પ્રસ્તુત સ્પર્ધા માટે વાર્તામાં ઓછામાં ઓછા 4 શબ્દો અને વધુમાં વધુ 150 શબ્દો હોવા જોઈએ. આ થોડા શબ્દો/વાક્યોમાં ઘણુબધું કહેવાની રસપ્રદ સ્પર્ધામાં આપ પોતાની કલ્પનાને આધારે અઢળક વાર્તા લખી શકો છો.

 

પ્રથમ 10 વાર્તાઓને પુરસ્કાર આપવામાં આવશે અને પ્રથમ 30 વાર્તાઓને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

વાર્તાનો એક નવીનતમ પ્રકાર એટલે માઈક્રોફિક્શન. એવી વાર્તા કે જે ઓછામાં ઓછા શબ્દોમાં અઢળક વાત કહી જતી હોય. માઈક્રો-ફિક્શન ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રખ્યાત છે. તેના અલગ-અલગ સ્વરૂપોમાં અતિસુક્ષ્મ વાર્તા (અમુક શબ્દોમાં), સુક્ષ્મ વાર્તા (અમુક વાક્યમાં) અને નાની વાર્તા (એક -બે ફકરાઓમાં) હોય છે.

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. આપ પ્રતિલિપિની વેબસાઈટ કે એપમાં 'પેન' આઇકન પર ક્લિક કરો.

2. 'નવી રચના લખો' પર ક્લિક કરો અને આપની માઈક્રોફિક્શન વાર્તા લખો.

3. વાર્તા લખાઈ જાય ત્યારબાદ તેને પ્રકાશિત કરતી વખતે તેની શ્રેણી તરીકે 'માઈક્રોફિક્શન' પસંદ કરવાનું ચૂકશો નહિ. શ્રેણી તરીકે 'માઈક્રોફિક્શન' પસંદ કરાઈ હશે તે જ વાર્તા સ્પર્ધામાં ધ્યાનમાં લેવાશે.

4. ધ્યાન રહે કે આ સ્પર્ધામાં સબમિટેડ આપની રચના તરત પ્રકાશિત થઇ જશે. આ સ્પર્ધામાં 'ભાગ લો' બટન નથી. 

 

 

→અગત્યના નિયમો←

 

1) આપ ગમે તેટલી વાર્તાઓ સ્પર્ધામાં સબમિટ કરી શકો છો.

2) વાર્તામાં ઓછામાં ઓછા 4 શબ્દો અને વધુમાં વધુ 150 શબ્દો હોવા જોઈએ. 4 થી ઓછા કે 150 થી વધુ શબ્દોની વાર્તા સ્પર્ધામાં પરિણામ માટે માન્ય નહિ ગણાય.

3) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત પોતાની રચના સબમિટ કરી શકો છો.

4) સ્પર્ધાનું પરિણામ નિર્ણાયકો દ્વારા આપવામાં આવશે. 

 

ફરીથી આપની વાર્તાની શ્રેણી તરીકે 'માઈક્રોફિક્શન' પસંદ કરાઈ હશે તે જ વાર્તા સ્પર્ધામાં ધ્યાનમાં લેવાશે. 

 

 

→પુરસ્કાર←

 

નિર્ણાયકે પસંદ કરેલી પ્રથમ દસ રચના માટે:

૧) પ્રથમ રચના: ૨૦૦૦ /-

૨) દ્વિતીય રચના: ૧૦૦૦ /-

૩) તૃતીય રચના: ૧૦૦૦ /-

૪) ચોથી રચના : ૫૦૦/-

૫) પાંચમી રચના : ૫૦૦/-

૬) છઠ્ઠી રચના : ૫૦૦/-

૭) સાતમી રચના : ૫૦૦/-

૮) આઠમી રચના : ૫૦૦/-

૯) નવમી રચના : ૨૫૦/-

૧૦) દસમી રચના : ૨૫૦/-

 

(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)

 

 

→મહત્વની તારીખો←

 

૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 1 સપ્ટેમ્બર 2019

૨) પરિણામની તારીખ : 30 સપ્ટેમ્બર 2019

 

કોઈ સમસ્યા છે?

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ કરો 8160724375 પર કે gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન.

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ.

 

 

 

 

 

સ્પર્ધાનું પરિણામ: લીંક 

 

શું તમારી પાસે એવી પારખું નજર છે કે જે કોઈ પણ રચનામાં પારખી શકે કંઇક વિશિષ્ટ? શું આપ કોઈ પુસ્તક કે ફિલ્મ વિષે ઉંડાણસભર ચર્ચા કરી શકો છો? કોઈ પુસ્તક કે ફિલ્મ એવી અડી ગઈ હોય કે એના વિષે લખ્યા/બોલ્યા વગર રહેવાય નહિ એવું તમારી સાથે થાય છે? જો હા, તો ભાગ લો પ્રતિલિપિની નવી સ્પર્ધા 'મારી નજરે'! જ્યાં આપ આપની ગમતી ફિલ્મો કે આપને ગમતા પુસ્તકો વિષે લખી શકો છો મન ભરીને અને જીતી શકો છો અગિયાર હજાર રૂપિયા સુધીના પુરસ્કાર! 

 

- સ્પર્ધા વિષે - 

 

સમીક્ષા લેખન કે રીવ્યુ લેખન એક નોન-ફિક્શન લેખન પ્રકાર છે. આ સ્પર્ધામાં આપ  કોઈ પણ ફિલ્મ કે પુસ્તક વિષે આપની અભિવ્યક્તિ મૂકી શકો છો. જોકે એક રચનામાં કોઈ એક જ પુસ્તક કે ફિલ્મ વિષે લખશો. 

 

- પુરસ્કાર - 

 

પ્રથમ ચાર વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. પરિણામ નિર્ણાયકો દ્વારા આપવામાં આવશે. 

 

પ્રથમ વિજેતા - 5000/-

દ્વિતીય વિજેતા - 3000/-

તૃતીય વિજેતા - 2000/-

ચતુર્થ વિજેતા - 1000/-

 

 

- જરૂરી નિયમો - 

 

1. આપ વધુમાં વધુ પાંચ રચનાઓ સબમિટ કરી શકો છો. 

૨. આપ કોઈ પણ ફિલ્મ/પુસ્તક/વાર્તાની સમીક્ષા લખી શકો છો. 

3. પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના સબમિટ કરી શકો છો.

4. સમીક્ષા ઓછામાં ઓછી 400 શબ્દોની હોવી જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.)

 

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. તમે આ પેજ પર જ નીચે આપેલા ‘ભાગ લો’ બટનને ક્લિક કરીને ચાર સરળ સ્ટેપ અનુસરીને તમારી એક રચનાલખીને કે પેસ્ટ કરીને સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

2. રચનાનું શીર્ષક, કવર પેજ અને યોગ્ય શ્રેણી પસંદ કરશો.  

3. આ રીતે જ આપ વારાફરતી આપની મહત્તમ પાંચ રચના સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

 

→મહત્વની તારીખો←

 

૧) રચના સબમિટ કરવાની છેલ્લી તારીખ : 10 ઓગસ્ટ 2019

૨) સ્પર્ધાના પરિણામની તારીખ - 1 સપ્ટેમ્બર 2019 

 

કોઈ સમસ્યા છે?

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ કરો 8160724375 પર કે gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન.

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ.

 

સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું છે. આપ તેને અહીં ક્લિક કરીને જોઈ શકશોhttps://gujarati.pratilipi.com/blog/result-sahaskatha-z661x1twk3198e7

 -------------

અણધાર્યો પ્રવાસ, ભેદી વસ્તુની ખોજ, અભૂતપૂર્વ સાહસ અને રૂંવાટા ખડા થઇ જાય તેવો રોમાંચ અને એવું તો કેટલુંય! અઢળક શક્યતા સાથેનું સાહસ કથાઓનું વિશ્વ! 

 

જી હા, મિત્રો!  ગુજરાતીમાં યશવંત મહેતા, મૂળશંકર મો. ભટ્ટ કે વૈશ્વિક સાહિત્યમાં જુલે વર્ન્સ કે જે.કે. રોલિંગ એવા અમુક નામો છે કે જેમણે એકીબેઠકે વાંચવા મજબુર કરે એવી સાહસ કથાઓ ઘડવા તરફ યોગદાન આપ્યું છે! આ સાથે જ આ લેખન સ્પર્ધા પણ આ પ્રકારના સાહિત્યક્ષેત્રે વધુ ખેડાણ થાય એ હેતુસર ગોઠવાઈ છે. 

 

તો જો આપ લખી શકો છો અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ચૂકેલી સાહસિક ગુજરાતી પ્રજામાંના એક ગુજરાતી છો તો પ્રસ્તુત સ્પર્ધા આપને માટે જ છે! સાહસ કથાઓનું એક નવું જ વિશ્વ, આપના વ્યક્તિવ અને લખાણનું એક નવું જ પાસું ઉઘાડવા સક્ષમ છે! અને સાથે જ આપ જીતી શકો છો 25,000 રૂપિયા સુધીના પુરસ્કાર! 

 

સાહસ કથા માટેના આઈડીયાઝ અહીં ક્લિક કરતા મળશે - આઈડીયાઝ 

 

પ્રથમ 12 વાર્તાઓને પુરસ્કાર આપવામાં આવશે અને પ્રથમ 30 વાર્તાઓને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2019 છે. સ્પર્ધાના મહત્વના નિયમો આ મુજબ છે. 

 

 

→પુરસ્કાર:

 

1) કુલ 12 પુરસ્કાર આપવામાં આવશે. પુરસ્કાર નિર્ણાયકોની પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે.

 

1. પહેલા ક્રમે વિજેતા વાર્તા - 7000/-

2. બીજા ક્રમે વિજેતા વાર્તા - 4000/-

3. ત્રીજા ક્રમે વિજેતા વાર્તા - 3500/-

4. ચોથા ક્રમે વિજેતા વાર્તા - 2000/-

5. પાંચમાં ક્રમે વિજેતા વાર્તા - 1500/-

6. છઠ્ઠા ક્મે વિજેતા વાર્તા - 1500/-

7. સાતમાં ક્રમે વિજેતા વાર્તા - 1300/-

8. આઠમાં ક્રમે વિજેતા વાર્તા - 1300/-

9. નવમાં ક્રમે વિજેતા વાર્તા - 1000/-

10. દસમાં ક્રમે વિજેતા વાર્તા - 1000/-

11. અગિયારમાં ક્રમે વિજેતા વાર્તા - 450/- 

12. બારમાં ક્રમે વિજેતા વાર્તા - 450/-

 

2) ટોપ-30 વાર્તાઓને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

3) પ્રથમ ત્રણ વિજેતાઓના પ્રતિલિપિ દ્વારા ઈન્ટરવ્યુ લઈને તેને પ્રકાશિત કરવામાં આવશે.

 

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. તમે આ પેજ પર જ નીચે આપેલા ‘ભાગ લો’ બટનને ક્લિક કરીને ચાર સરળ સ્ટેપ અનુસરીને તમારી એક વાર્તા લખીને કે પેસ્ટ કરીને સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

2. વાર્તાનું શીર્ષક, કવર પેજ અને જો આપ મોબાઈલ એપ દ્વારા સબમિટ કરી રહ્યા હો તો યોગ્ય શ્રેણી પસંદ કરશો.  

3. આ રીતે જ આપ વારાફરતી આપની મહત્તમ પાંચ વાર્તા સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

નોંધ - જો આપ આપ ધારાવાહિક વાર્તા (કે ભાગમાં લખાયેલી વાર્તા) સબમિટ કરવા માંગતા હો તો દરેક ભાગને એક જ કન્ટેન્ટની અંદર પ્રકરણવાર પ્રકાશિત કરી શકો છો.

ભાગ લેવા અંગે વધુ સ્પષ્ટતા માટે આપ અમને મેઈલ કે ફોન પણ કરી શકો છો. 

 

 

→અગત્યના નિયમો←

 

1) આપ વધુમાં વધુ પાંચ વાર્તાઓ સબમિટ કરી શકો છો. એટલે કે ઓછામાં ઓછી એક વાર્તા સબમિટ કરીને પણ આપ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

2) વાર્તા ઓછામાં ઓછી 400 શબ્દોની હોવી જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.)

3) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના સબમિટ કરી શકો છો.

4) આપની વાર્તા સાહસ વાર્તા/ સાહસ કથા હોવી જરૂરી છે. અન્ય કોઈ પણ પ્રકારની વાર્તા સ્પર્ધાના પરિણામમાં માન્ય ગણાશે  નહિ. 

 

 

→મહત્વની તારીખો←

 

૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 15 જુલાઈ 2019

૨) વાર્તાઓ 18 જુલાઈના રોજ વાચકો સાથે શેર કરવામાં આવશે.  સ્પર્ધાના પરિણામની તારીખ પણ ત્યારે જ જાહેર કરવામાં આવશે. 

