નિમિષા દલાલ
પ્રકાશિત સાહિત્ય
154
વાચક સંખ્યા
187,056
પસંદ સંખ્યા
11,918

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સ્થાન:     સુરત

સારાંશ લખો:

મારું નામ નિમિષા દલાલ. જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫ જન્મ સ્થળ : સુરત અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે. બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં નોકરી, તેમજ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકેની જવાબદારી નિભાવી. મારી રચનાઓ ‘ગુજરાતમિત્ર’ સમાચારપત્રની સાપ્તાહિકપૂર્તિઓમાં,‘મમતા’ સામયિકમાં, ‘નોબત સાંધ્ય દૈનિક’ની દિવાળી અંકની પૂર્તિમાં,'લેખિની’ સામયિકમાં, ‘વૈષ્ણવ વણિક જ્ઞાતિ’ના સામયિકમાં, તેમજ મોઢવણિક જ્ઞાતિના સામયિક 'જ્યોતિર્ધર'માં તથા અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં અને વિષ્વ ગુજરાતી સમાજના સામયિક 'વિષ્વમેળો' તથા અમદાવાદથી પ્રકાશિત થતાં 'કુમાર' સામયિકમાં પ્રકાશિત. મુંબઈથી પ્રકાશિત થતા 'લેખિની' સામાયિકના જે-તે અંકની નિર્ણાયકની પસંદગીની વાર્તાનું ઈનામ વાર્તા 'વારસ'ને રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં આશ્વાસન ઈનામ ‘અડધીમા’ વાર્તા માટે મળ્યું. ૨૦૧૪માં પ્રકાશિત વાર્તા ‘દીદી, મારી દીદી..’ને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું. પહેલાં 'લેખિકામંચ' નામનું લેખિકાઓનું વાર્તાલેખન ગૃપ ચલાવતી હતી. જેમાં અમે આઠ બહેનો, નિયમિત રૂપે દર રવિવારે બે કલાક મળીને પોતપોતાની રચનાઓ વિશે ચર્ચા કરતાં હતાં. હવે થોડા વિદ્યાર્થીઓની અમારા ગૃપમાં જોડાવાની માગણીને માન આપી 'વાર્તાસભા' નામનું ગૃપ શરૂ કર્યું છે. જેમાં માત્ર મહિલાઓ જ નહિ પણ વાર્તાલેખનમાં રસ ધરાવનાર ૧૫ ભાઈ-બહેન નિયમિત મળીએ છીએ. જેમાં સ્થાનિક વાર્તાકારોનું માર્ગદર્શન મેળવી લેખન સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ..


નીલમ દોશી

1,365 ફોલોઅર્સ

રશ્મિ જાગીરદાર

1,371 ફોલોઅર્સ

Astha

1 ફોલોઅર્સ

kamlesh

0 ફોલોઅર્સ

BHARAT

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.