અશ્ક રેશમિયા
પ્રકાશિત સાહિત્ય
31
વાચક સંખ્યા
9,118
પસંદ સંખ્યા
1,209

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સ્થાન:     ગાંગુવાડા

સારાંશ લખો:

©મુજ વિશે ઝાઝું જાણવાની કોશિશ ન કરજો,દોસ્તો, હું'અશ્ક'ખુદ માટે પણ વણઉકેલ્યા કોયડા સમાન છું..! *સાહિત્ય જગતમાં હું "અશ્ક રેશમિયા"ના હુલામણા ઉપનામે ઓળખાવા માગું છું.માટે અસલી નામ અહીં જાહેર નહી કરી શકું એ બદલ ક્ષમ્ય ગણજો. *મારું વતન ખોબલા જેવું અને ત્રણે બાજું ડુંગર તેમજ જંગલથી ઘેરાયેલ ગાંગુવાડા ગામ. જે જેસોરની ગિરિમાળાઓથી ઘેરાયેલ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલું છે. *મારો જન્મ મારા વહાલા વતનમાં તા:01/06/1985 ના રોજ સામાન્ય ગરીબ પરિવારમાં. *પેટે પાટા બાંધીને માવતરે મારો ઉછેર કરેલ.. *મારો અભ્યાસ- H. S. C, P. T. C, B. A(સમાજશાસત્ર). કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ વેળાએ મને ખબર નહોતી કે હું સાહિત્યનું ખેડાણ કરીને 'અશ્ક રેશમિયા' બનીશ!નહી તો મે ગુજરાતીમાં બી.એ.કર્યું હોત! પણ સંજોગોએ સજાવ્યો ને મે સાહિત્યસર્જન કર્યું! *બાળપણથી મારી એક તમન્ના હતી: 'કંઈક બનવાની!'અને એ 'કંઈક'ની જગ્યાએ મારા માવતરે 'શિક્ષક'શબ્દ મૂકી દીધો! જો આજે નસીબ જોગે શિક્ષક બની જ ગયો છું! *હાલ વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છું.મારા કર્મની શરૂઆત કચ્છથી થઈ.હાલે વતનની સાવ નજીક શૈક્ષણિક અને સાહિત્યિક કાર્ય કરી રહ્યો છું. *મારી વાર્તાઓ જુદા જુદા વર્તમાનપત્રોમાં સમયાંતરે પ્રગટ થતી રહી છે.ઉપરાંત કચ્છમિત્ર,'રખેવાળ' જેવા દૈનિકપત્રોમાં તેમજ 'ભાવિક પરિષદ' નામના સામયિકમાં વાર્તા,કવિતા તેમજ કચ્છ વિશેનો સ્મરણ લેખ પણ પ્રગટ થયેલ છે. *હાલે pratilipi.com ઉપરાંત matrubharti.com ઉપર પણ મારી રચનાઓ પ્રગટે છે અને અસંખ્ય વાચકો વાંચનનો આનંદ લુંટી રહ્યા છે. *ઉપરાંત 'અશ્કના દરિયા' નામે વાર્તાસંગ્રહ તેમજ 'વસંતખીલી' નામે બાળકવિતા સંગ્રહ પણ મારી કલમે પ્રગટેલ છે. *અશ્કનો ટહુંકો: 'હું દુનિયાને હકીકતના હેમની ખાણ બતાવવા માગું છું અને સંબંધોમાં સ્નેહની સુનામી તેમજ વ્યવહારમાં લાગણીની વૃષ્ટિ વરસાવવા માગું છું. *કિસ્મત છે કાલના કે આજે હુ હયાત છુ, નહી તો કોણ માનવા તૈયાર હતુ ! કે હુ "અશ્ક રેશમિયા"છુ!! *સંજોગોએ કેવો સજાવ્યો છે મને...! કે કીર્તિ તરીકે સાવ ઓછા જાણતા હતા, હવે 'અશ્ક રેશમિયા' તરીકે આખુ જગત પીછાણશે મને....!! ashkkchauhan@gmail.com


Mansi Sakariya

1 ફોલોઅર્સ

Jadus Marvaniya

1 ફોલોઅર્સ

Chetan Patel

4 ફોલોઅર્સ

Hetal Savaliya

0 ફોલોઅર્સ

ગોસાઈ કાર્તિક

17 ફોલોઅર્સ

Hina Modha

6 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.