દેવિકા ધ્રુવ
પ્રકાશિત સાહિત્ય
80
વાચક સંખ્યા
3,249
પસંદ સંખ્યા
194

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

અક્ષરોને ઓળખતી થઈ ત્યારથી લખતી થઈ. શબ્દો સાથે મારી પહેલી પ્રીત. વાંચન સાથે ઊંડો લગાવ. અગિયાર વર્ષની ઉંમરે પહેલી રચના કરી “તમન્ના”… સાચવવાની ત્યારે તો સુઝ નો’તી. માનીતા શિક્ષક્ને આપી ખુશ થઇ. પણ સ્મ્રુતિના ખાનામાંથી બે લીટીઓ  હજી યાદ છે.    “લાવુ નંબર એસ.એસ.સી.માં કેન્દ્ર અમદાવાદમાં, કરુ પ્યારી શાળાના નામને રોશન અમદાવાદમાં.” આ તમન્ના કોલેજની યુનિ.ડીગ્રીમાં સંસ્ક્રુત-ગુજરાતી સાથે સુવર્ણચંદ્રક વિજેતા બની ત્યારે પુર્ણ થઈ. તે પછી તો ઈશ્વર-નિર્મિત વિશ્વના મંચ ઉપર વિવિધ રુપ ધર્યા અને રોલ ભજ્વ્યા. ઘણાં દ્ર્શ્યો ફર્યા, અંકો બદલાયાં. બાળકીમાથી ક્યારે દાદી બની ખબર ન પડી.પણ દરેક રોલમાં સફળતા અને સંતોષની લાગણી અનુભવી. સર્જનહારના જગતમાંથી જાણેલી અને માણેલી રચનાઓ રજુ કરવી એ પણ એક નવો જ રોલ છે ને ? શબ્દોને પાલવડે રમતી આવી છું, ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું; અર્થોના ઝોલે ખુબ ઝુલતા ઝુલતા, સાહિત્યના આકાશમાં વિહરતી આવી છું. પ્રાપ્તિ : ગુજરાત યુનિવર્સિટિની કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત મુખ્ય અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ. સોમૈયા સુવર્ણચન્દ્રક અને અન્ય પાંચ ઈનામોના વિજેતા. કવિતા વિષે નાનપણથી પ્રીત.૧૯૬૮માં કાવ્યપઠન સ્પર્ધામાં શ્રી ઉમાશંકરના હસ્તે ઈનામ વિજેતા. બે કાવ્ય સંગ્રહ પ્રકાશિત : 1) શબ્દોને પાલવડે  2) અક્ષરને અજવાળે  બે બ્લોગ પર પ્રવૃત્ત- http://devikadhruva.wordpress.com/ http://devikadhruva.gujaratisahityasarita.org/ દેવિકા રાહુલ ધ્રુવ ddhruva1948@yahoo.com    


Shailesh

0 ફોલોઅર્સ

Santoshbhai

0 ફોલોઅર્સ

Kamlesh

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.