અત્યાર સુધી શોધતી બાળપણ,

ક્યારે ઓસરતી ગઈ જવાની,

તેની ખબર જ ન રહી....

કાલ સુધી હતી વસંત જ વસંત,

પાનખરમાં ક્યારે પલટાઈ ગઈ,

તેની ખબર જ ન રહી....

ક્યારેક ખુશીમાં તો ક્યારેક ગમમાં,

ડોકાતાં એ આંસુ આજે,

એ જ આંખોને સૂકીભઠ બનાવીને,

ક્યારે ચાલ્યા ગયા....

તેની ખબર જ ન રહી....

મારી નજરોમાં રંગબેરંગી દેખાતી,

આ દુનિયાક્યારે મારી જિંદગીને,

બેરંગ બનાવી ગઈ....

તેની ખબર જ ન રહી....

નહોતું વિચાર્યુ ક્યારેય,

આવશે આવી પળ...

એ જ ઘરને એજ દુનિયા,

સઘળું એનું એ જ છતાં,

ક્યારે કોઈનો સાથ છૂટ્યો

ને

ક્યારે આવ્યું એકાંત....

આ ઢળતી ઊંમરે,

તેની ખબર જ ન રહી....

હજુ તો માંડ આ દુનિયાદારી

સમજમાં આવી ત્યાં તો,

દુનિયાને ગમે ત્યારે,

અલવિદા કહેવાનો

સમય પાકી ગયો...

તેની ખબર જ ન રહી....
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.