તારા દરેક સ્મિત નો હુ નિમિ્ત બનવા માંગુ છું,
તારા અસ્તિત્વ નો પડછાયો બનવા માંગું છું,
હૃદય તારું ને હુ એનો ધબકાર બનવા માંગુ છું,
તુ છે જીંદગી ,તારો હુ શ્વાસ બનવા માંગુ છું.

મન છે ચંચળ જે બદલે પળવાર મા,
નેત્ર છે અજબ જે ઢરે જઈ સુંદર કૃતિ મા,
ઇન્દ્રિયો નું હુ શુ કહું ? તેં નથી કોઈ નાં કહ્યામાં,
તો શુ ? હુ બનીશ જે બનવા માંગુ છું.

કહે છે, દુનિયા છે સ્વાર્થ ની,
અભાવ અને અજ્ઞાન ની,
આડંબર અને પ્રલોભન જેવા ભાવાર્થ ની,
પણ હુ તો એક અપવાદ બનવા માંગુ છું.

દરેક પળ મા તારું સ્મરણ માગું છું,
એ પળ ને પણ, અનંત કાળ સુધી જીવવા માંગુ છું,
તારી ફોરમ થી મહેકવા માગું છું,
છું તારો ને બસ તારો રહેવા માગુ છુ.

પ્રનાયા -The inspiratuon

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.