 

 

કોઈ સમસ્યા છે?

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ કરો 8160724375 પર કે gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન.

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ.

 

તો રાહ શેની જુઓ છો. લખી મોકલો આપની માસ્ટરપીસ સાહસ કથા, પ્રતિલિપિ સાહસ-કથા સ્પર્ધામાં!  

 

 

અપડેટ - સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું છે. આપ તેને અહીં ક્લિક કરીને જાણી શકશો. 
 
------------------
 
દોસ્તો,
 
આપ સૌ માટે ફરી આવી ગયો છે પ્રતિલિપિ કાવ્ય મહોત્સવ!
 
કહેવાય છે કે એક ઉત્તમ કવિ હૃદયના ભાવોને શુદ્ધતમ રીતે અભિવ્યક્ત કરી શકે છે અને એક ઉત્તમ કવિતા દરેક વાંચને કંઇક નવો જ અર્થ ઉજાગર કરે છે. જાણે કે સાચા અર્થમાં પ્રસ્તુતિ લાગણીઓની! 

તો આવા જ ઉત્તમ કવિ અને કવિતાઓની શોધમાં આપના ભાવોને, આપની સંવેદનાઓને કવિતા દ્વારા વહેતી કરવાની વધુ એક તક લઈને પ્રતિલિપિ આવી ગયું છે. કવિતાના આ મહોત્સવમાં પ્રસ્તુત થનાર આપની લાગણીસભર રચનાઓની કાગડોળે રાહ અમે જોઈ રહ્યા છીએ.

તો આવો કવિતાઓના આ મેળાવડામાં આપ પણ સહભાગી થાઓ! (સ્પર્ધાના પરિણામમાં પણ કંઇક અનોખો વિચાર ધરાવતી કે ઊંડો ભાવ ઉજાગર કરી શકતી કવિતાઓને પ્રાધાન્ય આપીશું.)

 

→પુરસ્કાર:

 

1) કુલ 6 પુરસ્કાર આપવામાં આવશે.  પરિણામ નિર્ણાયકોની પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે.

 

1. પહેલા ક્રમે આવેલી કવિતા - 1500/-

2. બીજા ક્રમે આવેલી કવિતા - 1000/-

3. ત્રીજા ક્રમે આવેલી કવિતા - 700/-

4. ચોથા ક્રમે આવેલી કવિતા - 500/-

5. પાંચમાં ક્રમે આવેલી કવિતા - 500/-

6. છઠ્ઠા ક્રમે આવેલી કવિતા - 350/-

 

2) ટોપ-20 કવિતાઓને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

 

→મહત્વની તારીખો: 

 

૧) કવિતા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 27 મે 2019 (અપડેટેડ)

૨) કવિતાઓ 30 મે ના રોજ વાચકો સાથે શેર કરવામાં આવશે. 

3) સ્પર્ધાના પરિણામની તારીખ - 10 જુલાઈ 2019 (અપડેટેડ)

 

 

છેલ્લે એક મહત્વની વાત - ૨૦૧૭માં યોજાયેલ કાવ્ય મહોત્સવના નિર્ણાયકનો અભિપ્રાય કંઇક આ મુજબ હતો. આ વર્ષે પણ કવિતા લખતા પહેલા તમને આ અભિપ્રાય મદદ કરી શકે. - "દરેક વિચાર એ કવિતા નથી. વિચારને કવિતામાં રૂપાંતર કરવા માટે કવિએ કસબ અજમાવવો પડે. વિચારનું કવિતામાં રૂપાંતર બહુ ઓછી રચનાઓમાં જોવા મળ્યું." 

 

 

કોઈ સમસ્યા છે?

gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન.

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ. 

 → સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375

 

સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું છે. આપ તેને અહીં ક્લિક કરીને જોઈ શકશો. 

-------------------

ભૂલભુલૈયા વાર્તા સ્પર્ધા - હોરર, સસ્પેન્સ અને થ્રીલર લેખન સ્પર્ધા

 

હેલો લેખકમિત્રો,

 

આપ સમક્ષ નવી સ્પર્ધા લઈને અમે આવી ગયા છીએ. ‘ભૂલભુલૈયા’ વાર્તા સ્પર્ધામાં આપ માનવમનના કેટલાક અંધારિયા પણ રોમાંચક પાસાઓને ઉજાગર કરતું સાહિત્ય રચી શકો છો અને જીતી શકો છો 10000 રૂપિયા સુધીના પુરસ્કાર!   

 

હોરર, સસ્પેન્સ અને થ્રીલર, આ ત્રણ વિષય પર ઉજાગરો કરાવીને વાંચવા મજબુર કરે તેવી દુનિયાભરની બેસ્ટસેલર વાર્તાઓ લખાઈ છે.  અઢળક રસપ્રદ અને રોમાંચક વિષયો આપની રાહ જોઈ રહ્યા છે. વાર્તાના વિષયો જેવા કે રહસ્ય, હત્યા. ભૂતાવળ, સુપરનેચરલ, અપહરણ, બદલો, ઇન્વેસ્ટીગેશન, ચોરી, જાસુસી, માઈન્ડગેમ્સ અથવા એવું કઇ પણ જે ખૂબ વિશાળ વિષય એવા ‘થ્રીલર’માં સમાવિષ્ટ થઇ શકે. પસંદ આપની છે.

 

તમે પણ ‘ભૂલભુલૈયા’માં ભાગ લઇ વાંચકોના ઉજાગરાનું કારણ બની શકો છો!

 

સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે 5 મે, 2019. સ્પર્ધાના અમુક મહત્વના નિયમ નીચે મુજબ છે.→પુરસ્કાર:

 

1) કુલ 6 પુરસ્કાર આપવામાં આવશે. 3 પુરસ્કાર પ્રતિલિપિ ટીમ દ્વારા જાહેર કરવામાં આવશે, જયારે 3 પુરસ્કાર નિર્ણાયકોની પેનલ દ્વારા જાહેર કરવામાં આવશે.

 

1. પ્રથમ વિજેતા વાર્તા - 2500/-

2. દ્વિતીય વિજેતા વાર્તા - 1500/-

3. તૃતીય વિજેતા વાર્તા - 1000/-

 

નોંધ - પ્રતિલિપિ ટીમ દ્વારા જાહેર થનારુ પરિણામ રચનાએ મેળવેલ વાચકોની સંખ્યા, તેમણે રચના વાંચવા માટે ગાળેલ સમય અને રચનાને મળેલ એવરેજ રેટિંગને આધારે જાહેર થશે. જયારે નિર્ણાયકો દ્વારા જાહેર થનાર પરિણામ ગુણવત્તા, વિષય અને વ્યાકરણ જેવા પાસાઓને આધારે જાહેર થશે.

 

2) ટોપ-20 વાર્તાઓને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.→અગત્યના નિયમો←

 

૧) આપ વધુમાં વધુ પાંચ વાર્તાઓ સબમિટ કરી શકો છો. એટલે કે ઓછામાં ઓછી એક વાર્તા સબમિટ કરીને પણ આપ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

 

૨) વાર્તા ઓછામાં ઓછી 400 શબ્દોની હોવી જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.)

 

૩) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના સબમિટ કરી શકો છો.→મહત્વની તારીખો←

 

૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 5 મે 2019

૨) વાર્તાઓ 8 મે ના રોજ વાચકો સાથે શેર કરવામાં આવશે. 

3) સ્પર્ધાનું પરિણામ - 28 જુન 2019 ના રોજ 

 

 

કોઈ સમસ્યા છે?

gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન.

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ.

 

તો રાહ શેની જુઓ છો. લખી મોકલો આપનો માસ્ટરપીસ ભૂલભુલૈયામાં! 

 

 

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375 

'અગિયારમાં ધોરણનો પહેલો દિવસ. નવી શાળા. હાલ અજાણ્યા પણ પછીથી દિલોજાન જીગરી બની જવાના છે તેવા મિત્રો. પરીક્ષાઓનું દબાણ. માં-બાપના સપના. ચાલુ ચીલાથી અલગ પોતાની અલગ કેડી કંડારવાનું ઝનુન. એક તરુણ/તરુણીની નજરે જિંદગીનું ચિત્રણ, એની દુનિયા.' 

 

શું આપ વિચારી શકો છો સૌથી અલગ? શું આપ આ નાનકડા આઈડિયા પર આધારિત અનોખી વાર્તા ઘડી શકો છો? તો જોડાઈ જાઓ અમારી નવી સ્પર્ધામાં. 

 

સ્પર્ધામાં ભાગ લેવા માટે આપ ઉપર દર્શાવેલા આઈડિયા ઉપરથી 400 શબ્દોથી વધુની વાર્તા લખી તેને પ્રતિલિપિ પર આપની પ્રોફાઈલમાં જ 'સ્પર્ધા - ચમકારો' શ્રેણી સાથે પબ્લીશ કરશોઅમે આ આઈડિયા પરથી લખાયેલી આપની વાર્તાઓ વાંચીશું અને શ્રેષ્ઠ વાર્તાઓને આપીશું પુરસ્કાર. સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ  21 મે છે. જયારે સ્પર્ધાનું પરિણામ 30 મે ના રોજ નિર્ણાયકો દ્વારા જાહેર થશે. 

 

ખાસ નોંધ - સતત નવ અઠવાડિયા સુધી ચાલેલી આ સ્પર્ધા અહીં સમાપ્ત થાય છે. અભૂતપૂર્વ એવા આ નવીન પ્રયોગને બહોળો આવકાર અને પ્રેમ આપવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર અને અભિનંદન! સ્પર્ધાનો મૂળ હેતુ કંઇક નવીન પ્રકારનું સાહિત્યસર્જન થાય અને લેખકોની પણ ક્ષમતા નવી દિશામાં પ્રગટે તે માટેનો હતો. અને આપ લેખકો દ્વારા સાયન્સ ફિક્શન, ફેન્ટેસી, હિસ્ટોરીક્લ ફિક્શન, માયથોલોજીકલ ફિક્શન અને એવા તો ઘણા વિષયો પર અદ્ભુત અને નવીન વાર્તાઓ લખાઈ! ફરીથી ખુબ ખુબ આભાર. અને હા! આ પૂર્ણવિરામ નથી. જલ્દી જ અઠવાડિક સ્પર્ધા - ચમકારોની સીઝન 2 પણ લાવીશું જ. પણ હાલપૂરતું થોડા સમયગાળા માટે, અલ્પવિરામ! 

 

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. આ સ્પર્ધા રાઈટીંગ પ્રોમ્પ્ટ આધારિત છે. આ પેજની શરૂઆતમાં આપેલા આઈડિયા આધારિત વાર્તા  21 મે સુધીમાં પબ્લીશ કરવાની રહેશે. 

2. આપની વાર્તા પબ્લીશ કરતી વખતે શ્રેણી તરીકે 'સ્પર્ધા - ચમકારો' પસંદ કરવાનું ચૂકશો નહિ. આ શ્રેણી પસંદ ન કરી હોય તે વાર્તા સ્પર્ધામાં માન્ય ગણાશે નહિ. 

3. આ સ્પર્ધામાં 'ભાગ લો' બટન નથી. તમારે વાર્તા સીધી જ તમારી પ્રોફાઈલમાંથી પબ્લીશ કરવાની રહેશે. વાર્તા 400 શબ્દોથી વધુની હોવી જરૂરી છે

(વધુ સ્પષ્ટતા માટે, સ્પર્ધામાં ભાગ લેવાની ચિત્રમય જાણકારી અહીં ક્લિક કરતા મળશે.)

4. પરિણામની તારીખ - 30 મે 2019 (અપડેટેડ)

 

 

 

→પુરસ્કાર←

 

1.) પ્રથમ પાંચ વાર્તાઓને પુરસ્કાર મળશે. 

