ડૉ. ઇન્દુ શાહ
પ્રકાશિત સાહિત્ય
66
વાચક સંખ્યા
41,270
પસંદ સંખ્યા
3,099

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

મારો ગુજારાતી ભાષા પ્રત્યેનો પ્રેમ લગાવ નાનપણથી ,શાળામાં દર અઠ્વાડિક બાળસભામાં નાના મોટા જોડકણા બોલવાના વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેવાનો નાની બાળ નાટીકામાં ભાગ લેવાનો .આ બધુ કરાવવામાં ચોથા ધોરણના શિક્ષક રમણિકભાઇ ઠાકર તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું .હાઇસ્કુલમાં શાળાના રિપોર્ટ લખી રેડીયો સ્ટૅશન પર રજુ કરતી .નાની એવી નવલકથા લખી ઍક બહેનપણી સાથે આજ એનુ અસ્તિત્વ નથી! કોલેજ અને મેડીકલ કોલેજ દરમ્યાન ગુજરાતી મંડળની પ્રવૃતિમાં સક્રિય ભાગ લીધો . મેડીકલ વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે થોડા અબોલા થયા પરંતુ સુરેન્દ્ર્નગર પતિ ડો રમેશ સાથે પ્રેકટિશમાં જોડાઈ , ગુજરાતી બહેનોના જુદા જુદા સ્વરુપો જોયા અને જાણ્યા, નવરાત્રની રમઝટ અને મનુભાઇ ગઢવીના લોક્ડાયરા અને સાથે લોકગીતો માણ્યા. નાની મોટી સહિયારા પ્રયત્ને સ્ક્રીપ્ટ લખી નાની સાંસારિક સમસ્યાઓ આવરી લેતી નાટિકાઓ પણ ભજવી. હ્યુસ્ટનમાં આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા અને સુતેલી માતૃભાષા પ્રત્યેની ભાવના જાગૃત થઇ , અંદરથી પ્રેરણા મળી.વિજયભાઇ, દેવિકાબેન જેવા મિત્રોના સાથ સહકાર મળ્યા અને ફરી લખવાનું શરુ કર્યું . ખરેખર હું ગુજરાતી સાહિત્ય સરિતાને વંદન કરું છું. વ્હાલા વાચક મિત્રોને નમ્ર વિનંતી કરુ છું કે મારી ક્ષતિઓને માફ કરે અને તેમના પ્રોત્સાહિત સુચનો આપતા રહે.  


AkshaySinh Parihar

2 ફોલોઅર્સ

Shrinal Suthar

4 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.