મમ્મી તને આટલું જ બસ!

મમ્મી તને આટલું જ બસ!

પૂનમનો પ્રકાશ તારો ને મારો અમાસનો તમસ

ઍક પછી ઍક ચમચી તું આપતી દવાની

ઘોડિયાના ઘરની ઍ દુનિયા હતી મજાની

પાંપણને કહેતો હું હંમેશ, થોડી આઘી ખસ

અદબ-પલાંઠી ને ઍકડો શીખવાડ્યો તે

જીવનપન્થનો સાચો કક્કો સમજાવ્યો તે

ભૂલ થાય મારાથી છતા તું બોલતી સરસ

આજ મને પ્રેમિકા કરતા વ્હાલી લાગતી તું

આંસુની પાછળ ચહેરા પર લાલી રાખતી તું

ચોમાસુ અંદર સમાવી તે છીપાવી મારી તરસ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.