 

1. પ્રથમ ક્રમે આવેલી વાર્તા- 500/- 

2. બીજા ક્રમે આવેલી વાર્તા- 500/-  

3. ત્રીજા ક્રમે આવેલી વાર્તા- 500/- 

4. ચોથા ક્રમે આવેલી વાર્તા - 500/-  

5. પાંચમાં ક્રમે આવેલી વાર્તા- 500/- 

 

2.)  પ્રથમ દસ વાર્તાઓને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

-----------------------------------------------

નવમી  ચમકારો સ્પર્ધાનું પરિણામ -

1. ટેકરીને શિખર... - દ્વિજેશ ભટ્ટ

2. બેવડાં સપના - યામિની પટેલ

3. ડિપ્રેશન - જીગર સાગર

4. રૂમમેટ - Ashish Vedani

4. શક્તિદાયી વિચાર - Dr. Arti Rupani

5. ક્ષિતિજ - Chandubhai Prajapati

5. યુવાન સપનાંની પાંખો - કાજલ ચૌહાણ

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

------------------------------------------------

આઠમી  ચમકારો સ્પર્ધાનું પરિણામ -

1. એક્સ્પ્લોર ઇન્ડિયા.. - યામિની પટેલ

2. સર્જક શ્રેષ્ઠ આંગળાં - સુનીલ અંજારીયા

3. કોણાર્ક - ટ્વીન્કલ

3. હવાઈ અકસ્માત - The Plane crash - બકુલ ડેકાટે

4. એ કોણ હતી ? - Chandubhai Prajapati

5. પ્રવાસ:-બૉલીવુડ તરફનો - કિશન પંડ્યા

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

------------------------------------------------

સાતમી ચમકારો સ્પર્ધાનું પરિણામ -

1. મુલાકાત - દ્વિજેશ ભટ્ટ

2. જાને તું યા જાને ના.. - Dr. Arti Rupani

2. આત્મિય મિત્ર - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

3. અજબ રમત પ્રેમની - હરગોવન પ્રજાપતિ

4. સુખદ સંજોગ - Dr Priti Solanky

5. બૅચલર પાર્ટીની હસીન રાત - કાજલ ચૌહાણ

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

------------------------------------------------

છઠ્ઠી ચમકારો સ્પર્ધાનું પરિણામ -

1. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા - Dr. Arti Rupani

2. રૂપ પરિવર્તિની - ચમકારો ૬ - અમિષા શાહ

2. ચમકારો - નમ્રતા કંસારા

3. ક્યુબિક પઝલ - દિપલ આડતાણી

3. પરિણામ - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

4. ન્યૂટનનો ત્રીજો નિયમ - Dr. Arti Rupani

4. ઉદ્ધારક - યામિની પટેલ

5. બૅક ટુ રિયાલિટી - કૃણાલ જાદવ

5. પ્રેમનું અસ્તિત્વ - Dr Priti Solanky

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

-------------------------------------------------

પાંચમી ચમકારો સ્પર્ધાનું પરિણામ -

1. ઉર્મિલા - Dr. Arti Rupani

2. મોડર્ન વહુ અને મોટું મન - હરગોવન પ્રજાપતિ

3. એક નજર - સુનીલ અંજારીયા

4. ખીરમાં નાંખીએ ખાંડ! - ભરત ચકલાસિયા

4. Tik Tok વાલા લવ - કાજલ ચૌહાણ

5. સફર - બે મિનિટ થી બાવીસ મિનિટ સુધી! અમિષા શાહ

5. અજવાળું કોણ લાવ્યું? - યામિની પટેલ

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

------------------------------------------------

ચોથી ચમકારો સ્પર્ધાનું પરિણામ - 

1. વારંવાર - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

2. હાઇઝનબર્ગ ઇફેક્ટ - જીગર સાગર

3. વિમાન નો શોધક - બકુલ ડેકાટે

4. કંટાળો - અમિષા શાહ

5. નાલંદા - એક ન સર્જાયેલું વિશ્વ - Ketan Dattani

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

-------------------------------------------------

તૃતીય ચમકારો સ્પર્ધાનું પરિણામ - 

 1.  મિશન વેગા - જીગર સાગર

1.  કમિંગ હોમ ડિયર - Bhavin Borkhatariya 

2.  શુક્રેન : એક સિક્રેટ પ્લાનેટ - કૃણાલ જાદવ

2.  પાંચમાં ગ્રહની શોધમાં... - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

3. અજાણ્યા ગ્રહના એલિયન્સ - કાજલ ચૌહાણ

3. સિલ્વરબર્ગ - દિવ્યાબા જાડેજા વાઘેલા

4.  વોયેજર-૧ની વાપસી !!! - umang chavda

4. વી વીલ બી બેક... - અમિષા શાહ

5. "શું એલીયન્સ છે?" - ઉજાસ વસાવડા

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

------------------------------------------------- 

 

દ્વિતીય ચમકારો સ્પર્ધાનું પરિણામ - 

1. અધૂરી નોટબુક - Ketan Dattani

2. એક અધૂરી પ્રેમકહાની - રૂસ્તમ રાઠોડ

 
4. અગમવાણી - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
 
5. મારી આવતીકાલ - દિવ્યાબા જાડેજા વાઘેલા
 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

----------------------------------------------------

 પ્રથમ ચમકારો સ્પર્ધાનું પરિણામ - 

1. ડાર્ક સિક્રેટ - અમિષા શાહ

2. કહાની એક લાશની - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

3. મરણીયો બાપ! - દિવ્યાંગ વેગડા

4. કૃષ્ણાકુંજ - Bhavin Borkhatariya

5. મદદગાર - ચમકારો -  Ketan Dattani

 

વિસ્તૃત પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો. 

---------------------------------------------------

 

કોઈ સમસ્યા છે? 

gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન. 

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ. 

 

તો રાહ શેની જુઓ છો. લખી મોકલો આપનો માસ્ટરપીસ #ચમકારો સાથે! 

 

 

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375

અપડેટ - સ્પર્ધાનું પરિણામ અહીં ક્લિક કરી જોઈ શકશો. 
 
'ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દૂર દૂર કુતરાઓ ભસી રહ્યા હતા. અને એક વ્યક્તિ જાણ્યે- અજાણ્યે લાશ તરફના રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં કેમ હતી લાશ અને હતી કોની? કોણ હતો આ વ્યક્તિ? ત્યાં જ અચાનક.... '  - આ છે આ અઠવાડિયાનો રાઈટીંગ પ્રોમ્પ્ટ.

 

રોમાંચક, નહિ? તો શું આપ આ નાનકડા આઈડિયા પર આધારિત વાર્તા ઘડી શકો છો? તો જોડાઈ જાઓ અમારી નવી સ્પર્ધામાં. 

 

સ્પર્ધામાં ભાગ લેવા માટે આપ ઉપર દર્શાવેલા આઈડિયા ઉપરથી 400 શબ્દોથી વધુની વાર્તા લખી તેને પ્રતિલિપિ પર આપની પ્રોફાઈલમાં જ 'સ્પર્ધા - ચમકારો' શ્રેણી સાથે પબ્લીશ કરશોઅમે આ આઈડિયા પરથી લખાયેલી આપની વાર્તાઓ વાંચીશું અને શ્રેષ્ઠ વાર્તાઓને આપીશું પુરસ્કાર, દર અઠવાડિયે

 

સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 25 માર્ચ છે. જયારે સ્પર્ધાનું પરિણામ 28 માર્ચના રોજ નિર્ણાયકો દ્વારા જાહેર થશે. આવતા અઠવાડિયે આ જ રીતે નવા વિષય સાથે સ્પર્ધા જાહેર થશે. 

 

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. આ સ્પર્ધા રાઈટીંગ પ્રોમ્પ્ટ આધારિત છે. આ પેજની શરૂઆતમાં આપેલા આઈડિયા આધારિત વાર્તા 25 માર્ચ સુધીમાં પબ્લીશ કરવાની રહેશે. 

2. આપની વાર્તા પબ્લીશ કરતી વખતે શ્રેણી તરીકે 'સ્પર્ધા - ચમકારો' પસંદ કરવાનું ચૂકશો નહિ. આ શ્રેણી પસંદ ન કરી હોય તે વાર્તા સ્પર્ધામાં માન્ય ગણાશે નહિ. 

3. આ સ્પર્ધામાં 'ભાગ લો' બટન નથી. તમારે વાર્તા સીધી જ તમારી પ્રોફાઈલમાંથી પબ્લીશ કરવાની રહેશે. વાર્તા 400 શબ્દોથી વધુની હોવી જરૂરી છે

(વધુ સ્પષ્ટતા માટે, સ્પર્ધામાં ભાગ લેવાની ચિત્રમય જાણકારી અહીં ક્લિક કરતા મળશે.)

4. પરિણામની તારીખ - 28 માર્ચ 2019

 

 

→પુરસ્કાર←

 

1.) પ્રથમ પાંચ વાર્તાઓને પુરસ્કાર મળશે. 

 

1. પ્રથમ ક્રમે આવેલી વાર્તા- 500/- 

2. બીજા ક્રમે આવેલી વાર્તા- 300/-  

3. ત્રીજા ક્રમે આવેલી વાર્તા- 300/- 

4. ચોથા ક્રમે આવેલી વાર્તા - 200/-  

5. પાંચમાં ક્રમે આવેલી વાર્તા- 200/- 

 

2.)  પ્રથમ દસ વાર્તાઓને ડીજીટલ પ્રમાણ આપવામાં આવશે. 

 

 

કોઈ સમસ્યા છે? 

gujarati@pratilipi.com પર લખી મોકલો આપની સમસ્યા, જીજ્ઞાસા કે સૂચન. 

અમે આપની મદદ કરવા માટે તત્પર છીએ. 

 

તો રાહ શેની જુઓ છો. લખી મોકલો આપનો માસ્ટરપીસ #ચમકારો સાથે! 

 

 

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375

સ્પર્ધા સમાપ્ત થઇ ચુકી છે. સ્પર્ધાનું પરિણામ આપ અહીં ક્લિક કરીને જાણી શકશો. 

----------------------------------------------------------------------------------------------------------------------------------

ધારો કે ઈ.સ. ૨૦૫૦નું વર્ષ છે. આજથી ૩૧ વર્ષ પછી દુનિયા ટેકનોલોજીથી લઈને સામાજિક વ્યવસ્થા એમ દરેક ક્ષેત્રે બદલાઈ ચુકી હશે એ ચોક્કસ વાત છે. આ બદલાયેલા સમયગાળામાં સ્ત્રીઓની સામાજિક, માનસિક, કૌટુંબિક સ્થિતિ શું હશે? બદલાઈ હશે? હકારાત્મક દિશામાં બદલાઈ હશે કે નકારાત્મક દિશામાં? કે ઠેરની ઠેર હશે? પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોના સમીકરણ શું હશે?

 

વિષય રસપ્રદ લાગ્યો ને! શું આપ આ વિષયની આસપાસ નવીન વાર્તા ઘડી શકો છો? તો આ સ્પર્ધા તમારા માટે જ છે!  સ્ત્રીઓની આવતીકાલ વિષેના આ વિશાળ વિષય પર આપ સાયન્સ ફિક્શનથી લઈને સામાજિક, રહસ્યમય, પ્રેરણાત્મક, વ્યંગપૂર્ણ, હોરર એમ ગમે તે પ્રકારની વાર્તા ઘડી શકો છો અને જીતી શકો છો ૧૨૦૦૦ રૂપિયા સુધીના ઇનામ! તો આ વુમન્સ મંથ તૈયાર થઇ જાઓ કંઇક નવું કરવા માટે! 

 વધુમાં, પ્રથમ 20 વાર્તાઓના વિજેતાને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર અપાશે.  ઉપરાંત, પ્રથમ ત્રણ વિજેતાઓના પ્રતિલિપિ દ્વારા ઈન્ટરવ્યુ લઈને તેને પ્રકાશિત કરવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ પ્રતિલિપિ દ્વારા નીમાયેલા નિર્ણાયકો દ્વારા આપવામાં આવશે. 

 

→પુરસ્કાર←

 

1) પ્રથમ નવ વાર્તાઓને અમારા દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. 

 

1. પ્રથમ ક્રમે આવેલી વાર્તા- 3000/- (ત્રણ હજાર રૂપિયા) 

2. બીજા ક્રમે આવેલી વાર્તા- 2000/- (બે હજાર રૂપિયા) 

3. ત્રીજા ક્રમે આવેલી વાર્તા- 1000/-  (એક હજાર રૂપિયા) 

4. ચોથા ક્રમે આવેલી વાર્તા - 1000/- (એક હજાર રૂપિયા) 

5. પાંચમાં ક્રમે આવેલી વાર્તા- 1000/- (એક હજાર રૂપિયા) 

6. છટ્ઠા ક્રમે આવેલી વાર્તા-  1000/- (એક હજાર રૂપિયા)

7. સાતમાં ક્રમે આવેલી વાર્તા - 1000/- (એક હજાર રૂપિયા)

8. આઠમાં ક્રમે આવેલી વાર્તા - 1000/- (એક હજાર રૂપિયા)

9. નવમાં ક્રમે આવેલી વાર્તા - 1000/- (એક હજાર રૂપિયા)

 2) ટોપ-20 વાર્તાઓને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 3) વિજેતા વાર્તાઓ અંગે નિર્ણય પ્રતિલિપિ દ્વારા નીમાયેલા નિર્ણાયકો દ્વારા આપવામાં આવશે. 

 

 

 →અગત્યના નિયમો←

 ૧) આપ વધુમાં વધુ પાંચ વાર્તાઓ સબમિટ કરી શકો છો. એટલે કે ઓછામાં ઓછી એક વાર્તા સબમિટ કરીને પણ આપ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

૨) વાર્તા ઓછામાં ઓછી 400 શબ્દોની હોવી જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.)

