થોડામાં ઘણું - પ્રતિલિપિ માઈક્રોફિક્શન સ્પર્ધા

પ્રસ્તુત સ્પર્ધા માટે વાર્તામાં ઓછામાં ઓછા 4 શબ્દો અને વધુમાં વધુ 150 શબ્દો હોવા જોઈએ. આ થોડા શબ્દો/વાક્યોમાં ઘણુબધું કહેવાની રસપ્રદ સ્પર્ધામાં આપ પોતાની કલ્પનાને આધારે અઢળક વાર્તા લખી શકો છો.

 

પ્રથમ 10 વાર્તાઓને પુરસ્કાર આપવામાં આવશે અને પ્રથમ 30 વાર્તાઓને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

વાર્તાનો એક નવીનતમ પ્રકાર એટલે માઈક્રોફિક્શન. એવી વાર્તા કે જે ઓછામાં ઓછા શબ્દોમાં અઢળક વાત કહી જતી હોય. માઈક્રો-ફિક્શન ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રખ્યાત છે. તેના અલગ-અલગ સ્વરૂપોમાં અતિસુક્ષ્મ વાર્તા (અમુક શબ્દોમાં), સુક્ષ્મ વાર્તા (અમુક વાક્યમાં) અને નાની વાર્તા (એક -બે ફકરાઓમાં) હોય છે.

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. આપ પ્રતિલિપિની વેબસાઈટ કે એપમાં 'પેન' આઇકન પર ક્લિક કરો.

2. 'નવી રચના લખો' પર ક્લિક કરો અને આપની માઈક્રોફિક્શન વાર્તા લખો.

3. વાર્તા લખાઈ જાય ત્યારબાદ તેને પ્રકાશિત કરતી વખતે તેની શ્રેણી તરીકે 'માઈક્રોફિક્શન' પસંદ કરવાનું ચૂકશો નહિ. શ્રેણી તરીકે 'માઈક્રોફિક્શન' પસંદ કરાઈ હશે તે જ વાર્તા સ્પર્ધામાં ધ્યાનમાં લેવાશે.

4. ધ્યાન રહે કે આ સ્પર્ધામાં સબમિટેડ આપની રચના તરત પ્રકાશિત થઇ જશે. આ સ્પર્ધામાં 'ભાગ લો' બટન નથી. 

 

 

→અગત્યના નિયમો←

 

1) આપ ગમે તેટલી વાર્તાઓ સ્પર્ધામાં સબમિટ કરી શકો છો.

2) વાર્તામાં ઓછામાં ઓછા 4 શબ્દો અને વધુમાં વધુ 150 શબ્દો હોવા જોઈએ. 4 થી ઓછા કે 150 થી વધુ શબ્દોની વાર્તા સ્પર્ધામાં પરિણામ માટે માન્ય નહિ ગણાય.

3) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત પોતાની રચના સબમિટ કરી શકો છો.

4) સ્પર્ધાનું પરિણામ નિર્ણાયકો દ્વારા આપવામાં આવશે. 

 

ફરીથી આપની વાર્તાની શ્રેણી તરીકે 'માઈક્રોફિક્શન' પસંદ કરાઈ હશે તે જ વાર્તા સ્પર્ધામાં ધ્યાનમાં લેવાશે. 

 

 

→પુરસ્કાર←

 

નિર્ણાયકે પસંદ કરેલી પ્રથમ દસ રચના માટે:

૧) પ્રથમ રચના: ૨૦૦૦ /-

૨) દ્વિતીય રચના: ૧૦૦૦ /-

૩) તૃતીય રચના: ૧૦૦૦ /-

૪) ચોથી રચના : ૫૦૦/-

૫) પાંચમી રચના : ૫૦૦/-

૬) છઠ્ઠી રચના : ૫૦૦/-

૭) સાતમી રચના : ૫૦૦/-

૮) આઠમી રચના : ૫૦૦/-

૯) નવમી રચના : ૨૫૦/-

૧૦) દસમી રચના : ૨૫૦/-

 

(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)

 

 

→મહત્વની તારીખો←

 

૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 1 સપ્ટેમ્બર 2019

૨) પરિણામની તારીખ : 21 ઓક્ટોબર 2019

 

કોઈ સમસ્યા છે?

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ કરો 8160724375 પર કે gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન.

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ.

 

 

 

 

 

ઇવેન્ટ એન્ટ્રી

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.