છે. પછી સૌરવ બધું છોડી ને વલસાડ જવાનું વિચારે છે પણ ત્યારે એને ટિયા નો વોઇસ મેસેજ મળે છે જેમાં ટિયા ઇરછતી હોય છે કે સૌરવ આ બધું સંભારી લે. અને પોતાને યાદ કરી ને એ લોકો દુઃખી જ થશે માટે કોઈ ની પણ સામે ટિયા નો જીક્ નઈ કરે. આટલું બોલતા એ રડી પડે છે.

એ લોકો સમજી જાય છે કે ટિયા સૌરવ ની દીકરી ના રૂપ માં પાછી આવી છે. તેઓ તેનું નામ તન્વી ઉર્ફ ટિયા રાખે છે.

###########

એક બહેન મર્યા પછી પણ હંમેશા ભાઈ ની રક્ષા કરે છે. આ જ છે એક ભાઈ બહેન નો પ્રેમ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.