૩) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના સબમિટ કરી શકો છો. 

 

 →નોંધી રાખો←

 ૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 8 એપ્રિલ 2019 

 ૨) પરિણામની તારીખ : 6 મે 2019

 → સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375

 

 

સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. આપ તેને અહીં ક્લિક કરીને જાણી શકશો. 

__________________________________________________

ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન મંથ. પ્રેમની મોસમ. દિલની વાત અભિવ્યક્ત કરવાની મોકળાશ આ મહિનો જાણ્યેઅજાણ્યે આપે છે. અભિવ્યક્તિ પહેલાની નાદાન મુંજવણ અને ગભરાટ, બે હૈયાઓના કલબલાટમાં ક્યારે તબદીલ થઇ જાય એ કોઈને ખબર નથી હોતી! એટલે જ આ વેલેન્ટાઈન મંથ પ્રતિલિપિ આપના માટે અભિવ્યક્તિની એક નેવર બીફોર તક લાવ્યું છે. 

પ્રેમના આ મહિનામાં લખો વાર્તાઓ પ્રેમની, અભિવ્યક્ત કરો આપની પ્રેમભરી લાગણીઓ અને સંવેદનાઓ વાર્તા સ્વરૂપે અને આપ જીતી શકો છો ૩૦૦૦૦ રૂપિયા સુધીના પુરસ્કાર! 

 

વધુમાં, પ્રથમ 20 વાર્તાઓના વિજેતાને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર અપાશે.  ઉપરાંત, પ્રથમ ત્રણ વિજેતાઓના પ્રતિલિપિ દ્વારા ઈન્ટરવ્યુ લઈને તેને પ્રકાશિત કરવામાં આવશે. અને આ સ્પર્ધા દ્વારા પ્રતિલિપિની સ્પર્ધામાં પહેલી વખત ભાગ લઇ રહેલા નવા લેખકોનું બધા લેખકોથી જુદું અલગ ટોપ-૧૦ વિજેતા લીસ્ટ જાહેર કરવામાં આવશે. જેથી તેઓ વધારાનું રેકગ્નીશન મેળવી શકે. 

 

 

→પુરસ્કાર←

 

1) પ્રથમ પાંચ વાર્તાઓને અમારા દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. 

 

1. પ્રથમ ક્રમાંક વાર્તા- 10,000/- (દસ હજાર રૂપિયા) 

2. દ્વિતીય ક્રમાંક વાર્તા- 8000/- (આઠ હજાર રૂપિયા) 

3. તૃતીય ક્રમાંક વાર્તા- 6000/-  (છ હજાર રૂપિયા) 

4. ચતુર્થ ક્રમાંક વાર્તા - 4000/- (ચાર હજાર રૂપિયા) 

5. પંચમ ક્રમાંક વાર્તા- 2000/- (બે હજાર રૂપિયા) 

 

2) ટોપ-20 વાર્તાઓને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

3) વિજેતા વાર્તાઓ અંગે નિર્ણય પ્રતિલિપિ ટીમ વાર્તાના કુલ વાચકોની સંખ્યાવાચકોએ વાર્તા વાંચવા માટે ગાળેલા એવરેજ સમય અને વાચકો દ્વારા અપાયેલા રેટિંગ્સને આધારે કરશે. રચનામાં વ્યાકરણ સંબંધિત અશુદ્ધિઓ હશે અથવા રચના નિમ્ન સ્તરની હશે તો પ્રતિલિપિ સંપાદકીય ટીમ વિજેતામાં ક્રમવાર પરિવર્તન કરી શકે છે. 

 

4) આ સ્પર્ધા દ્વારા પ્રતિલિપિની સ્પર્ધામાં પહેલી વખત ભાગ લઇ રહેલા નવા લેખકોનું બધા લેખકોથી જુદું અલગ ટોપ-૧૦ વિજેતા લીસ્ટ જાહેર કરવામાં આવશે. જેથી તેઓ મૂળ સ્પર્ધા ઉપરાંત વધારાનું રેકગ્નીશન મેળવી શકે. 

 

 

→સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

1. તમે આ પેજ પર જ નીચે આપેલા ‘ભાગ લો’ બટનને ક્લિક કરીને ચાર સરળ સ્ટેપ અનુસરીને તમારી એક વાર્તા લખીને કે પેસ્ટ કરીને સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

 

2. વાર્તાનું શીર્ષક, કવર પેજ પસંદ કર્યા બાદ શ્રેણી તરીકે 'પ્રેમકથા' શ્રેણી પસંદ કરવી.  આપ રોમાંસ વાર્તાઓ કે પ્રેમકથાઓ જ આ સ્પર્ધા માટે મોકલી શકતા હોઈ શ્રેણી તરીકે 'પ્રેમકથા' પસંદ કરવી આવશ્યક છે. 

 

3. આ રીતે જ આપ વારાફરતી આપની મહત્તમ પાંચ વાર્તા સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

 

 

→અગત્યના નિયમો←

 

૧) આપ વધુમાં વધુ પાંચ વાર્તાઓ સબમિટ કરી શકો છો. એટલે કે ઓછામાં ઓછી એક વાર્તા સબમિટ કરીને પણ આપ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

 

૨) વાર્તા ઓછામાં ઓછી 400 શબ્દોની હોવી જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.)

 

મહત્તમ શબ્દ સીમા નથી. વાર્તાની માંગને આધારે આપ વધુમાં વધુ ગમે તેટલા શબ્દોની વાર્તા લખી શકો છો. 

 

૩) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના સબમિટ કરી શકો છો. 

 

 

→નોંધી રાખો←

 

૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 4 માર્ચ 2019 

 

૨) પરિણામની તારીખ - 10 મે 2019

 

તો રાહ શું જુઓ છો મિત્રો! ક્લિક કરી નાખો ‘ભાગ લો’ બટન પર અને જોડાઈ જાઓ સ્પર્ધા સાથે!

 

જો આપ નીચે 'ભાગ લો' બટન જોઈ શકતા ન હો તો આપની એપ્લીકેશન કે એકવાર અપડેટ કરી દેશો.  

 

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375

 

 

 

નોંધ- સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. આપ તેને અહીં ક્લિક કરીને જાણી શકશો.  

------------------------------------------------------------------------------------------------------------------------

વાર્તા માનવજીવનનું અભિન્ન અંગ છે. વળી, અવનવી વાર્તાઓનો ખજાનો ધરાવતો આપણો દેશ ભારત તો વાર્તાઓનો જ દેશ છે. તો વાર્તાઓના આ દેશ માટે પ્રતિલિપિ આ વખતે લાવ્યું છે કુલ સાઠ હજાર રૂપિયા (60,000/-) સુધીની પુરસ્કાર રાશી સાથે ગુજરાતી ભાષાની સૌથી મોટી ઓનલાઈન વાર્તાલેખન સ્પર્ધા! 

 

વધુમાં, પ્રથમ 40 વાર્તાઓના વિજેતાને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર અપાશે. વળી ટોપ-100 વાર્તાઓનું એક ઈ-પુસ્તક પણ પ્રતિલિપિ દ્વારા પ્રકાશિત થશે.  

ઉપરાંત, પ્રથમ ત્રણ વિજેતાઓના પ્રતિલિપિ દ્વારા ઈન્ટરવ્યુ લઈને તેને પ્રકાશિત કરવામાં આવશે. 

 

→તો વધુ વિચારવાનું છોડો! સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિલિપિ પર લોગઇન કરી ‘તમારા માટે’ વિભાગમાં જાઓ અને ત્યાં ‘પ્રતિલિપિ વાર્તા મહોત્સવ’ પેજ ખોલીને ‘ભાગ લો’ બટન પર ક્લિક કરી જ નાખો. ← મૂળ વાત એ જ કે આપ માણસ છો તો હૈયામાં કંઈક ગડમથલ છે, ગડમથલ છે તો વાર્તા છે અને વાર્તા છે તો પ્રતિલિપિ તૈયાર છે આપને તક આપવા માટે. બસ આવી જાઓ પ્રતિલિપિના પ્લેટફોર્મ પર, સ્પર્ધાનું પેજ ખોલી ક્લિક કરો 'ભાગ લો' બટન પર અને લખી નાખો આપનો માસ્ટરપીસ!     

 

આપના નાના-મોટા મિત્રવર્તુળમાં પણ આ સ્પર્ધા વિશેની માહિતી આપી એમને પણ સ્પર્ધા સાથે આપ જોડી શકો છો. 

 

→પુરસ્કાર←

 

1) પ્રથમ ત્રણ વાર્તાઓને અમારા દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. 

 

પ્રથમ વિજેતા વાર્તા- 30,000/- (ત્રીસ હજાર રૂપિયા) 

 

દ્વિતીય વિજેતા વાર્તા- 20,000/- (વીસ હજાર રૂપિયા) 

 

તૃતીય વિજેતા વાર્તા- 10,000/-  (દસ હજાર રૂપિયા) 

 

2) ટોપ-100 વાર્તાઓની પ્રતિલિપિ દ્વારા એક ઈ-પુસ્તક બનાવાશે. 

 

3) ટોપ-40 વાર્તાઓને પ્રતિલિપિ તરફથી ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

 

4) વિજેતા વાર્તાઓ અંગે નિર્ણય પ્રતિલિપિ ટીમ વાર્તાના કુલ વાચકોની સંખ્યા, વાચકોએ વાર્તા વાંચવા માટે ગાળેલા એવરેજ સમય અને વાચકો દ્વારા અપાયેલા રેટિંગ્સને આધારે કરશે. રચનામાં વ્યાકરણ સંબંધિત અશુદ્ધિઓ હશે અથવા રચના નિમ્ન સ્તરની હશે તો પ્રતિલિપિ સંપાદકીય ટીમ વિજેતામાં ક્રમવાર પરિવર્તન કરી શકે છે. 

 

5) આ સ્પર્ધા દ્વારા પ્રતિલિપિની સ્પર્ધામાં પહેલી વખત ભાગ લઇ રહેલા લેખકોનું બધા લેખકોથી જુદું અલગ ટોપ-૧૦ વિજેતા લીસ્ટ જાહેર કરવામાં આવશે. જેથી તેઓ મૂળ સ્પર્ધા ઉપરાંત વધારાનું રેકગ્નીશન મેળવી શકે. 

 

 

 →સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?←

 

આપ અમને આપની વાર્તા 'પ્રતિલિપિ વાર્તા મહોત્સવ' મેઈલનો સબ્જેક્ટ રાખીને gujarati@pratilipi.com પર મેઈલ કરી શકો છો.

 

--અથવા--

તમે આ પેજ પર જ નીચે આપેલા ‘ભાગ લો’ બટનને ક્લિક કરીને ચાર સરળ સ્ટેપ અનુસરીને તમારી એક વાર્તા લખીને કે પેસ્ટ કરીને સ્પર્ધામાં સબમિટ કરી શકો છો.  વાર્તાનું શીર્ષક, કવર પેજ તથા યોગ્ય શ્રેણી પસંદ કરી લેવી. આ રીતે જ આપ વારાફરતી આપની મહત્તમ પાંચ વાર્તા સ્પર્ધામાં સબમિટ કરી શકો છો. 

 

 

→અગત્યના નિયમો←

 

૧) આપ વધુમાં વધુ પાંચ વાર્તાઓ સબમિટ કરી શકો છો. એટલે કે ઓછામાં ઓછી એક વાર્તા સબમિટ કરીને પણ આપ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

 

૨) વાર્તા ઓછામાં ઓછી 400 શબ્દોની હોવી જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.)

 

મહત્તમ શબ્દ સીમા નથી. વાર્તાની માંગને આધારે આપ વધુમાં વધુ ગમે તેટલા શબ્દોની વાર્તા લખી શકો છો. 

 

૩) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. જોકે આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના સબમિટ કરી શકો છો. 

 

 

→નોંધી રાખો←

 

૧) વાર્તા સબમિટ કરવાની છેલ્લી તારીખ : 24 જાન્યુઆરી 2019 (વાર્તા હવે સબમિટ કરી શકાશે નહિ.)

૨) સ્પર્ધાનું પરિણામ 6 જુન ના રોજ જાહેર થશે. 

 

તો રાહ શું જુઓ છો મિત્રો! મેઈલ કરો આપની વાર્તા અમને કે પછી ક્લિક કરી નાખો ‘ભાગ લો’ બટન પર અને જોડાઈ જાઓ સૌથી મોટા ઓનલાઈન વાર્તા મહોત્સવમાં. જો આપ નીચે 'ભાગ લો' બટન જોઈ શકતા ન હો તો આપની એપ્લીકેશન કે એકવાર અપડેટ કરી દેશો.  

