સફળતા અને નીષ્ફ્ળતાં. દરેક લોકો એને બે અલગ અલગ સિક્કા સમજતા હશે , અથવા કેટલાંક એને એક સિક્કાની જ બે બાજુ સમજતા હશે.
તમારે કોઈ વસ્તુ , ચીઝ કે ઘટના પ્રસંગ પોતાની મરજી મુજબ જ જોઈતો હોય , અને ઘણા અંશે એ તમારી મરજી મુજબ જ થાય , તો એક સફળતા લાગે
ઘણાં લોકો સફળતા નિષ્ફળતા ને પરિણામ ગણાવે છે , પણ જીવન અને મૃત્યુ એ બે સિવાય બીજુ કાઈ એવું શકય નથી કે જેને પરિણામ માં ગણાવી શકાય.
સફળતા અને નિષ્ફળતા પ્રક્રિયાઓ છે , જે હમેંશા સમાંતર રીતે ચાલતી હોય છે . સમાંતર રીતે ચાલતી (પેરેલલ પ્રોસેસીઝ) એટ્લે કે એક સાથે ચાલતી, એક બીજા ને સંલગ્ન બે પ્રકિયાઓ છે. કદીયે હંમેશા સો ટકા સફળતા કે કદીયે સો ટકા નિષ્ફળતા કોઈ ને મળતી નથી. ગમે તેવી મોટી સફળતા પાછળ પણ અમુક અંશજ રૂપી નિષ્ફળતા છુપાયેલી જ હોય છે , ભલેને એ અંશજ નિષ્ફળતા છુપાયેલી હોય દુનિયા સમસ્ત થી , પણ એની હાજરી અચુક હોય છે. ઠીક એજ રીતે કદીયે કોઈ ચીઝ સો ટકા નિષ્ફળ નથી હોતી. ગમે તેવા નિષ્ફળ કામ , ચીઝ કે ઘટના પાછળ પણ ક્યાંય અંશજ સફળતા કે સફળતા નો પાયો છુપાયેલો હોય છે .

નિષ્ફળતા સાચા માણસો ની ઓળખ આપે છે. નિષ્ફળતા ભલે ઇચ્છીત મનોરથ ના આપી શકે , પણ નિષ્ફળતા નવા મનોરથો વિકસાવે છે . નિષ્ફળતા નવું શીખવાડે છે , નવા અનુભવો કરાવે છે . નિષ્ફળતા એ આપણાં સફળતા નાં દિવસો મા કરેલી ભૂલો , સફ્ળતાંની પ્રક્રિયા માં રહી ગયેલી એ ખામી ની અનુભૂતિ કરાવે છે.

સફળતા અને નિષ્ફળતા બન્ને દરેક નાં જીવન માં જન્મ થી જ શરૂ થઈ જતી અને મૃત્યુ પછી દાયકાઓ , સદીઓ પછી પુર્ણ થતી , અને સમગ્ર જીવન દરમિયાન શ્રમ અને સમજણ ની ઉર્જાથી ચાલતી અવિરત ચાલતી એક પ્રક્રિયા છે. નાની મોટી સમસ્યાઓ અને એનાં ઉકેલો એનાં અનુક્રમે પ્રક્રિયકોં અને નીપજો બને છે , અને સમય સાથે સમગ્ર પ્રક્રિયા આગળ વધી ને મૃત્યુ માં પરિણમે છે. એનાં દરેક તબક્કે અમુક હિસ્સા સ્વરુપ સફળતા અને અમુક હિસ્સા સ્વરુપ નિષ્ફળતા મળે છે. બદનસિબે વ્યક્તિઓ સફળતાને સુખ નું અને નિષ્ફળતા ને દુઃખ નું કારણભૂત સમજી બેસે છે .
કોઈ મનોરથ પૂરા કરવામાં જ્યારે , મોટા ભાગ નું કાર્ય , મોટા ભાગ નો હિસ્સો આપના મનોરથ થી વિરૂદ્ધ થઈ ઉઠે તો આપણને એ કામ નિષ્ફળ લાગે છે . નિષ્ફળ લાગતા એ કામ માં પણ ગણા સફ્ળતાં નાં અંશ હોય છે .


સો ટકા સફળતા એટ્લે જ નવું જીવન , અને સો ટકા નિષ્ફળતા એટ્લે જ છેલ્લું મરણ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.