 

→ સ્પર્ધા અંગેની કોઈ પણ માહિતી માટે કોન્ટેક્ટ- 8160724375

 

 

નોંધ- સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. આપ તેને અહીં ક્લિક કરીને જોઈ શકશો. 

-------

ગુજરાતીઓને સૌથી પ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળીની તૈયારીઓ તો જાણે એકાદ મહિના પહેલા જ શરુ થઇ જતી હોય છે. નવા વર્ષના ઉત્સાહમાં નવી નવી વાનગીઓ બનાવવાની હોય કે આખા ઘરની સાફસૂફી કરીને એને નવો શણગાર આપવાની તૈયારીઓ હોય! ઘણી વાર આવી સાફસૂફીમાં જ જૂની કેટલીય યાદો, માળિયામાં પડેલી કોઈ- ક્યારેક બહુ જ ગમતી વસ્તુ તરીકે મળીને આપણને ભેટી જતી હોય છે.

 

તો નવા વર્ષ સાથે ય આપણી કેટલી યાદો જોડાયેલી છે! નવા વર્ષના દિવસે આખા ગામમાં ફરવું અને આસપાસ જે મળે એને નવા વર્ષના રામરામ કહીને વધાવવાની સરળતા હવે ક્યાંક ખોવાતી જતી નથી લાગતી? કાળી ચૌદશને દિવસે થતી હનુમાનની પૂજા હોય, ક્યારેક એકબીજાની મશ્કરીઓ હોય કે ભાઈબીજના દિવસે બહેન-ભાઈ વચ્ચે ઉજવાતો પ્રેમ હોય!  દિવાળી બાળકો માટે દારૂખાનું ફોડવાનો અવસર પણ છે જ.

 

દિવાળી આપણા બધા માટે એટલો મહત્ત્વનો તહેવાર બની રહ્યો છે કે એની સાથે વીતેલા વર્ષોમાં બાળક, યુવાન કે વૃદ્ધ તરીકે પણ કેટલીય ખટમીઠી યાદો, યાદગાર કિસ્સાઓ અને મજેદાર ઘટનાઓ જોડાયેલી હોય જ. તો આવો આ વર્ષે પ્રતિલિપિ પરિવાર સાથે,દિવાળીના પર્વની સાથે જોડાયેલા તમારા આવા જ જૂના સંસ્મરણો વાર્તા, કવિતા કે લેખ સ્વરૂપે હજારો મિત્રો સુધી શેર કરીએ અને નવા વર્ષના અવસરે મિત્રો સાથે એને યાદ કરીને ઉજવીએ.

 

આપ વાર્તા, કવિતા, કે લેખ કોઈ પણ પ્રકારમાં આપની વધુમાં વધુ પાંચ રચના અપલોડ કરી શકો છો. એટલે ઓછામાં ઓછી એક રચના અપલોડ કરીને પણ આપ સ્પર્ધામાં ભાગ લઇ શકો.

 

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે આપે અપલોડ કરેલી રચનાઓ આપે પોતે જ લખેલી હોવી જરૂરી છે.

૨) આપ વધુમાં વધુ પાંચ રચનાઓ (લેખ/ વાર્તા/ કવિતા) અપલોડ કરી શકો છો.

૩) વાર્તા/લેખના શબ્દો ઓછામાં ઓછા 500 હોવા જરૂરી છે. (500થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.) કવિતા માટે શબ્દ મર્યાદા નથી.

૪) પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત રચનાઓનો સ્પર્ધામાં સમાવેશ થઈ શકશે નહીં. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના પણ અમને મોકલી શકો છો. 

 

સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવો?

પ્રતિલિપિ હંમેશા લેખકો અને વાંચકોના અનુભવને સરળ બનવવા તરફ પ્રયત્નશીલ રહ્યું છે. અને તેથી જ આ વખતની ‘દિપાવલી સંસ્મરણ સ્પર્ધા’માં ભાગ લેવા માટે તમારે અમને ઈ-મેલ કરવાની જરૂર નથી! તમે આ પેજ પર જ નીચે આપેલા ‘ભાગ લો’ બટનને ક્લિક કરીને ચાર સરળ સ્ટેપ અનુસરીને તમારી રચનાઓ ઉમેરી શકો છો.

 

1. "ભાગ લો" બટન પર ક્લિક કરો. ગુજરાતી અને અંગ્રેજીમાં તમારી રચનાનું શીર્ષક લખો, તેનો યોગ્ય પ્રકાર (વાર્તા/લેખ/કવિતા) પસંદ કરો અને અંતે "આગળ" બટન પર ક્લિક કરો. 

2. તમારી રચના લખો. 

3. રચના માટે યથાયોગ્ય ઈમેજ તમે તમાર મોબાઈલ/લેપટોપમાંથી અપલોડ કરી શકો છો. કોપીરાઈટ ફ્રી ઈમેજ મેળવવા માટે pixabay.com પર જઈ શકો છો.

4. "સબમિટ" બટન પર ક્લિક કરો. જેથી આપની રચના આ ઇવેન્ટના પેજની નીચે આપને દેખાશે. જેથી એ સબમિટ થયેલી ગણાશે.

ધ્યાન રાખો: આ સ્પર્ધામાં ‘ભાગ લો’ બટનનો ઉપયોગ કરીને પોતાની રચના અપલોડ કરનારા સ્પર્ધકો જ ધ્યાનમાં લેવાશે. જો ભાગ લો બટન ન દેખાય તો પ્લેસ્ટોરમાં જઈ પ્રતિલિપિની એપ્લીકેશનને અપડેટ કરી લેતા એ સમસ્યા દુર થઇ જશે.

 

અગત્યની તારીખો :

૧) રચના સબમિટ કરવાની છેલ્લી તારીખ : 19 નવેમ્બર, 2018 (અપડેટેડ)

૨) રચનાઓ 21 નવેમ્બર, 2018ના રોજ વાચકો સાથે શેર કરવામાં આવશે, 

3) સ્પર્ધાનું પરિણામ 22 જાન્યુઆરીના રોજ જાહેર થશે.

 

પરિણામના નિયમો: 

વિજેતા રચનાઓની પસંદગી પ્રતિલિપિ દ્વારા નિમાયેલા માનનીય નિર્ણાયકોની પેનલ કરશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો આપની દરેક રચના(વાર્તા/કવિતા/લેખ)ને વાંચીને સ્વ-અનુભવને આધારે શ્રેષ્ઠ રચનાઓને જાહેર કરશે.  

 

સન્માન રાશી:

વાર્તા                                   

પ્રથમ પુરસ્કાર – 1000/-                                     

દ્વિતીય પુરસ્કાર – 500/-  

   

લેખ   

પ્રથમ પુરસ્કાર – 1000/-                                     

દ્વિતીય પુરસ્કાર – 500/-   

  

કવિતા

પ્રથમ પુરસ્કાર – 1000/-                                     

દ્વિતીય પુરસ્કાર – 500/-     

 

સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 8160724375

 

આ સિવાય કોઈ પણ સહાયતા માટે gujarati@pratilipi.com પર મેઈલ કરી શકો છો.  

 

 

 

 

 

નોંધ - સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. જે આપ અહીં ક્લિક કરી જાણી શકશો. આભાર. 

---

આપણી આસપાસ જે ભજવાય છે અથવા આપણા વિચારો જે ગતિથી દોડે છે,વિકસે છે એને બ્રેક મારી શકાય?ના,બિલકુલ નહીં! અને બ્રેક મારવી પણ ન જ જોઈએ. એ ક્રમશ: ચાલ્યા કરતી ઘટનાઓ છે જે આપણા જીવન પર,વિચારો પર ગાઢ અસર ઉપજાવ્યા કરે છે. ઘટનાઓ અને વિચારોને શબ્દો આપીને આપણે તેને કાયમ માટે શ્વાસો આપી દઈએ,એને હંમેશા માટે જીવંત રાખીએ! 

તો આવો લખીએ વિચારોની હારમાળાને લઘુનવલ સ્વરૂપે! જેમાં એક પછી એક પ્રકરણ ઉમેરાતું જાય અને આંતરમનની બારીઓ ઉઘડતી જાય! દરેક પ્રકરણ પછી વાચકને નવું પ્રકરણ વાંચવાની ઉતાવળ હોય એવું સર્જન કરીએ! પ્રતિલિપિ પર હવે નવું ફીચર પણ ઉપલબ્ધ છે જેમાં આપ લઘુનવલ કે સીરીયલાઇઝ્ડ વાર્તાના દરેક ભાગને એક પછી એક તરત જ વાંચી શકો અથવા નવા પ્રકરણ પર જઈ શકો. 

 

નિયમો:  

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧. આ લેખન સ્પર્ધામાં લઘુનવલ લખવાની છે,જેમાં ઓછામાં ઓછા 5 પ્રકરણ હોવા જોઈએ. વધારે પ્રકરણ માટે મર્યાદા નથી. દરેક પ્રકરણ માટે લઘુત્તમ શબ્દ મર્યાદા 500. મહત્તમ શબ્દ મર્યાદા નથી. 

૨. દરેક ભાગનું શીર્ષક "લઘુનવલનું નામ - ભાગ ૧" - આ ફોર્મેટમાં અમને મોકલવાનું રહેશે. 

૩. દરેક લઘુનવલનો અંત હોવો જરૂરી છે. અધૂરી લઘુનવલ સ્વીકારવામાં આવશે નહીં. 

૪. પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત ન થઈ હોય તેવી જ કૃતિ સ્વીકારવામાં આવશે. અન્ય કોઈપણ માધ્યમમાં પ્રકાશિત કૃતિ મોકલી શકાય.

૫. આપની રચનાઓ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ, અથવા મેઈલમાં સીધી ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF કે JPG ફાઈલ સ્વીકારી શકાશે નહી.)

૬.  આપ દરેક રચના માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com)

૭. લઘુનવલ ફક્ત મેઈલથી જ મોકલવાની રહેશે. મેઈલ: gujarati@pratilipi.com

૮. આપના મેઈલના વિષયમાં  ‘ક્રમશ:’ લઘુનવલ સ્પર્ધા’ લખવાનું ખાસ ભૂલશો નહી.

 

અગત્યની તારીખો : 

૧.લઘુનવલ મોકલવા માટે 50 દિવસનો સમય રાખવામાં આવ્યો છે. 

૨.લઘુનવલ મોકલવાની છેલ્લી તારીખ : 30 સપ્ટેમ્બર, ૨૦૧૮ 

.લઘુનવલ ૬ ઓક્ટોબર, ૨૦૧૮થી વાચકો સમક્ષ મૂકવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ ૨૦ નવેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર કરવામાં આવશે.

 

પરિણામના નિયમો: 

૧.લઘુનવલનું પરિણામ નિર્ણાયક દ્વારા ઘોષિત કરવામાં આવશે. 

૨.આ સ્પર્ધામાં નિર્ણાયક આપની દરેક લઘુનવલને વાંચીને તેમના પોતાના સ્વ-અનુભવને આધારે અલગ તારવીને શ્રેષ્ઠ લઘુનવલ જાહેર કરશે.

૩.નિર્ણાયકે ધ્યાનમાં લીધેલા પાસાઓને અમે આપની સમક્ષ મુકીશું.

 

પુરસ્કારની વિગતો:

પ્રથમ પુરસ્કાર - ૨૦૦૦/-

દ્વિતીય પુરસ્કાર - ૧૫૦૦/-

તૃતીય પુરસ્કાર - ૧૦૦૦/-

 સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.


સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 8160724375

આશા છે કે આપની લખેલી લઘુનવલ વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. 

 

ઓલ ધ બેસ્ટ! 

 

 

સ્કૂલમાં નિબંધમાં પોતાના વિચારો રજૂ કરવા મળતા, ત્યારે એમ થતું કે મારા ગમતા વિષય પર લખવા મળે તો કેટલું બધું લખી નાંખુ! પછી ઉંમર વધતાં ડાયરી આવી. એમાં ક્યારેક કવિતા લખાતી, ક્યારેક કોઈ એક ફકરો અને ક્યારેક ૨ પાના ભરીને મનની વાતો આલેખાતી. ગમતી કોલમ વાંચવા માટે બુધવાર અને રવિવારની ખાસ રાહ જોવાતી. ત્યારે એ વાંચતા-વાંચતા કેટલી વાર એમ થતું કે મારી પણ આવી જ એક કોલમ હોય! જેમાં હું મારા વિચારો,મારું અનુભવ જગત, મારી કલ્પનાના રંગો ભરીને લાખો વાચકો સુધી પહોંચાડું..!

તો એ સમય હવે આવી ગયો છે મિત્રો! ઉપાડો કલમ, ખોલો પર્સનલ ડાયરી, મનમાં સંઘરી રાખેલી લાગણીઓ, વિચારો અને પોતાનો દ્રષ્ટિકોણ - બધું જ લખી મોકલો અમને લેખ સ્વરૂપે! માની લો કે તમારી જ ઓનલાઇન કોલમ શરુ થઇ છે અને સમય થઇ ગયો છે લેખ મોકલવાનો..! કોઇપણ વિષય પર આપ આપના વિચાર રજૂ કરતા લેખ અમને મોકલી શકો છો! 

 

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલા આપના લેખ આપે પોતે જ લખેલા હોવા જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ (ન્યુઝ-પેપર/બ્લોગ/ફેસબુક) પ્રકાશિત લેખ પણ અમને મોકલી શકો છો. (પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત થયેલા લેખ સ્પર્ધામાં લઈ શકીશું નહીં.)

૨) લેખના શબ્દો ઓછામાં ઓછા ૪00 હોવા જરૂરી છે.

૩) આપના લેખ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલા હોવા જોઈએ, અથવા મેઈલમાં સીધા ટાઈપ કરીને પણ મોકલી શકો છો અથવા અહીં અપલોડ કરી શકો છો. (PDF કે JPG ફાઈલ સ્વીકારી શકાશે નહી.)

૪) આપ દરેક લેખ માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો અથવા અહીં અપલોડ કરશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 

5) આપ જો લેખ મેઈલ કરો તો આપના મેઈલના વિષયમાં ‘વિચારમંથન’ લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :

૧) લેખ મોકલવાની  છેલ્લી તારીખ : ૨૮ જૂન, ૨૦૧૮ 

૨) રચનાઓ  ૫ ઓક્ટોબર, ૨૦૧૮ સુધી વાચકો સાથે શેર કરવામાં આવશે.  

૩) સ્પર્ધાનું પરિણામ ૧૫ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ  જાહેર કરવામાં આવશે. 

૪ ) પ્રતિલિપિ ટીમ આપના લેખને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરશે, અને ટીમ તરફથી પણ એક પરિણામ રજુ થશે જે પ્લેટફોર્મ અને એપ્લીકેશન પર લેખને મળેલા વાચકસંખ્યા, લેખ પર વિતાવેલ સમય, અને લેખને મળેલા રેટિંગને આધારે હશે.

 

પુરસ્કારની વિગતો:

પ્રથમ પુરસ્કાર - ૨૦૦૦/-

દ્વિતીય પુરસ્કાર - ૧૫૦૦/-

તૃતીય પુરસ્કાર - ૧૦૦૦/-

 

 સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460


ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપના લખેલા લેખ વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. 

આ સ્પર્ધા માટે રચનાઓ સ્વીકારવાની તારીખ સમાપ્ત થઈ ચૂકી છે. વાચકો માટે બધી જ રચનાઓ નીચે મૂકવામાં આવી છે. આ રચનાઓ વાંચી તથા તેમના પર આપના રીવ્યુ આપવા માટે અમે વાચકોને આવકારીએ છીએ. ૮ ઓગસ્ટ સુધી આપના દ્વારા અપાયેલા રીવ્યુ-રેટિંગ માન્ય ગણાશે. સાથે જ આ સ્પર્ધાના નિયમો પ્રકાશિત કરેલા તે નીચે જણાવેલ છે.

_________________________________

માણસ!

આ નાનકડા ગ્રહ પર રહેતું એક રહસ્ય જે એના જીવન દરમિયાન ઘણીવાર હજારો વાર્તાઓ જીવી નાખે છે, અને ઘણીવાર એક વાર્તા જીવીને જતું રહે છે. અહીં, આપણી આસપાસ જીવતા દરેક માણસ પાસે એક વાર્તા છે. દરેક માણસ એક વાર્તા છે. જરૂર છે એમને જોવાની, સાંભળવાની. દોસ્તો...આપણી આસપાસના દરેક માણસ એક મહાકાવ્ય છે. દરેક માણસ પ્રેમ કરે છે, સુખી છે, દુઃખી છે, અને પોતાના સમય-સંજોગોને ઉલટ-સુલટ કરીને કેટકેટલુંયે સારું-ખરાબ-ગમતું-અણગમતું જીવી નાખે છે. આ છે એમની વાર્તા. જરૂરી નથી કે દરેક માણસની વાર્તા સફળ કે સાર્થક જ હોય. અહીં એવા પણ જીવન છે જેને અર્થની પરવાહ નથી. 

તો આવો...લખીએ એમની વાર્તા. અહીં આ સ્પર્ધા માટે અમે ગુજરાતી ભાષામાં, ગુજરાતમાં તમારી આસપાસ દેખાતી વાર્તાઓ ઝંખીએ છીએ. 

તમારે કહેવાની છે એમની વાર્તા. ગુજરાતી માનુઓની વાર્તા. તમે જે માણસ, ઘટના, કે પરિસ્થિતિ જે કંઈ પણ જોયું હોય, સ્પર્શી ગયું હોય, તેની વિષે લખી મોકલો. તે માણસ કોઈ પણ હોય શકે. તેની વાર્તા પણ સારી-ખરાબ હોય શકે. બસ...તેને શબ્દો આપો. શક્ય હોય તો એ માણસનો ફોટો પણ મોકલી શકો. 

આવો લખીએ હ્યુમન્સ ઓફ ગુજરાત વિષે. ગુજરાતના માણસો વિષે....

 

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલી આપની રચનાઓ આપે પોતે જ લખેલી હોવી જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના પણ અમને મોકલી શકો છો. (પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત થયેલી રચનાઓ સ્પર્ધામાં લઈ શકીશું નહીં.)

૨) વાર્તાના શબ્દો ઓછામાં ઓછા 400 હોવા જરૂરી છે. (400થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઈ શકશે નહી.)

૩) આપની રચનાઓ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ, અથવા મેઈલમાં સીધી ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF  કે JPG સ્વીકારી શકાશે નહી.)

૪) આપ દરેક રચના માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 

૫) આપની રચનાઓ અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 

૬) આપના મેઈલના વિષયમાં ‘ હ્યુમન્સ ઓફ ગુજરાત' લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :

૧) રચનાઓ મોકલવાની છેલ્લી તારીખ :૨૭ મે ૨૦૧૮   (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)

૨) રચનાઓ ૫ જુલાઈ સુધી વાચકો સાથે શેર કરવામાં આવશે.  

૩) સ્પર્ધાનું પરિણામ ૧૦ ઓગસ્ટના રોજ સાઈટ પર જાહેર કરવામાં આવશે.. ૨૮/ ૫/૨૦૧૮ થી ૮/૮/૨૦૧૮ સુધીના વાચકોની સંખ્યા, રેટિંગ અને વાચકોએ રચના પર ગાળેલા એવરેજ સમયને આધારે પરિણામ જાહેર કરવામાં આવશે. 

૪ ) પ્રતિલિપિ ટીમ આપની વાર્તાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરશે, અને ટીમ તરફથી પરિણામ રજુ થશે જે પ્લેટફોર્મ અને એપ્લીકેશન પર વાર્તાને મળેલા રેટિંગને આધારે હશે.

 

 સન્માન રાશિ :

પ્રથમ પુરસ્કાર – ૧૫૦૦/-

દ્વિતીય પુરસ્કાર – ૧૦૦૦/-

તૃતીય પુરસ્કાર – ૫૦૦/-

 

(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.
સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460


ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપની લખેલી વાર્તાઓ વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. 

આ સ્પર્ધા માટે રચનાઓ સ્વીકારવાની તારીખ સમાપ્ત થઈ ચૂકી છે. વાચકો માટે બધી જ રચનાઓ નીચે મૂકવામાં આવી છે. આ રચનાઓ વાંચી તથા તેમના પર રીવ્યુ આપવા માટે અમે વાચકોને આવકારીએ છીએ. સાથે જ આ સ્પર્ધાના નિયમો પ્રકાશિત કરેલા તે નીચે જણાવેલ છે. આ વખતે નિર્ણાયકના મતે પરિણામ જાહેર થશે. પરિણામ ૬ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. 
 
____________________________
 
દોસ્તો,
ફરી આવી ગયો છે પ્રતિલિપિ કાવ્ય મહોત્સવ! આ સ્પર્ધાના નિયમો કહેતા પહેલા તમને વંચાવવી છે આપણા કવિ ઝવેરચંદ મેઘાણીની એક કવિતા:
 

ધરતીને પટે ડગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે
પ્રભુહીન આકાશેથી આગ ઝરે
અહોરાત કરોડ ગરીબોના પ્રાણ
ધનિકોને હાથ રમે
ત્યારે હાય રે હાય, કવિ!
તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે?

લથડી લથડી ડગલાં ભરતી
લાખો નાર ગલી ગલીએ ફરતી
સારી રાત ભૂખે મજૂરી કરતી
મારા બાળ પરોઢિયે જાગીને માગશે
ભાત વિચારી એ દેહ દમે
ત્યારે હાય રે હાય, કવિ!
તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે?

મન! છોડ નિહાળવા તારલિયા
કાળાં કેદખાના કેરા સળિયા
એનાં ક્રંદન શું નથી સાંભળિયાં?
એની ભીતર મૌન એકાકી રિબાઈ
હજારોના પ્રાણ શમે
ત્યારે હાય રે હાય, કવિ!
તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે?

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિશ્વાસભર્યાં જગમાં
સિતમે સળગંત ધરા તલમાં
રસ સુંદરતા કેરી શાયરી છે બધી 
જાળ સુનેરી ભૂખ્યાં જનોને
ત્યારે હાય રે હાય, કવિ!
તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે?

દિનરાત જેઓની નસેનસમાં
પડે છે ઘોષ ભયંકર યંત્ર તણા
પીએ ઝેરી હવા જે દમદમમાં
એને શાયર શું? કવિતા શું? 
ફૂલો ને તારલિયામાં એ કેમ રમે?
ત્યારે હાય રે હાય, કવિ!
તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે?

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે
પૂરી રોટી પ્રતિજનને જડશે
કવિ! તે દિન નીલ આકાશ તારા
કેરી સુંદરતા સહુ સાર્થ બને
તારા કૂજન આજ જલાવી દે
પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે?

-ઝવેરચંદ મેઘાણી

 

તો દોસ્તો...જ્યારે જગત આટલી સંવેદનાઓને લઈને વહી રહ્યું છે ત્યારે આપણે બધા કવિઓ કેમ કલમ ઉઠાવ્યા વિના બેસી રહીએ! આપના વિચારોને, આપની સંવેદનાઓને કવિતા દ્વારા વહેતી કરવાની એક તક લઈને પ્રતિલિપિ આવી રહ્યું છે. કવિતાના આ મહોત્સવમાં ભાગ લેવા આપની રચનાઓની રાહ અમે જોઈ રહ્યા છીએ.

આવો કવિતાઓના આ મેળાવડામાં આપ પણ સહભાગી થાઓ!

 

 સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલી આપની રચના આપે પોતે જ લખેલી જરૂરી છે. અન્ય કોઈ પણ કવિની રચના મોકલવી કે પબ્લીશ કરવી એ કોપીરાઇટનો ભંગ છે, અને કાનૂની અપરાધ છે. 

૨) આપ વધુમાં વધુ પાંચ કવિતાઓ મોકલી શકો છો.  દરેક કવિતાને શીર્ષક પણ લખવું જરૂરી છે. તમે કવિતાના અન્ય પ્રકારો જેવા કે ગઝલ, હાઈકુ, ગીત, ભજન, શાયરી વગેરે મોકલો તો તે પ્રકાર પણ લખવો જરૂરી છે.   

૩) આપની કવિતાઓ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ, અથવા મેલમાં સીધી ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF સ્વીકારી શકાશે નહી) 

૪) આપની કવિતાઓ અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 

૫) આપ દરેક કવિતા માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલી શકો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com ) 

૬) આપના મેઈલના વિષયમાં "કાવ્ય મહોત્સવ-૨૦૧૮" લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :

૧) રચનાઓ મોકલવાની છેલ્લી તારીખ : ૨૫ એપ્રિલ, ૨૦૧૮  (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)

૨) સ્પર્ધાનું પરિણામ ૬ જુલાઈએ સાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. 

 

પરિણામના નિયમો: 

૧) વિજેતા રચનાઓની પસંદગી પ્રતિલિપિ દ્વારા નિમાયેલા માનનીય નિર્ણાયકોની પેનલ કરશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો આપના દરેક કવિતાને વાચીને તેમના પોતાના સ્વ-અનુભવને આધારે અલગ તારવીને શ્રેષ્ઠ કાવ્યોને જાહેર કરશે.  

૨) પ્રતિલિપિ ટીમ આપની કવિતાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરશે. 

 

સન્માન રાશિ

પહેલા વિજેતા : ૧૫૦૦/-

બીજા વિજેતા : ૧૦૦૦/- 

ત્રીજા વિજેતા : ૭૦૦/-

ચોથા અને પાંચમાં વિજેતા: ૫૦૦/- વ્યક્તિ દીઠ 

(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)

 

સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460

ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપની લખેલી કવિતાઓ હજારો વાચકોને પસંદ આવશે. આપની કવિતાઓની અમે રાહ જોઈશું. 

આ સ્પર્ધા માટે રચનાઓ સ્વીકારવાની તારીખ સમાપ્ત થઈ ચૂકી છે. વાચકો માટે બધી જ રચનાઓ નીચે મૂકવામાં આવી છે. આ રચનાઓ વાંચી તથા તેમના પર આપના રીવ્યુ આપવા માટે અમે વાચકોને આવકારીએ છીએ. ૬ જૂન સુધી આપના દ્વારા અપાયેલા રીવ્યુ-રેટિંગ માન્ય ગણાશે. સાથે જ આ સ્પર્ધાના નિયમો પ્રકાશિત કરેલા તે નીચે જણાવેલ છે. આ વખતે નિર્ણાયકના મતે પણ પરિણામ જાહેર થશે. 

_______________________________________________________________________

 

લઘુ કથા એટલે વાર્તાના પાત્રો, પરિવેશ અને ઘટનાને શક્ય તેટલા ઓછા શબ્દોમાં ધારદાર રીતે વ્યક્ત કરીને તેની મૂળ ભાવના, લાગણી કે વિચારને પ્રાધાન્ય આપવું. સીધી-સરળ પણ સ્પષ્ટ રીતે આલેખાયેલી લઘુ કથા વાચકના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. 
વાર્તામાં અને જીવનમાં નાના પણ ચોટદાર વાક્યો સૌથી વધારે અસર કરી જાય છે. ઓછા શબ્દોમાં મોટી વાત કહી દેવી એ ઉત્તમ કળા છે. જેને આપણે 'ગાગરમાં સાગર' કહીએ છીએ. આવો આપણી આસપાસ બનતી ઘટનાઓ, પ્રસંગો કે આપણી કલ્પનાને શબ્દો રૂપી લઘુ-વાઘા પહેરાવી વધાવી લઈએ!

આવો લખીએ લઘુકથા..! આપ વધુમાં વધુ 5 લઘુકથા અમને ૨૫ માર્ચ સુધી મોકલી શકો છો. 

ખાસ નોંધ: અમે દરેક સ્પર્ધામાં શબ્દ-સંખ્યાની એક મર્યાદા રાખીએ છીએ. જોકે શબ્દ-સંખ્યાની મર્યાદા લેખકને લખતી સમયે ઘણીબધી રીતે મર્યાદિત કરી શકે. આ સ્પર્ધામાં આપ સૌ લેખકોને કહેશું કે લઘુકથાને શબ્દસંખ્યા જેવા સ્થૂળ કદવાચક માપદંડોમાં લઘુકથાને કેદ ન કરી શકાય. તે બે ચાર વાકયથી માંડીને બે ચાર પાના સુધી વિસ્તરી શકે છે. છતાં...સ્પર્ધામાં લઘુકથાઓની લંબાઈનું માપ જળવાઈ રહે એ હેતુથી અમે લઘુકથાની ઓછામાં ઓછી શબ્દ-મર્યાદા 400 શબ્દ અને વધુમાં વધુ 1500 શબ્દોની રાખી છે. યાદ રહે આ લઘુકથાનો સાર્વત્રિક નિયમ નથી.  માત્ર આ સ્પર્ધા માટે આપની રચના 400થી 1500 શબ્દની વચ્ચે હોવી જરૂરી છે. 

 

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:


૧) સ્પર્ધા માટે મોકલેલી આપની રચનાઓ આપે પોતે જ લખેલી હોવી જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના પણ અમને મોકલી શકો છો. (પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત થયેલી રચનાઓ સ્પર્ધામાં લઈ શકીશું નહીં.)
૨) લઘુકથાની ઓછામાં ઓછી શબ્દ-મર્યાદા 400 શબ્દ અને વધુમાં વધુ 1500 શબ્દોની છે. આ મર્યાદામાં જ રચનાઓ  મોકલશો. 
૩) આપની રચનાઓ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ, અથવા મેઈલમાં સીધી ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF કે JPG ફાઈલ સ્વીકારી શકાશે નહી.)
૪) આપ દરેક રચના માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 
૫) આપની રચનાઓ અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 
૬) આપના મેઈલના વિષયમાં ‘ગાગરમાં સાગર’ લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :
૧) રચનાઓ મોકલવાની છેલ્લી તારીખ :૨૫ માર્ચ  (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)
૨) રચનાઓ ૬ જૂન સુધી વાચકો સાથે શેર કરવામાં આવશે. 
૩) સ્પર્ધાનું પરિણામ ૧૪ જૂને સાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. 

પરિણામના નિયમો: 

૧) વિજેતા લઘુકથાઓની પસંદગી પ્રતિલિપિ દ્વારા નિમાયેલા માનનીય નિર્ણાયકોની પેનલ કરશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો આપની દરેક લઘુકથાને વાંચીને તેમના પોતાના સ્વ-અનુભવને આધારે અલગ તારવીને શ્રેષ્ઠ લઘુકથાને જાહેર કરશે. નિર્ણાયકે ધ્યાનમાં લીધેલા પાસાઓને અમે આપની સમક્ષ મુકીશું.

૨) પ્રતિલિપિ ટીમ આપની લઘુકથાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરશે, અને ટીમ તરફથી પણ એક પરિણામ રજુ થશે જે પ્લેટફોર્મ અને એપ્લીકેશન પર વાર્તાને મળેલા વાચકસંખ્યા, લઘુકથા પર વિતાવેલ સમય, અને લઘુકથાને મળેલા રેટિંગને આધારે હશે. 

 

સન્માન રાશિ

નિર્ણાયક પેનલ: 
પ્રથમ વિજેતા : ૧૦૦૦/-
દ્વિતીય વિજેતા : ૫૦૦/- 

પ્રતિલિપિ ટીમ:
પ્રથમ વિજેતા : ૧૦૦૦/-
દ્વિતીય વિજેતા : ૫૦૦/-


 (સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)


સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460
ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપની લખેલી લઘુકથાઓ વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. 

 

આ સ્પર્ધા માટે રચનાઓ સ્વીકારવાની તારીખ સમાપ્ત થઈ ચૂકી છે. વાચકો માટે બધી જ રચનાઓ નીચે મૂકવામાં આવી છે. આ રચનાઓ વાંચી તથા તેમના પર આપના રીવ્યુ આપવા માટે અમે વાચકોને આવકારીએ છીએ. ૧૩ એપ્રિલ સુધી આપના દ્વારા અપાયેલા રીવ્યુ-રેટિંગ માન્ય ગણાશે. સાથે જ આ સ્પર્ધાના નિયમો પ્રકાશિત કરેલા તે નીચે જણાવેલ છે.

________________________________________________________________

એક એવી કબૂલાત, જે ન થાય તો કાયમ માટેનો ભાર રહી જાય.. અને એ ઘટમાળમાં કોઈને હમસફર મળી ગયા તો કેટલાક રણમાં તપતા બાવળની જેમ તપસ્યાએ ચડી ગયા. સમયની રાજાશાહીમાં કેટલાક ફાવી ગયા ને કેટલાક મહેલોમાં પણ એકલા પડી ગયા. પણ અનુભવના ઢગલા વગર સુખની કિંમત કેમ સમજાય? પાશ્ચાત્ય સંસ્કૃતિની એક એવી ઉજવણી જે વર્ષમાં એકવાર નહિ પણ દરરોજ થવી જોઈએ. 'વેલેન્ટાઈન્સ ડે'  એટલે દબાયેલી લાગણીને જતી કરી એક નવી શરૂઆતને વગર સંકોચે અપનાવી લેવાની ઉજવણી!   

એકલતા હોય કે સુખદ સ્પર્શની હયાતી હોય, એક પાંપણની જેમ થરકતી આશા હોય કે જીવનસાથીનો કાયમ માટેનો સંગાથ હોય. લખી મોકલો અમને તમારા કે તમારા પ્રિયજનોના 'પ્રેમ પૂર્ણ' અનુભવો, તમે સાંભળેલા કિસ્સાઓ અને લાગણીઓના પૂરમાં ડૂબાડૂબ વાર્તાઓ કે પછી મનમાં ખીલી ઉઠેલી એક મીઠી કલ્પનાને આપો વાચા અને પહોંચાડો અમને તમારી વાર્તાઓ gujarati@pratilipi.com પર...

આ ઓનલાઈન વાર્તા-સ્પર્ધાના સહ-આયોજક તરીકે છે - ભારતની બેસ્ટ ડેટીંગ એપ 'Truly Madly' (Link)

 હવે આપની રચનાઓ વધારે વાચકો સુધી, નવા વાચકો સુધી પણ પહોંચશે! તો,દિલ ખોલીને લખો..

 

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલી આપની રચનાઓ આપે પોતે જ લખેલી હોવી જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના પણ અમને મોકલી શકો છો. (પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત થયેલી રચનાઓ સ્પર્ધામાં લઈ શકીશું નહીં.)

૨) વાર્તાના શબ્દો ઓછામાં ઓછા ૭૦૦ હોવા જરૂરી છે. (૭૦૦થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઈ શકશે નહી.)

૩) આપની રચનાઓ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ, અથવા મેઈલમાં સીધી ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF  કે JPG સ્વીકારી શકાશે નહી.)

૪) આપ દરેક રચના માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 

૫) આપની રચનાઓ અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 

૬) આપના મેઈલના વિષયમાં 'વાતો દિલોની' લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :

૧) રચનાઓ મોકલવાની છેલ્લી તારીખ :૨૫ ફેબ્રુઆરી  (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)

૨) રચનાઓ  ૧૩ એપ્રિલ સુધી વાચકો સાથે શેર કરવામાં આવશે.  

૩) સ્પર્ધાનું પરિણામ ૧૬ એપ્રિલે સાઈટ પર જાહેર કરવામાં આવશે.. 

 

પ્રથમ પુરસ્કાર - 2000

દ્વિતીય પુરસ્કાર - 1500 

તૃતીય પુરસ્કાર - 1000

 

 (સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)


સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460


ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપની લખેલી વાર્તાઓ વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. 

ઓનલાઇન લેખન સ્પર્ધા  

પરિણામ વેબસાઈટની બ્લોગ નામની શ્રેણીમાં જાહેર થઈ ચૂક્યું છે. 

કોઈ ફેસબુક પર પોતાના વિચારો આલેખતી પોસ્ટ લખે, તો કોઈ નોટબુકના  છેલ્લા પાને લખીને રાજી થાય તો કોઈ વોટ્સએપ પર લખીને ફોરવર્ડ કરી દે.. વળી કેટલાક ડાયરીમાં લખી રાખીને એને પોતાના સુધી સિમિત રાખે! મનની વાત કાગળ કે સ્ક્રીન પર  આવતી જ રહેતી હોય છે, પછી માધ્યમ કોઈપણ હોય! આ પોતીકા લખાણોમાં પ્રયાસ નથી હોતો, એમાં લાગણીઓનો આવેગ હોય છે અને નવજાત કુમળા તડકાની ઉષ્મા હોય છે જે વાંચનારાઓને બાંધી રાખે છે - વર્ષો અને દાયકાઓ સુધી. આ લખાણો પ્રિન્ટિંગ પ્રેસમાં નથી છપાતા પણ માનવ મનમાં છપાય છે.  આ લખાણો ક્યારેક સિક્રેટમાં લખાતા હોય છે, તો ક્યારેક લખીને સિક્રેટ કરી દેવામાં આવે છે. ક્યાંક નાદાનીમાં લખાતા હોય છે અને ક્યાંક મનોવેદનાની સરવાણી બનીને વહેતા હોય છે.

નવા વર્ષના આરંભે આપણા સહુ વચ્ચે રહેલા આ સિક્રેટ સુપરસ્ટારોને અમે આવકારીએ છીએ. એમના લખાણોને લાખો વાચકો સુધી પહોંચાડવા અમે ઉસ્તુક છીએ.

વાર્તાઓ/વિચારો /આસપાસ બનતા પ્રસંગો/કવિતાઓ/ગઝલ અને બીજું જે કંઈપણ  આપે ક્યારેય નવરાશની પળોમાં કાગળ કે મોબાઈલની સ્ક્રીન પર ઉતાર્યું હોય એને અમે આવકારીએ છીએ. આપ વધુમાં વધુ આવી 5 રચનાઓ અમને મોકલી શકો છો.

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલી આપની રચનાઓ આપે પોતે જ લખેલી હોવી જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત રચના પણ અમને મોકલી શકો છો. (પ્રતિલિપિ પર અગાઉ પ્રકાશિત થયેલી રચનાઓ સ્પર્ધામાં લઈ શકીશું નહીં.)

૨) વાર્તાના શબ્દો ઓછામાં ઓછા ૭૦૦ હોવા જરૂરી છે. (૭૦૦થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઈ શકશે નહી.) અને કાવ્યની આઠ લાઈન્સ. (હાઈકુ અને મુક્તક પાંચ મોકલવા આવશ્યક છે. જેની એક રચનામાં ગણતરી થશે.)

૩) આપની રચનાઓ વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલી હોવી જોઈએ, અથવા મેઈલમાં સીધી ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF  કે JPG સ્વીકારી શકાશે નહી.)

૪) આપ દરેક રચના માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 

૫) આપની રચનાઓ અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 

૬) આપના મેઈલના વિષયમાં ' સિક્રેટ સુપરસ્ટાર કોન્ટેસ્ટ' લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :

૧) રચનાઓ મોકલવાની છેલ્લી તારીખ : ૨૮ જાન્યુઆરી (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)

૨) રચનાઓ ૧ ફેબ્રુઆરીએ વાચકો સાથે શેર કરવામાં આવશે.  

૩) સ્પર્ધાનું પરિણામ ૧૪ માર્ચે સાઈટ પર જાહેર કરવામાં આવશે.. 

 

સિક્રેટ સુપરસ્ટાર એવોર્ડ્સ -

ગદ્ય - પ્રથમ પુરસ્કાર 1000,

દ્વિતીય પુરસ્કાર 500

પદ્ય - પ્રથમ પુરસ્કાર 1000,

દ્વિતીય પુરસ્કાર 500

 
(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)


સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460


ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપની લખેલી વાર્તાઓ અને કાવ્યો વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. 

અમે રાહ જોઈશું. :) 

 

 

 

શબ્દોને સરનામે : પત્રલેખન સ્પર્ધા : 

આ સ્પર્ધાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. પ્રતિલિપિની વેબસાઈટ પર જઈ શ્રેણીઓની નીચે બ્લોગ પર ક્લિક કરવાથી આપ પરિણામ જોઈ શકશો. 

"એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !" 
~ હર્ષદ ચંદારાણા 

છેલ્લે પત્રનો સ્પર્શ ક્યારે કર્યો હતો તે યાદ છે? રાહ જોવાતી કે ક્યારે મારો પત્ર આવશે અને કેવા જવાબો લઈને આવશે! 

તમારે અજાણી કોઈ વ્યક્તિને કશુંક કહેવું છે? કોઈ સમાજસેવક અથવા આપણા સૈનિકોનો દિલથી આભાર માનવા માટે ઓપન લેટર લખવો છે? તમારા આવનારા ભવિષ્યને, તમારી વીતી ગયેલી જિંદગીને, હવે આવનાર જીવનસાથીને કે તમારા બાળકને પત્ર લખીને લાગણીઓ જણાવવા માંગો છો? તમારી ખોવાઈ ગયેલી પ્રિય બોલપેનને કે રોજ સાથે રહેતા લાઈટરને કંઈ કહેવા માંગો છો? તમારા ઘરની દીવાલોને, તેની પર ફોટો થઈને જીવી રહેલા પૂર્વજોને કશું કહેવું છે? તમારા પાલતુ પ્રાણીને કે શેરીમાં રોજ દેખાતી ગાયને જોઇને આવતા વિચારોને વાચા આપવી છે? 

કોઈક તો એવી વ્યક્તિ છે, જગ્યા છે, સ્થિતિ છે...જેના સાનિધ્યમાં આપણે પોતાની સાથે હોઈએ છીએ. એ હોવાપણાનો ભાર નથી લાગતો! જિંદગીની વ્યસ્તતા આપણને ક્યારેક એ બધાંથી વિમુખ કરી દે છે, જેની સાથે આપણે ક્યારેક શ્વાસ લેવા ટેવાયેલા હતાં. તો અહીં જણાવો તમારી લાગણીઓ, યાદો અને અપેક્ષાઓ પત્રના માધ્યમ દ્વારા! હજારો વાચકો સુધી તમારા મનની વાત પહોંચાડો!

 

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલા પત્રો આપે પોતે જ લખેલા હોવા જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત પત્રો પણ અમને મોકલી શકો છો. 

૨) આપ વધુમાં વધુ પાંચ પત્રો મોકલી શકો છો. (પાંચથી વધુ પત્રો આપના એકાઉન્ટમાં જરૂરથી પબ્લીશ થઇ શકે, પરંતુ સ્પર્ધામાં કોઈ પાંચ જ માન્ય ગણાશે).

૩) પત્રોના શબ્દો ઓછામાં ઓછા ૭00 હોવા જરૂરી છે. (૭૦૦થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.) 

૪) આપના પત્રો વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલા હોવા જોઈએ, અથવા મેઈલમાં સીધા ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF સ્વીકારી શકાશે નહી.)

૫) આપ દરેક પત્રો માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 

૬) આપના પત્રો અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 

૭) આપના મેઈલના વિષયમાં "શબ્દોને સરનામે" લખવાનું ખાસ ભૂલશો નહી. 

૮) આપનો પત્ર ભાષા તેમજ વ્યાકરણની ક્ષતિરહિત હોય તે ઈચ્છનીય છે. 

 

અગત્યની તારીખો :

૧) પત્રો મોકલવાની છેલ્લી તારીખ : ૨૫ ડીસેમ્બર, ૨૦૧૭  (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)

૨) પત્રો ૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ વાચકો સાથે શેર કરવામાં આવશે. 

૩) પરિણામ ૧૬ ફેબ્રુઆરીના રોજ પ્રતિલિપિની સાઈટ પર જાહેર કરવામાં આવશે. 

 

પરિણામના નિયમો : 

૧) વિજેતા વાર્તાઓની પસંદગી પ્રતિલિપિ દ્વારા નિમાયેલા માનનીય નિર્ણાયકોની પેનલ કરશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો આપના દરેક પત્ર  વાંચીને તેમના પોતાના સ્વ-અનુભવને આધારે અલગ તારવીને શ્રેષ્ઠ પત્રને જાહેર કરશે. નિર્ણાયકે ધ્યાનમાં લીધેલા પાસાઓને અમે આપની સમક્ષ મુકીશું.

૨) પ્રતિલિપિ ટીમ આપના પત્રોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરશે, અને ટીમ તરફથી પણ એક પરિણામ રજૂ થશે જે પ્લેટફોર્મ અને એપ્લીકેશન પર પત્રોને મળેલી વાચકસંખ્યા, પત્ર પર વિતાવેલ સમય, અને પત્રને મળેલા રેટિંગને આધારે હશે. 

સન્માન રાશિ

નિર્ણાયક પેનલ: 
પ્રથમ વિજેતા : ૧૦૦૦/-
દ્વિતીય વિજેતા : ૫૦૦/- 

પ્રતિલિપિ ટીમ:
પ્રથમ વિજેતા : ૧૦૦૦/-
દ્વિતીય વિજેતા : ૫૦૦/-
 
(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)


સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460 


ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપના લખેલા પત્રો વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. અમે રાહ જોઈશું. :) 

કોઈ સૂમસામ રસ્તા પરથી પસાર થતા હોઈએ અને અચાનક કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી કે કોઈ માણસ સામે આવી ગયું હોય અને આપણે બ્રેક મારીએ તો તે ગાયબ, કોઈ વાર ઘરમાં એકલા હોઈએ ને કોઈકના બોલાવવાનો આભાસ થાય..
જીવનમા એવી કેટલીય ઘટનાઓ બને છે, જેને આપનું સચેત મન માનવા તૈયાર નથી હોતું, પણ આપણા અચેત મનને તેના ભણકારા થયા કરતા હોય છે. આપણું મન હંમેશા દલીલ કરે કે આવું તે કંઈ થતું હશે ?
તો આવી જ કેટલીક વાર્તાઓ અથવા લેખ, જો એવી ક્ષણો અનુભવી હોય તો તે અથવા કાલ્પનિક.. અમને લખીને મોકલો.
આ વાર્તાઓ હોરર પણ હોઈ શકે અથવા તો સસ્પેન્સ કે પછી કોઈ અંધશ્રધ્ધાના વિષયવસ્તુ વાળી. એવી વાર્તાઓ જેને માટે કહી શકાય કે માનો- અથવા ન માનો...  


સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાની બાબતો:

૧) સ્પર્ધા માટે મોકલેલી આપની વાર્તાઓ / લેખ આપે પોતે જ લખેલા હોવા જરૂરી છે. આપ અન્ય કોઈ પણ જગ્યાએ પ્રકાશિત વાર્તા/લેખ પણ અમને મોકલી શકો છો. 

૨) આપ વધુમાં વધુ પાંચ વાર્તા / લેખ મોકલી શકો છો. (પાંચથી વધુ વાર્તાઓ / લેખ  આપના એકાઉન્ટમાં જરૂરથી પબ્લીશ થઇ શકે).

૩) વાર્તા / લેખના શબ્દો ઓછામાં ઓછા 800 હોવા જરૂરી છે. (૮૦૦થી ઓછા શબ્દોની રચનાઓ પરિણામમાં સામેલ થઇ શકશે નહી.) 

૪) આપની વાર્તાઓ / લેખો વર્ડ-ફાઈલમાં શ્રુતિ ફોન્ટથી ટાઈપ કરેલા હોવા જોઈએ, અથવા મેઈલમાં સીધા ટાઈપ કરીને પણ મોકલી શકો છો. (PDF સ્વીકારી શકાશે નહી.)

૫) આપ દરેક વાર્તા / લેખ  માટે જરૂરી અને યોગ્ય લાગે તેવો કવર-ફોટો પણ મોકલશો. (કોપીરાઈટ ફ્રી ફોટો લેવા માટે આપ આ સાઈટ વાપરી શકો છો: pixabay.com) 

૬) આપની વાર્તાઓ / લેખો અમને gujarati@pratilipi.com પર મેઈલ કરશો. 

૭) આપના મેઈલના વિષયમાં "અસંભવ" લખવાનું ખાસ ભૂલશો નહી. 

 

અગત્યની તારીખો :

૧) વાર્તાઓ/ લેખ મોકલવાની છેલ્લી તારીખ :  ૨૬ નવેમ્બર, ૨૦૧૭  (આ તારીખ પછી મોકલવામાં આવેલ રચનાઓ સ્વીકારી શકીશું નહી.)

૨) વાર્તાઓ/લેખ  ૧ ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ વાચકો સાથે શેર કરવામાં આવશે. 

3) પરિણામ ૫ જાન્યુઆરીના રોજ પ્રતિલિપિની સાઈટ પર જાહેર કરવામાં આવશે. 

 

 પરિણામના નિયમો: 

૧) વિજેતા વાર્તાઓની પસંદગી પ્રતિલિપિ દ્વારા નિમાયેલા માનનીય નિર્ણાયકોની પેનલ કરશે. આ સ્પર્ધામાં નિર્ણાયકો આપની દરેક વાર્તા / લેખને વાંચીને તેમના પોતાના સ્વ-અનુભવને આધારે અલગ તારવીને શ્રેષ્ઠ વાર્તાને જાહેર કરશે. નિર્ણાયકે ધ્યાનમાં લીધેલા પાસાઓને અમે આપની સમક્ષ મુકીશું.

૨) પ્રતિલિપિ ટીમ આપની વાર્તાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરશે, અને ટીમ તરફથી પણ એક પરિણામ રજુ થશે જે પ્લેટફોર્મ અને એપ્લીકેશન પર વાર્તાને મળેલા વાચકસંખ્યા, વાર્તા પર વિતાવેલ સમય, અને વાર્તાને મળેલા રેટિંગને આધારે હશે. નોંધ: ઉપરોક્ત બંને પરિણામમાં વાર્તાઓ અને લેખોને સમાન રીતે વજન આપવામાં આવશે. આથી આપની વાર્તા કે લેખ બંને માટે એક જ પરિણામ જાહેર કરીશું. 

 


સન્માન રાશિ

નિર્ણાયક પેનલ: 
પ્રથમ વિજેતા : ૧૦૦૦/-
દ્વિતીય વિજેતા : ૫૦૦/- 

પ્રતિલિપિ ટીમ:
પ્રથમ વિજેતા : ૧૦૦૦/-
દ્વિતીય વિજેતા : ૫૦૦/-
 
(સન્માનની રાશિ જે તે વિજેતા લેખકના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.)
સ્પર્ધા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક હેલ્પલાઈન : 9925624460 
ઓલ ધ બેસ્ટ! આશા છે કે આપની લખેલી રચનાઓ  વાચકોને પસંદ આવશે. વહેલી તકે મોકલશો. અમે રાહ જોઈશું. :) 

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.